ભરૂચ બેઠક પર કોંગ્રેસ અને આપ વચ્ચે ખેંચતાણ! અહેમદ પટેલના દીકરાનો ચૂંટણી લડવાનો દાવો
Loksabha Election : આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભરૂચ બેઠકને લઈને મામલો ગૂંચવાયો છે. કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની આ બેઠકને ઈમોશનલ ગણાવીને આમ આદમી પાર્ટીને આપવા નથી માંગતા.
આ વચ્ચે અહેમદ પટેલના દીકરા ફૈઝલ પટેલે ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, 'ભરૂચ બેઠક પર હું દાવેદાર છું. આમ આદમી પાર્ટીના ઉમેદવાર અહીંથી જીતી નહીં શકે. મેં અહીં સતત મહેનત કરી છે. મારી આ બેઠકને લઈને હાઈકમાન્ડ સાથે વાતચીત થઈ છે. હું બહેન મુમતાઝ પણ ઈચ્છે છે કે હું આ બેઠકથી લોકસભા ચૂંટણી લડું. તેમણે 10 જાન્યુઆરીએ જ મને આ અંગે કહી દીધું હતું. તે સંગઠનમાં કામ કરશે અને હું લોકસભા ચૂંટણી લડીશ.'
અહેમદ પટલેના દીકરાએ ભરૂચ પર દાવો ઝીંક્યો
અહેમદ પટેલના દીકરા ફૈઝલે ન માત્ર કોંગ્રેસના કોટાથી ભરૂચ બેઠક માંગી, પરંતુ એ પણ કહ્યું કે બહેન મુમતાઝ નહીં, તે આ બેઠક પર દાવેદાર છે. ત્યારે ભરૂચની બેઠક પર આપ-કોંગ્રેસ ગઠબંધન અને વાત ન બનાવા પર મુમતાઝ પટેલે કહ્યું કે, તેને લઈને પાયાના કાર્યકર્તાઓમાં આક્રોશ છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે, અમે કોઈ બીજી પાર્ટી માટે પ્રચાર નહીં કરે.
કોંગ્રેસ નહીં છોડું, દિલ તૂટશેઃ મુમતાઝ
ભરૂચ બેઠક કોંગ્રેસને ન મળવાના સવાલ પર મુમતાઝે કહ્યું કે, 'માત્ર મારું દિલ નહીં, હજારો કાર્યકર્તાઓનું દિલ તૂટશે. હું આશા કરું છું કે, હાઈકમાન્ડ બેઠકને લઈને સમજી વિચારીને નિર્ણય કરશે. તેમનો નિર્ણયનું સન્માન કરીશું. આખો કોંગ્રેસ પરિવાર એક સાથે છે. હું અહેમદ પટેલની દીકરી છું, મારી વિચારધારા કોંગ્રેસ સાથે જોડાયેલી છે, અહીં પર રહીશ. નારાજ થઈને કોઈ બીજી પાર્ટીમાં નહીં જાઉં.'