Get The App

અનુરાધા પૌડવાલે ધારણ કર્યો કેસરિયો, સિરિયલના 'રામ' પણ ભાજપમાં જોડાય તેવી અટકળો: ચૂંટણીમાં દેખાશે આ સેલેબ્સ

લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને પહેલી જૂને સાતમા તબક્કાનું મતદાન થશે જ્યારે ચોથી જૂને પરિણામ જાહેર થશે

Updated: Mar 17th, 2024


Google NewsGoogle News
અનુરાધા પૌડવાલે ધારણ કર્યો કેસરિયો, સિરિયલના 'રામ' પણ ભાજપમાં જોડાય તેવી અટકળો: ચૂંટણીમાં દેખાશે આ સેલેબ્સ 1 - image


નવી દિલ્હી, તા. 17 માર્ચ 2024, રવિવાર

દેશમાં આખરે દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ચૂંટણીના મહાભારતનો શંખનાદ થઈ ગયો છે. ચૂંટણી પંચે શનિવારે બપોરે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરી દીધો હતો. વર્ષ 2019ની જેમ આ વખતે પણ લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું કે, લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂને સાતમા તબક્કાનું મતદાન થશે જ્યારે 4 જૂને પરિણામ જાહેર થશે. આ વખતે ચૂંટણીમાં કેટલાક એક્ટર્સ પહેલાથી જ જનતા વચ્ચે છે તો કેટલાક હવે પોતાની નવી ઈનિંગ્સની શરૂઆત કરશે. શત્રુઘ્ન સિન્હાથી લઈને નુસરત જહાં સુધી જુઓ લિસ્ટ.....

પવન સિંહ (Pawan Singh)

પાવર સ્ટાર પવન સિંહ ભોજપુરી ઈન્ડસ્ટ્રીના સિંગર અને એક્ટર છે. આરામાં જન્મેલા આ સ્ટાર ભોજપુરીનું મોટું નામ છે. તેણે દેવરા બડા સતાવેલા, ભોજપુરિયા રાજા જેવી પ્રમુખ ભોજપુરી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ભાજપની પ્રથમ યાદીમાં નામ જાહેર થયા બાદ પવન સિંહે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. પરંતુ બાદમાં પવન સિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું હતું કે હું જરૂર ચૂંટણી લડીશ.

શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha)

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ રવિવારે રાજ્યની તમામ 42 લોકસભા બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી. આ યાદીમાં શત્રુઘ્ન સિન્હાનું નામ સામેલ છે.  શત્રુઘ્ન સિન્હાને TMCએ આસનસોલથી ટિકિટ આપી છે. બીજેપીએ 195 ઉમેદવારોના નામમાં ભોજપુરી સિંગર અને એક્ટર પવન સિંહને બંગાળના આસનસોલથી ટિકિટ આપી હતી. ત્યારબાદ પવન સિંહ અને શત્રુઘ્ન સિન્હા વચ્ચે સીટને લઈને વિવાદ થયો હતો. શત્રુઘ્ન સિન્હા આસનસોલથી સાંસદ છે પરંતુ આ વિવાદો વચ્ચે પવન સિંહે આસનસોલથી ચૂંટણી લડવાથી પીછેહઠ કરી લીધી હતી.

અનુરાધા પૌડવાલ (Anuradha Paudwal)

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાતના થોડા સમય પહેલા જ અનુરાધા પૌડવાલે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો. અનુરાધા પૌંડવાલે પાર્ટીમાં સામેલ થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે હું એવી પાર્ટીનો ભાગ બનીને ખુશ છું જેનો સનાતન ધર્મ સાથે ઊંડો સંબંધ છે. ભાજપમાં જોડાવું મારું સૌભાગ્ય છે. તેમને પણ ટિકિટ આપવામાં આવી શકે છે.

રવિ કિશન (Ravi Kishan)

ભારતીય જનતા પાર્ટીએ ગોરખપુર લોકસભા સીટ પર બીજી વખત અભિનેતા સાંસદ રવિ કિશન પર ફરી એક વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પ્રથમ વખત 2019ની લોકસભા ચૂંટણીમાં તેમણે તેમના પ્રતિસ્પર્ધી સપાના રામભુઆલ નિષાદને 3,01,664 મતોના વિશાળ માર્જિનથી હરાવ્યા હતા. ગોરખપુર લોકસભા સીટ સીએમ યોગીની પરંપરાગત સીટ છે.

નુસરત જહાં

પશ્ચિમ બંગાળમાં આ વખતે બધાની નજર બસીરહાટ લોકસભા સીટ પર હતી કારણ કે સંદેશખાલી વિસ્તારમાં હોબાળો મચ્યો હતો. આ વિસ્તાર આ જ લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે. મહત્વની વાત એ છે કે આ સીટ પર એક્ટ્રેસ નુસરત જહાં સાંસદ હતા. આ વખતે ટીએમસીએ તેમની ટિકિટ કાપીને હાજી નુરુલ ઈસ્લામને આપી છે. હવે જોવાનું એ રહેશે કે નુસરતને ક્યાંથી ચૂંટણી લડવાની તક મળે છે.

અરુણ ગોવિલ

ઉત્તર પ્રદેશના મેરઠમાં ભાજપ એક નવા ચહેરાને તક આપી શકે છે અને તેની  ટૂંક સમયમાં જાહેરાત કર દેવામાં આવશે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે રામાયણમાં રામની ભૂમિકા ભજવીને લોકોના દિલમાં જગ્યા બનાવનાર અરુણ ગોવિલને ભાજપ આ સીટ પરથી ટિકિટ આપી શકે છે. બીજેપીની બીજી યાદીમાં અરુણ ગોવિલનું નામ સામે આવી શકે છે.



Google NewsGoogle News