102 લોકસભા બેઠકો પર મતદાન પૂર્ણ, જાણો પ્રથમ તબક્કામાં રાજકીય જાહેરાતો પર કયા પક્ષે કેટલો ખર્ચ કર્યો?
Lok Sabha Elections 2024 : દેશના 21 રાજ્યોમાં 102 બેઠકો પર આજે લોકસભા ચૂંટણીનું પ્રણમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. વિવિધ રાજકીય પક્ષોએ પ્રથમ તબક્કાની ચૂંટણી દરમિયાન પોતાના ચૂંટણી એજન્ડા, યોજનાઓ, મેનીફેસ્ટો અને ઉપલબ્ધિઓના પ્રચાર માટે 36.5 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. મોટાભાગના પક્ષોએ પોતાના પ્રચાર-પ્રસાર માટે મુખ્યત્વે ગૂગલ અને મેટાનો સહારો લીધો છે. તેના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે, કોંગ્રેસે નબળી શરૂઆત કરી, પરંતુ બાદમાં જાહેરાત ખર્ચ મામલે તે ભાજપથી પણ પાછળ રહી નથી.
ભાજપે ગૂગલ જાહેરાત પર 14.7 કરોડ રૂપિયા ખર્ચ કર્યો
BJPએ ગૂગલ જાહેરાત પર 14.7 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, જ્યારે કોંગ્રેસે ગૂગલ પ્લેટફોર્મ પર 15 માર્ચથી 13 એપ્રિલ દરમિયાન 12.3 કરોડ રૂપિયા પ્રચારમાં લગાવ્યા છે. કોંગ્રેસની સહયોગી પાર્ટી DMKએ ગૂગલ જાહેરાત પર 21.1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. ભાજપે સૌથી વધુ ગૂગલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, જેમાં તેણે કુલ જાહેરાતનો 81 ટકા હિસ્સો ખર્ચ કરી નાખ્યો છે. જ્યારે કોંગ્રેસે કુલ જાહેરાત ખર્ચમાંથી 78 ટકા હિસ્સો ગૂગલ પર ખર્ચ કર્યો છે.
મેટાની ‘પૉલિટિક્સ એડવર્ટાઈઝર્સ’ BJD-TDP છવાયા
જ્યારે જાહેરાત પાછળ વધુ ખર્ચ કરવા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની YSR કોંગ્રેસ ત્રીજા સ્થાને છે. ત્યારબાદ TMC, BJD અને TDP જેવી પાર્ટીઓનો સમાવેશ થાય છે. મહત્વની વાત એ છે કે, મેટા પર ડૉપ પાંચ ‘પૉલિટિક્સ એડવર્ટાઈઝર્સ’ પર ચાલી રહેલા મીમ પેજે બીજેડી અને ટીડીપી જેવી સ્થાનિક પાર્ટીઓથી વધુ ખર્ચ કર્યો છે.
રાજકીય પક્ષોએ યૂટ્યૂબ પર પણ જાહેરાતો આપી
ઉલ્લેખનિય છે કે, રાજકીય પાર્ટીઓએ ખાસ કરીને યૂટ્યૂબ પર ફોકસ કર્યું છે. ભાજપે કુલ 14.7 કરોડ રૂપિયાના ખર્ચમાંથી યુટ્યુબને 9.5 કરોડ રૂપિયાની જાહેરાત આપી છે. જ્યારે કોંગ્રેસે 7.4 કરોડ રૂપિયા, ડીએમકેએ 6.8 કરોડ રૂપિયા અને વાઈએસઆર કોંગ્રેસ પાર્ટીએ યૂટ્યૂબ પર જાહેરાત દેખાડવા 2.4 રૂપિયાનો ખર્ચ કર્યો છે. ગૂગલ એડ્સ ટ્રન્સપરેન્સી સેન્ટર મુજબ, ભાજપે વીડિયો જાહેરાત માટે ગૂગલ પર કુલ ખર્ચમાંથી 80 ટકા રકમ ખર્ચ કરી છે. જ્યારે કોંગ્રેસે 77 ટકા અને ડીએમકેએ 62 ટકા વીડિયો જાહેરાત માટે ખર્ચ કર્યા છે.