શાળામાં હતા અને જાણ થઈ કે ટિકિટ મળી: કોણ છે પારસનાથ રાય? જેમને ભાજપે અંસારી સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
શાળામાં હતા અને જાણ થઈ કે ટિકિટ મળી: કોણ છે પારસનાથ રાય? જેમને ભાજપે અંસારી સામે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા 1 - image


Lok Sabha Election Ghazipur Seat: ભારતીય જનતા પાર્ટીએ ગાઝીપુર લોકસભા બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અફઝાલ અંસારી સામે પારસ નાથ રાયને મેદાનમાં ઉતાર્યા છે. રાયે જણાવ્યું કે, જયારે મને ચૂંટણી લડવાની જાણકારી મળી તે સમયે હું શાળામાં હતો અને ક્લાસમાં ભણાવી રહ્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે મને ટીકિટ મળી હોવાની જાણ થઈ ત્યારે મને લાગ્યું જ નહીં કે હું ઉમેદવાર બની ગયો છું.

પારસનાથ રાયને જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ અને ગાઝીપુરના પૂર્વ સાંસદ મનોજ સિન્હાના નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. રાયે જણાવ્યું કે, જ્યારે તેમને ટિકીટ મળી તો તેઓ ચોંક્યા નહી. તેમણે કહ્યું કે, અમને લાગ્યું કે, સંગઠને કોઈ બીજી જવાબદારી આપી છે તો આગળનું કામ કરવું જોઈએ. અમે ટિકીટ નહોતી માગી. 

કેમ મળી ટિકીટ? પારસે જણાવ્યું

રાયને જ્યારે પૂછવામાં આવ્યું કે, તમને ટિકીટ કેમ મળી? આ સવાલના જવાબ પર તેમણે કહ્યું કે, હું સાધારણ સ્વયંસેવક રહ્યો છું. સંગઠને જે પણ જવાબદારી આપી છે તે કામ મેં પૂર્ણ સમર્પણ સાથે કર્યું છે. આજે સંગઠને વિચાર્યું કે, હું લોકસભા ચૂંટણી લડું તો અચાનક એ સૂચના મારી પાસે આવી. હું લડવા માટે તૈયાર છું. 

જ્યારે પત્રકારોએ પારસને પૂછ્યું કે આ ચૂંટણીમાં તેમની સામે અફઝલ અંસારી છે જેઓ અહીંથી ઘણી વખત ચૂંટણી જીતી ચૂક્યા છે તો તેમણે કહ્યું કે તેમની સામે કોઈ પણ હોય, હું એક સૈનિક છું અને હંમેશા એક સૈનિકની જેમ લડ્યો છું. ભલે તે એક વખતના સાંસદ હોય કે પાંચ વખતના સાંસદ. મારે લડવાનું છે અને જીતવાનું છે.

તેમણે કહ્યું કે, હું આખા ગાઝીપુર જિલ્લાની ગલી-ગલી અને દરવાજે-દરવાજે (ઘરે-ઘરે) ફર્યો છું. એવું કોઈ પણ ગામ નથી જ્યાં હું નથી ગયો. મારી મોટરસાઈકલ દરેક દરવાજા પર ગઈ છે. આ જ મારા કામનો આધાર છે. રાયે કહ્યું કે, હું ધોરણ 8માં અભ્યાસ કરતો હતો ત્યારથી સંઘ સાથે જોડાયેલો છું. જોકે, બાદમાં બીએચયૂમાં ગયા બાદ હું પ્રખર થયો છું.  


Google NewsGoogle News