Get The App

કેન્દ્રમાં સરકાર બનાવવી હોય તો આ 30 બેઠકો સૌથી મહત્ત્વની, 2019માં 10 હજારથી પણ ઓછું હતું માર્જિન

Updated: May 21st, 2024


Google NewsGoogle News
કેન્દ્રમાં સરકાર બનાવવી હોય તો આ 30 બેઠકો સૌથી મહત્ત્વની, 2019માં 10 હજારથી પણ ઓછું હતું માર્જિન 1 - image


Image Source: Twitter

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીના સાતમાંથી પાંચ તબક્કા માટે મતદાન પૂર્ણ થઈ ચૂક્યુ છે. પાંચ તબક્કાના મતદાન બાદ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળની સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) અને વિપક્ષી I.N.D.I.A. બ્લોક બંને જ પોત-પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. ભાજપ 400થી વધુ બેઠકો જીતવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ INDIA બ્લોક પણ પોતાની જીતનો દાવો કરી રહ્યું છે. બંને ગઠબંધનના પોત-પોતાના દાવા છે. દાવાઓના સમયમાં અગાઉની ચૂંટણીઓની પણ વાત થઈ રહી છે.

NDA અને I.N.D.I.A. બંને જ ગઠબંધનનું ફોકસ આ વખતે તે બેઠકો પર વધુ રહ્યું હતું જ્યાં જીત અને હારનું માર્જિન ઓછું રહ્યું હતું. 2019ની ચૂંટણીમાં દેશની 543માંથી 30 બેઠકો એવી હતી જ્યાં જીત-હારનું માર્જિન 10 હજાર વોટથી ઓછું રહ્યું હતું. તેમાંથી ઘણી બેઠકો પર મતદાન થઈ ચૂક્યુ છે જ્યારે કેટલીક બેઠકો પર હજુ મતદાન બાકી છે. સત્તારૂઢ અને વિપક્ષ બંને જ ગઠબંધને આ વખતે આ બેઠકો પર કમર કસી રહ્યા છે. આ બેઠકો પર વિપક્ષને પોતાની જીતની આશા નજર આવી રહી છે તો બીજી તરફ ભાજપ અને NDAને માર્જિન વધવાની આશા છે. 

એ બેઠકો જ્યાં 10 હજારથી ઓછું હતું માર્જિન

છેલ્લી ચૂંટણીમાં જે 30 બેઠકો પર માર્જિન 10,000થી ઓછું હતું તેમાં જમ્મુ અને કાશ્મીરની અનંતનાગ બેઠકની સાથે જ આંદામાન અને નિકોબાર, અરામબાગ, ઔરંગાબાદ, ભોંગિર, બર્દવાન-દુર્ગાપુર, ચામરાજનગર, ચિદમ્બરમ બેઠક સામેલ છે. દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, ગુંટૂર, જહાનાબાદ, કાંકેર, ખુંટી, કોરાપુટ (ST), લક્ષદ્વીપ, મછલીશેહર, માલદા દક્ષિણ, મેરઠ અને મિઝોરમમાં પણ હાર-જીતનું માર્જિન 10,000થી ઓછું રહ્યું હતું. મુઝફ્ફરનગર, રોહતક, સંબલપુર, શ્રાવસ્તી, ગોવા દક્ષિણ, શ્રીકાકુલમ, વેલ્લોર, વિજયવાડા તેમજ વિશાખાપટ્ટનમ અને ઝહીરાબાદ બેઠકો પર પણ વિજેતા અને ઉપવિજેતા વચ્ચેના મતોનું અંતર 10 હજારથી ઓછું રહ્યું હતું.

ક્લોઝ કોન્ટેસ્ટમાં કોને કેટલી બેઠક મળી હતી

ક્લોઝ કોન્ટેસ્ટમાં ભાજપની આગેવાની હેઠળની NDA ભારી પડી હતી. NDAને 30માંથી 15 બેઠકો પર જીત મળી હતી. ભાજપને 10, ટીડીપી ત્રણ, જેડીયુ અને એનસીપીને ક્લોઝ કોન્ટેસ્ટમાં એક-એક બેઠકો પર જીત મળી હતી. જો આપણે વિપક્ષી I.N.D.I.A. બ્લોકની વાત કરીએ તો તેને 10 હજારથી ઓછા માર્જિન વાળી 8 બેઠકો પર જીત મળી હતી. કોંગ્રેસને પાંચ, ડીએમકેને એક, વીસીકેને એક અને તૃણમૂલ કોંગ્રેસને એક બેઠક પર જીત મળી હતી. અન્યના હિસ્સામાં પણ સાત બેઠકો આવી હતી જેમાં AIMIM, BSP અને BRSએ એક-એક બેઠક પર જીત મળી હતી.

10 હજારથી ઓછા માર્જિન વાળી બેઠકો

NDA- 15

ભાજપ- 10

ટીડીપી- 3

જેડીયુ- 1

એનસીપી- 1

I.N.D.I.A. બ્લોક- 8

કોંગ્રેસ- 5

ડીએમકે- 1

વીસીકે- 1

તૃણમૂલ કોંગ્રેસ- 1

અન્ય- 7

AIMIM- 1 

બસપા- 1

બીઆરએસ- 1

2019ની ચૂંટણીમાં 14 બેઠકો એવી પણ હતી જ્યાં જીત અને હાર વચ્ચેનું માર્જિન પાંચ હજારથી પણ ઓછું રહ્યું હતું. તેમાંથી 8 બેઠકો પર NDA અને ચાર પર I.N.D.I.A. બ્લોકના ઉમેદવાર જીત્યા હતા. ભાજપના પાંચ ઉમેદવારો, ટીડીપી, જેડીયુ અને એનસીપીના એક-એક ઉમેદવાર પાંચ હજારથી ઓછા મતોથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. I.N.D.I.A. બ્લોકની વાત કરીએ તો કોંગ્રેસને બે બેઠકો પર જીત મળી હતી અને VCK અને તૃણમૂલ કોંગ્રેસને એક-એક બેઠકો પર જીત મળી હતી. AIMIMએ પાંચ હજારથી ઓછા માર્જિનથી એક બેઠક જીતી હતી. યુપીની મછલીશહર અને લક્ષદ્વીપ બેઠકો પર જીત અને હાર વચ્ચેનું માર્જિન એક હજાર વોટ કરતા પણ ઓછું રહ્યું હતું. 

1 લાખ વોટથી વધુના માર્જિનથી થયો હતો 371 બેઠકનો નિર્ણય

લોકસભા ચૂંટણી 2019માં 543માંથી 371 બેઠકો એવી હતી કે જેના સાંસદનો નિર્ણય એક લાખથી વધુ મતોના માર્જિનથી થયો હતો. જેમાંથી NDAને 259 બેઠકો, I.N.D.I.A. બ્લોકને 78 અને અન્યને 34 બેઠકો મળી હતી. NDAની વાત કરીએ તો એકલા ભાજપના 226 ઉમેદવારો એક લાખથી વધુ મતોના માર્જિનથી જીત્યા હતા. જેડીયુના 13, શિવસેનાના 11, એલજેપીના 6 અને અપના દળ (સોનેલાલ)ના એક ઉમેદવારvs એક લાખથી વધુ મતોના માર્જિનથી જીત મળી હતી. 

વિપક્ષી I.N.D.I.A. બ્લોકની કોંગ્રેસ અને ડીએમકેએ 22-22, તૃણમૂલ કોંગ્રેસને 16 બેઠકો પર એક લાખથી વધુ મતોના માર્જિનથી જીત મળી હતી. આ કેટેગરીની 4 બેઠકો પર શિવસેના યુબીટી, 3-3 બેઠકો પર IUML અને સમાજવાદી પાર્ટી, 2-2 બેઠકો પર NCP (શરદ પવાર) અને CPIM, 1-1 બેઠક RSP, આમ આદમી પાર્ટી, RLTP અને સીપીઆઈ ઉમેદવારો જીત્યા હતા. BJDના 6, BRSના 5, બસપાના 4, AIUDF અને AIMIMના 1-1 ઉમેદવારો એક લાખથી વધુ મતોથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા.


Google NewsGoogle News