લોકસભાની ચૂંટણીમાં ટીડીપીના ઉમેદવાર સૌથી ધનિક, બીજા ક્રમે ભાજપના કોન્ડા રેડ્ડી, જુઓ યાદી

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
લોકસભાની ચૂંટણીમાં ટીડીપીના ઉમેદવાર સૌથી ધનિક, બીજા ક્રમે ભાજપના કોન્ડા રેડ્ડી, જુઓ યાદી 1 - image


Lok Sabha Elections 2024: જે પણ પક્ષના ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે તેમાં સૌથી ધનિક ઉમેદવાર ટીડીપીના ચંદ્રશેખર પેમ્માસાની છે. જેમની પાસે 5705 કરોડ રૂપિયાની સંપત્તિ છે. લોકસભાની ચૂંટણીમાં કુલ 8360 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેમાં સૌથી ધનીક ચંદ્રશેખર હોવાનું એડીઆરના રિપોર્ટમાં સામે આવ્યું છે. તેઓ આંધ્ર પ્રદેશના ગુંતુરની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. 

ભાજપના કોન્ડા રેડ્ડી બીજા ક્રમના સૌથી ધનિક નેતા

જ્યારે ભાજપના કોન્ડા વિશ્વેશ્વર રેડ્ડી પાસે પણ 4568 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેઓ તમામ ઉમેદવારોમાં બીજા ક્રમના સૌથી ધનિક નેતા છે. રેડ્ડી તેલંગાણાની ચેવેલ્લા બેઠક પરથી લોકસભાની ચૂંટણી  લડી રહ્યા છે. ત્રીજા ક્રમે ભાજપના પલ્લવી શ્રીનિવાસ ડેમ્પો છે જેમની સંપત્તિ આશરે 1361 કરોડ રૂપિયા છે અને તેઓ ગોવામાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે હરિયાણાના કુરુક્ષેત્રથી ભાજપના ઉમેદવાર અને ઉદ્યોગપતિ નવીન જિંદલ પાસે 1241 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 

એડીઆર દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં  આવ્યો

મધ્ય પ્રદેશના છિંદવાડાની લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અને પુર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલનાથની સંપત્તિ 716 કરોડ રૂપિયા છે. ચૂંટણી પંચ સમક્ષ ઉમેદવારો દ્વારા પોતાની સંપત્તિ જાહેર કરવામાં આવી હોય તેના આધારે એડીઆર દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં  આવ્યો છે. આંધ્રના નેલ્લોરના ટીડીપીના ઉમેદવાર પ્રભાકર રેડ્ડી પાસે પણ 716 કરોડ રૂપિયાની સંપત્તિ છે. અન્ય સૌથી વધુ સંપત્તિ ધરાવતા ઉમેદવારોમાં એઆઈએડીએમકેના અશોક કુમાર પાસે 662 કરોડ, કોંગ્રેસના સ્ટાર ચંતુ પાસે 622 કરોડ, ડી. કે. સુરેશ પાસે 593 કરોડ, ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્યનાથ સિંધિયા પાસે 424 કરોડ, બીજેડીના સંતૃપ્ત મિશ્રા પાસે 482 કરોડ, કોંગ્રેસના છત્રપતિ શાહુ પાસે 342 કરોડ, ભાજપના મથુરાના ઉમેદવાર હેમા માલિની પાસે 278 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

લોકસભાની ચૂંટણીમાં ટીડીપીના ઉમેદવાર સૌથી ધનિક, બીજા ક્રમે ભાજપના કોન્ડા રેડ્ડી, જુઓ યાદી 2 - image



Google NewsGoogle News