‘2047 સુધી કેન્દ્રમાં રહેશે ભાજપ સરકાર, 2024માં 400+ બેઠકો જીતશે’ DyCM કેશવ પ્રસાદ મૌર્યનો મોટો દાવો

2047 સુધી કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર જ રહેશે : ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી

મોર્યએ કહ્યું, ભવ્ય રામ મંદિર મુદ્દે ઈન્ડિયા ગઠબંધનના દળો અને નેતાઓ નફરત કરવાનું બંધ કરે

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
‘2047 સુધી કેન્દ્રમાં રહેશે ભાજપ સરકાર, 2024માં 400+ બેઠકો જીતશે’ DyCM કેશવ પ્રસાદ મૌર્યનો મોટો દાવો 1 - image

નવી દિલ્હી, તા.01 જાન્યુઆરી-2024, સોમવાર

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે, તમામ પક્ષો તૈયારીઓમાં લાગી ગઈ છે, ત્યારે ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય (Keshav Prasad Maurya)એ લોકસભા ચૂંટણી અંગે મોટો દાવો કર્યો છે. તેમણે આજે કહ્યું કે, 2047 સુધી કેન્દ્ર અને ઉત્તર પ્રદેશમાં ભાજપ (UP BJP) સિવાય અન્ય પાર્ટીની સરકાર બનવાની દૂર દૂર સુધી કોઈ સંભાવના નથી.

‘ભાજપ ઉત્તરપ્રદેશની તમામ 80 બેઠકો જીતશે’

2024ની લોકસભા ચૂંટણી અંગે તેમણે કહ્યું કે, દેશ અને ભાજપની દ્રષ્ટિએ 2024ની ચૂંટણી ખુબ જ મહત્વની છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, ભાજપ ઉત્તરપ્રદેશની તમામ 80 બેઠકો જીતશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રમાં સરકાર બનાવશે. ભાજપ 400થી વધુ બેઠકો જીતે તો કોઈ આશ્ચર્યની બાબત નથી, કારણ કે લોકોને પીએમ મોદી (PM Modi) પર વિશ્વાસ છે.

મોર્યએ વિપક્ષી ગઠબંધન પર ઈન્ડિયા પર સાધ્યું નિશાન

અગાઉ તેમણે એક જનસભામાં કહ્યું હતું કે, રામ મંદિર (Ram Temple) બની ગયું છે અને 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે અને તમામ રામ ભક્તો રાહ જોઈ રહ્યા છે. હવે લોકો અસલી રામ ભક્તો અને નકલી રામ ભક્તોની ઓળખી શકશે. ઉપરાંત તેમણે કહ્યું કે, શ્રીરામ જન્મભૂમિ પર ભવ્યમંદિર મુદ્દે ઈન્ડી ગઠબંધનના દળો અને નેતાઓ નફરત કરવાનું બંધ કરે.


Google NewsGoogle News