Get The App

જો ભાજપ જીતે તો કેન્દ્રમાં આ પૂર્વ CMને અપાશે મોટી જવાબદારી? વડાપ્રધાન મોદીએ આપ્યા સંકેત

Updated: Apr 27th, 2024


Google NewsGoogle News
જો ભાજપ જીતે તો કેન્દ્રમાં આ પૂર્વ CMને અપાશે મોટી જવાબદારી? વડાપ્રધાન મોદીએ આપ્યા સંકેત 1 - image


Image Source: Twitter

Lok Sabha Election 2024: મધ્યપ્રદેશ ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યમાં સૌથી વધુ સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ બનાવનાર શિવરાજ સિંહ ચૌહાણ હવે રાષ્ટ્રીય રાજકારણમાં પોતાની દમ દેખાડી શકે છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેના સંકેત આપ્યા છે. 

પીએમ મોદીએ મધ્ય પ્રદેશના હરદામાં આયોજિત એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, હવે તેઓ શિવરાજ સિંહ ચૌહાણને દિલ્હી લઈ જવા માગે છે. ત્યારબાદથી જ તેમને કેન્દ્રમાં મોટી જવાબદારી સોંપવામાં આવશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે. પીએમએ શિવરાજ સિંહની પ્રશંસા પણ કરી હતી અને કહ્યું હતું કે, બંનેએ પાર્ટી સંગઠન અને પછી મુખ્યમંત્રીના પદ પર રહીને એકસાથે કામ કર્યું હતું. 

વિદિશાથી આપી ટિકિટ

લોકસભા ચૂંટણીમાં ભાજપે શિવરાજ સિંહને વિદિશા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. તેઓ મુખ્યમંત્રી બનવા પહેલા 5 વાર આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યા છે. પરંપરાગત રીતે આ બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. આ બેઠક પરથી અટલ બિહારી વાજપેયી અને સુષમા સ્વરાજ જેવા દિગ્ગજ ભાજપના નેતાઓ જીત મેળવી ચૂક્યા છે. 

પાંચ વખત રહી ચૂક્યા છે સાંસદ

શિવરાજ સિંહ ચૌહાણ ખુદ 1991ની પેટાચૂંટણી અને 1996, 1998, 1999 અને 2004ની લોકસભા ચૂંટણી વિદિશાથી જીતી ચૂક્યા છે. કોંગ્રેસે વિદિશાથી પ્રતાપ ભાનુ શર્માને શિવરાજ સિંહ ચૌહાણ સામે મેદાનમાં ઉતાર્યા છે.

ભાજપે જ્યારથી શિવરાજ સિંહ ચૌહાણને વિદિશાથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી છે ત્યારથી એવી અટકળોએ જોર પકડ્યુ છે કે તેમને કેન્દ્રીય રાજકારણમાં મોટી જવાબદારી આપવામાં આવી શકે છે. હવે પીએમ મોદીના તાજેતરના નિવેદન બાદ આ વાતને વધુ વેગ મળ્યો છે.


Google NewsGoogle News