Get The App

મોદી સરકારના મંત્રીઓની પણ હાલત દયનીય, 5 હાર્યા, ઘણાં તો ખૂબ ઓછા માર્જિનથી જીત્યાં

Updated: Jun 5th, 2024


Google NewsGoogle News
મોદી સરકારના મંત્રીઓની પણ હાલત દયનીય, 5 હાર્યા, ઘણાં તો ખૂબ ઓછા માર્જિનથી જીત્યાં 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર થઈ ગયા હતા. જેમાં ભાજપના 400 પ્લસના દાવા પોકળ સાબિત થયા છે. અને જનતાએ પોતના મતથી જવાબ આપી દીધો છે. લોકસભા ચૂંટણીના પરિણામની વાત કરીએ તો મોદી સરકારના પાંચ મંત્રીઓને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં સ્મૃતિ ઈરાનીનો પણ સમાવેશ થાય છે. તો કેટલાક મંત્રીઓ જીત્યા તો ખરાં પણ તેની જીતનું માર્જિન ખૂબ જ ઓછું રહ્યું છે.

ભાજપને ભારે નુકસાન અને ઈન્ડિયા એલાયન્સ માટે નફો

લોકસભા ચૂંટણી-2024ના પરિણામોમાં ભાજપને ભારે નુકસાન અને ઈન્ડિયા એલાયન્સ માટે નફો થયો છે. આંકડાઓ અનુસાર એનડીએ ગઠબંધન ભલે બહુમતનો આંકડો પાર કરી ગયો હોય, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમતીથી દૂર જણાઈ રહ્યું છે. ભાજપના ઘણા મોટા નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓએ પણ હારનો સ્વાદ ચાખ્યો છે. જેમાં કેટલાક કેબિનેટ મંત્રીઓ પણ સામેલ છે. મોદી સરકારના એવા ઘણા મંત્રીઓને લોકસભા ચૂંટણીમાં મોટો ઝટકો લાગ્યો છે કે, જેઓ પોતાની ખુરશી પણ બચાવી શક્યા નથી. કેટલાક નેતાઓએ ખૂબ જ ઓછા માર્જિનથી જીત થઈ છે.

• જુઓ વડાપ્રધાન મોદીના મંત્રીઓમાં કોણ જીત્યા, કોણ હાર્યા

મોદી સરકારના મંત્રીઓની પણ હાલત દયનીય, 5 હાર્યા, ઘણાં તો ખૂબ ઓછા માર્જિનથી જીત્યાં 2 - image

મોદી સરકારના મંત્રીઓની પણ હાલત દયનીય, 5 હાર્યા, ઘણાં તો ખૂબ ઓછા માર્જિનથી જીત્યાં 3 - image


Google NewsGoogle News