Get The App

'4 જૂને 400 પારના દાવાની પોલ ખૂલશે, PMએ સાધના કરવામાં વિલંબ કરી દીધો..': શત્રુઘ્ન સિન્હા

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
'4 જૂને 400 પારના દાવાની પોલ ખૂલશે, PMએ સાધના કરવામાં વિલંબ કરી દીધો..': શત્રુઘ્ન સિન્હા 1 - image


Lok Sabha Elections EXIT POLL 2024 | એક્ઝિટ પોલ જાહેર થઈ ગયા બાદ બિહારી બાબુના નામે પ્રસિદ્ધ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે ચાર જૂનની રાહ જુઓ. I.N.D.I.A. ગઠબંધન સત્તામાં આવશે અને એ પણ ઐતિહાસિક જીત સાથે. બોલિવૂડના શોટગન તરીકે પ્રખ્યાત અભિનેતાએ વડાપ્રધાન મોદી વિશે બોલતાં કહ્યું કે વિવેકાનંદ રોક મેમોરિયલમાં ધ્યાન, સાધના મીડિયા અને મતદારોનું ધ્યાન આકર્ષિત કરવા માટે કરવામાં આવી હતી. 

400 પારના દાવાની પોલ ખુલશે

તેમણે કહ્યું કે સાધના કરવામાં વડાપ્રધાન મોદીએ વિલંબ કરી દીધો છે. હવે તેમની વિદાય નક્કી છે. પટણા સાહિબ લોકસભા ક્ષેત્રમાં કદમકુઆં ખાતે આવેલી સંત સેવરીન હાઈસ્કૂલમાં તેમણે તેમના પુત્ર લવ કુમાર સિન્હા સાથે મતદાન કર્યું હતું. સિન્હાએ કહ્યું કે ભાજપના 400 પારના દાવાની પોલ ખુલી જશે. પ.બંગાળમાં ટીએમસી શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.

બીજી બાજુ રવિશંકર પ્રસાદ શું બોલ્યાં? 

ભાજપ નેતા રવિશંકર પ્રસાદે પણ કહ્યું હતું કે I.N.D.I.A. ગઠબંધનના સભ્યોએ સરકાર બનાવવાના સપના ન જોવા જોઇએ. દેશના ખેડૂતો, વ્યવસાયી સહિત દરેક વર્ગના લોકો ઇચ્છે છે કે મોદી ફરીવાર વડાપ્રધાન બને. ભારતનો વિકાસદર ઝડપથી આગળ વધી રહ્યો છે. 

'4 જૂને 400 પારના દાવાની પોલ ખૂલશે, PMએ સાધના કરવામાં વિલંબ કરી દીધો..': શત્રુઘ્ન સિન્હા 2 - image



Google NewsGoogle News