Get The App

રાજ્યોની રેસ : ભાજપના સૌથી મોટા ગઢમાં જોરદાર ગાબડું, કોઈએ ધાર્યું નહોતું ત્યાં થયું મોટું નુકસાન

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
રાજ્યોની રેસ : ભાજપના સૌથી મોટા ગઢમાં જોરદાર ગાબડું, કોઈએ ધાર્યું નહોતું ત્યાં થયું મોટું નુકસાન 1 - image


લોકસભા ચૂંટણી 2024ના (Lok sabha election 2024) પરિણામ આવી રહ્યા છે. INDI ગઠબંધનની સ્થિતિ શરૂઆતમાં ખૂબ મજબૂત દેખાતી હતી પરંતુ ત્યાર બાદ ભાજપે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી. ચૂંટણી જીતવા માટે દરેક પક્ષ દ્વારા કેટલાક રાજ્યો પર વધારે મહેનત કરવામાં આવી હતી. આ પાવર સ્ટેટ્સનાં પરણામોની સરવાળે ખૂબ મોટી અસર થતી હોય છે. તો 5 પાવર રાજ્યમાં કોણ આગળ છે અને ક્યાં જવાજૂની થવાની શક્યતા છે એ જાણી લો. 

ગુજરાતની (Gujarat loksabha Election results) 26 બેઠકો પર છેલ્લી બે લોકસભા ચૂંટણીઓથી ભાજપ તમામ બેઠકો જીતતું આવ્યું છે. 

ઉત્તરપ્રદેશ સૌથી વધારે વડાપ્રધાન આપનાર રાજ્ય છે જેની 80 બેઠકો સરકાર બનાવવા માટે ખૂબ મહત્વની હોય છે. INDI ગઠબંધન માટે આ વખતે આ રાજ્ય ખૂબ મહત્વનું હતું. કારણ કે વિધાનસભામાં પણ યોગી સરકારની સ્થિતિ મજબૂત છે. માટે ભાજપ પોતાની પકડ ગુમાવે તો વિપક્ષને ફાયદો થઈ શકે. 

પશ્ચિમ બંગાળમાં TMCને આ વખતે ભાજપે મજબૂત ટક્કર માટે જોર લગાવી દીધું હતું. વિધાનસભા ચૂંટણી વખતે પણ ભાજપે પોતાની સ્થિતિ ખૂબ મજબૂત કરી હતી તો આ ચૂંટણીઓનાં આધારે ભવિષ્ય નક્કી થાય એવી સ્થિતિ હતી. 

બિહારમાં નીતિશ કુમારે INDI સાથે છેડો ફાડીને ભાજપ સાથે ગઠબંધન કરી લેતા સૌની નજર ચૂંટણી પરિણામ પર ટકેલી હતી. હવે સ્થિતિ એવી છે કે નીતિશ કુમાર ડેપ્યુટી PM બનવા માટે ફેવરિટ માનવામાં આવી રહ્યા છે.


Google NewsGoogle News