Get The App

‘એટલા છોકરા પેદા કરી દીધા ને હવે બધાને કામે લગાવી દીધા...’, લાલુ પર નીતિશની અભદ્ર ટિપ્પણી

Updated: Apr 20th, 2024


Google NewsGoogle News
‘એટલા છોકરા પેદા કરી દીધા ને હવે બધાને કામે લગાવી દીધા...’, લાલુ પર નીતિશની અભદ્ર ટિપ્પણી 1 - image


Lok Sabha Elections 2024 : બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે (Bihar CM Nitish Kumar) ચૂંટણી સભા દરમિયાન લાલુ પરિવાર પર અભદ્ર ટિપ્પણી કરી છે. તેઓ આજે પૂર્ણિયાના બનમનખી લોકસભા બેઠક પરના એનડીએના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર કરવા ગયા હતા. જ્યાં તેમણે લાલુ પર કટાક્ષ કરતા કહ્યું કે,  ‘એટલા છોકરા પેદા કરી દીધા ને હવે બધાને કામ પર લગાવી દીધા.’ આ દરમિયાન જદયૂ પ્રવક્તાએ લાલુ પરિવાર પર ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચાર મુદ્દે નિશાન સાધ્યું હતું.

લાલુએ ભ્રષ્ટાચાર કેસના કારણે ગાદી છોડવી પડી : નીતીશ

નીતીશે રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav)ના પરિવાર પર કટાક્ષ કરતાં કહ્યું કે, ‘ભ્રષ્ટાચારના કેસના કારણે તેમણે ગાદી છોડવી પડી. પછી તેમણે પત્નીને મુખ્યમંત્રી બનાવ્યા. હવે તેઓ તેમના બાળકોને આગળ વધારી રહ્યા છે. તેમણે ઘણા બાળકો પેદા કર્યા છે. શું કોઈએ આટલા બધા બાળકો પેદા કરવાની જરૂર છે? તેમની દિકરીઓ અને બે દિકરા પહેલેથી જ રાજકારણમાં સક્રિય છે. તેઓ વાસ્તવમાં શું કરે છે?’

આરજેડી ભારતીય લોકશાહી માટે ખતરો : જદયૂ પ્રવક્તા

નીતીશની રાહે ચાલી જદયૂના પ્રવક્તા પરિમલ કુમારે ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચાર મામલે RJDની ટીકા કરી હતી. તેમણે દાવો કર્યો કે, આ બંને ખરાબી આરજેડીનો પર્યાય બની ગઈ છે. તેમણે કહ્યું કે, આરજેડી ભારતીય લોકશાહી માટે ખતરો છે. પરિવારના સભ્યોને રાજકારણમાં સેટ કરવા ભારતીય લોકશાહીના મૂલ્યો વિરુદ્ધ છે.


Google NewsGoogle News