આવતીકાલે જાહેર થશે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ, ચૂંટણીપંચે કરી મોટી જાહેરાત

લોકસભા 2024ની સાથે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની પણ જાહેરાત થશે

ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કાર્યક્રમનું લાઈવ સ્ટ્રીમિંગ થશે

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
આવતીકાલે જાહેર થશે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ, ચૂંટણીપંચે કરી મોટી જાહેરાત 1 - image


Lok Sabha Election 2024 : છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં હવે ખુદ ચૂંટણીપંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે. માહિતી અનુસાર ચૂંટણીપંચે કહ્યું છે કે તેઓ આવતીકાલે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરાશે.

લોકસભા સાથે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થશે

ચૂંટણી પંચે તેના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ એક્સ પરથી પોસ્ટ કરીને કહ્યું હતું કે, 'ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે એટલે કે 16 માર્ચે બપોરે 3 વાગે લોકસભા ચૂંટણી 2024 અને કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે. ચૂંટણી પંચના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનું લાઈવ સ્ટ્રીમિંગ થશે.

2019ની ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ હતી

2019માં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી. તે વખતે ચૂંટણી પંચે 10 માર્ચે તારીખોની જાહેરાત કરી હતી. પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 મેના રોજ થયું હતું. પરિણામ 23 મેના રોજ આવ્યું હતું. 2019ની ચૂંટણી સમયે દેશમાં 91 કરોડથી વધુ મતદારો હતા, જેમાંથી 67 ટકા લોકોએ મતદાન કર્યું હતું.

2019ની ચૂંટણીના શું હતા પરિણામો 

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2014ની સરખામણીમાં મોટી જીત હાંસલ કરી હતી. 2014માં ભાજપે 282 બેઠકો જીતી હતી જ્યારે 2019માં 303 બેઠકો મેળવી હતી. જ્યારે NDAને 353 બેઠકો મળી હતી. ભાજપને 37.7 ટકાથી વધુ વોટ મળ્યા હતા, જ્યારે NDAને 45 ટકા વોટ મળ્યા હતા. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 52 બેઠકો જીતી શકી હતી. ઉલ્લેખનીય છે કે 543 સભ્યોની લોકસભામાં ભાજપ બહુમતી 272ના આંકડાથી ખૂબ આગળ હતું. આ જીત સાથે પાર્ટીએ સતત બીજી વખત સરકાર બનાવી હતી. આ સિવાય દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ને 24 બેઠકો મળી હતી. YSRCP અને TMC 22-22 બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા.

આવતીકાલે જાહેર થશે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ, ચૂંટણીપંચે કરી મોટી જાહેરાત 2 - image


Google NewsGoogle News