For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

'ભાજપ સરકારે યુવાઓની આશા પર પાણી ફેરવ્યું..' પ્રાચીન શહેરની ધરતી પરથી દિગ્ગજ નેતાના પ્રહાર

Updated: Apr 28th, 2024

'ભાજપ સરકારે યુવાઓની આશા પર પાણી ફેરવ્યું..' પ્રાચીન શહેરની ધરતી પરથી દિગ્ગજ નેતાના પ્રહાર

Lok Sabha Elections 2024 | ઉત્તરપ્રદેશમાં પણ લોકસભા ચૂંટણીને લઈને રંગ જામ્યો છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ ચૂંટણી મેદાને પ્રચાર કરવા ઉતરી આવ્યા હતા. ઉત્તરપ્રદેશના પ્રાચીન શહેર સંભલમાં એક રેલીને સંબોધતા અખિલેશ યાદવે ભાજપ પર સીધા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે બે તબક્કામાં જ ભાજપને હવે હાર દેખાવા લાગી છે. લોકો ભાજપને સ્વીકારી રહ્યા નથી. 

બેરોજગારી અને યુવાઓનો મુદ્દો ઊઠાવ્યો 

તેમણે કહ્યું કે મોદી સરકારે યુવાઓની આશાઓ પર પાણી ફેરવી નાખ્યું છે. મોટાપાયે બેરોજગારી ફેલાવી દીધી છે. યુવાઓ નિરાશ થઇ ગયા છે. ભાજપ બંધારણ બદલવા નીકળ્યો છે. એ જાણી લે કે તેમની સરકાર જ બદલાઈ જવાની છે. અખિલેશ યાદવે કહ્યું કે આ ચૂંટણી શ્રદ્ધાંજલિની ચૂંટણી છે. અખિલેશ યાદવે ચૂંટણી બોન્ડનો મુદ્દો પણ ઊઠાવતાં ભાજપ સામે નિશાન તાક્યું. કોરોના વેક્સિન ન લીધા હોવાનો પણ દાવો કર્યો. લોકો હવે ભાજપને સ્વીકારી રહ્યા નથી. 

અખિલેશ યાદવે મોદી સરકાર પર તાક્યું નિશાન 

અખિલશે યાદવે કહ્યું કે હજુ તો ફક્ત બે તબક્કાનું મતદાન થયું છે ત્યાં ભાજપવાળા હવે 400 પારનો નારો ભૂલી ગયા છે. ઉલ્લેખનીય છે કે મોદી સરકારે આ વખતે અબ કી બાર 400 પાર બેઠકનો નારો આપ્યો હતો. અખિલેશ યાદવે કહ્યું કે ભાજપવાળા હવે સમજી ગયા છે કે પ્રજા તેમને 400 પાર કરાવવા નહીં પણ 400થી વધુ બેઠકો પર હરાવવા જઈ રહ્યા છે. 

ખેડૂતો અને મોંઘવારીનો મુદ્દો ઊઠાવ્યો 

અખિલેશ યાદવે ભાજપના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સામે નિશાન તાકતાં કહ્યું કે મોંઘવારી એવા સ્તરે પહોંચાડી દીધી છે કે હવે ખેડૂતોની હાલત દયનીય થઈ ગઈ છે. વીજળી મોંઘી, ખાતર મોંઘું દરેક વસ્તુ મોંઘી થઇ ગઈ છે. ખેડૂતોનું દેવું વધતું જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે આ વખતે ખેડૂતો તેમને વોટ નહીં આપી એ મેં જોઈ લીધું છે. આ લોકોએ ખેડૂતોને દેખાવો પણ ન કરવા દીધા અને રોડ પર ખિલ્લા લગાવી દીધા, આરસીસીની દીવાલો લગાવી અવરોધો ઊભા કરી દીધા. એક હજારથી વધુ ખેડૂતો શહીદ થઇ ગયા અને આખરે સરકારે તેમની સામે નમવું પડ્યું અને ત્રણેય કાળા કાયદા પાછા ખેંચવા પડ્યા. અમે હવે ખેડૂતોને એમએસપીનો અધિકાર અપાવીશું. તેમનું દેવું માફ કરાવીશું. 

Article Content Image

Gujarat