‘માતાને આપેલું વચન પૂરું કરવા ચૂંટણી લડીશ’ ભાજપની ટિકિટનો ઈનકાર કરનાર ભોજપુરી અભિનેતાનો યુ-ટર્ન
પવન સિંહે સોશિયલ મીડિયા પર ‘ચૂંટણી લડવાની’ જાહેરાત કરી
અભિનેતાએ અગાઉ આસનસોલ બેઠક પર ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો હતો
Lok Sabha Elections 2024 : ભાજપની ટિકિટ પર પશ્ચિમ બંગાળના આસનસોલ (Asansol)થી ચૂંટણી ન લડાવનો ઈનકાર કર્યા બાદ ભોજપુરી અભિનેતા પવન સિંહે (Bhojpuri Actor Pawan Singh) યુ-ટર્ન માર્યો છે. તેમણે આજે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. અગાઉ તેમણે આરા બેઠક પર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પવને સોશિયલ મીડિયા એક્સ પર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે, ‘હું મારા સમાજની જનતા જનાર્દન અને માતાને આપેલું વચન પુરુ કરવા માટે ચૂંટણી લડીશ. મને આપ તમામના આશિર્વાદ અને સહોયગની જરૂર છે. જય માતા જી.’
પવને આસનસોલ બેઠક પરથી લડવાનો ઈનકાર કર્યો હતો
ગત સપ્તાહે ભાજપે (BJP) પશ્ચિમ બંગાળની આસનસોલ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે પવન સિંહનું નામ જાહેર કર્યું હતું. ત્યારબાદ તેમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી હતી. જોકે 24 કલાક બાદ પવને યુ-ટર્ન લઈ લીધો છે અને સોશિયલ મીડિયા પર ઉમેદવારોની યાદી પોસ્ટ કરી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે મિઠાઈ ખવડાવતો અને ભગવાનનો આભાર વ્યક્ત કરતો વીડિયો પણ શેર કરી ટોચના નેતાઓ પ્રતિ આભાર વ્યક્ત કર્યો છે.
પવન સિંહની આરાથી ચૂંટણી લડવાની ઈચ્છા
સૂત્રોના જણાવ્યા મુજબ પવન સિંહ આસનસોલથી ટિકિટ મળ્યા બાદ ખુશ છે, જોકે તેઓ આરા બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છતા હતા. ભાજપ સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ આરાની ટિકિટ મેળવવા માટે ભાજપના એક વરિષ્ઠ નેતાને પણ મળ્યા હતા પણ ભાજપે આરાથી ટિકિટ આપવાનો ઈન્કાર કરી દીધો છે.