Get The App

અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસના ઉમેદવારનું નામ હજી નક્કી નહીં: આંતરિક કમઠાણ કે બંધ બાજીની રમત?

Updated: May 1st, 2024


Google NewsGoogle News
અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસના ઉમેદવારનું નામ હજી નક્કી નહીં: આંતરિક કમઠાણ કે બંધ બાજીની રમત? 1 - image


Image Source: Twitter

Lok sabha election 2024: ઉત્તર પ્રદેશની ચર્ચિત અને સૌથી હાઈપ્રોફાઈલ લોકસભા બેઠક અમેઠી અને રાયબરેલીમાં ઉમેદવારી પત્ર ભરવામાં હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ સુધી આ બેઠકો પર ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા. છેલ્લા ઘણા સમયથી આ અંગે અટકળો ચાલુ છે કે, આ બંને બેઠકો પરથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ચૂંટણી લડે છે. જોકે, સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી છે કે, પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડશે. તેઓ માત્ર પ્રચાર કરશે. 

કોંગ્રેસ કાર્યકર્તાઓના ધરણા

અમેઠી લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે ગાંધી પરિવારના સભ્યના નામની જાહેરાત ન થવાથી નારાજ કોંગ્રેસના કાર્યકરોએ આજથી ગૌરીગંજ સ્થિત કેન્દ્રીય કાર્યાલય પર ધરણા શરૂ કર્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, પાર્ટી અમેઠી અને રાયબરેલીના ઉમેદવારો નક્કી કરવાના અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં નામ જાહેર કરી દેવામાં આવશે. 

અમેઠીમાં અને રાયબેરેલીમાં 26 એપ્રિલથી ઉમેદવારી નોંધાવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે ત્રણ મે સુધી ચાલશે. પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા. ભાજપે ફરી એક વખત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને અમેઠીથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. સ્મૃતિ ઈરાનીએ 29 એપ્રિલે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધુ છે. ભાજપે હજુ સુધી રાયબરેલીથી પોતાનો ઉમેદવાર જાહેર નથી કર્યો.

CECની બેઠકમાં ઉઠ્યો હતો મુદ્દો

કોંગ્રેસના ઉત્તર પ્રદેશ પ્રભારી અવિનાશ પાંડે અને વિધાનસભ્ય પક્ષના નેતા આરાધના મિશ્રાએ તાજેતરમાં પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં નેતૃત્વને વિનંતી કરી હતી કે અમેઠીથી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને રાયબરેલીથી ચૂંટણી મેદાનમાં ઉતારવા જોઈએ. જોકે આ અંગે કોઈ નિર્ણય નથી લેવાયો.

રાહુલ-પ્રિયંકાને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો આગ્રહ

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને અમેઠી અને રાયબરેલીના સ્થાનિક કોંગ્રેસના નેતાઓએ તાજેતરમાં જ નેતૃત્વને વિનંતી કરી હતી કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આ બેઠકો પરથી ચૂંટણી લડવી જોઈએ. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ વખતે રાયબરેલીથી ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો છે અને તેઓ રાજસ્થાનથી રાજ્યસભામાં ચૂંટાયા છે. તેમણે બે દાયકા સુધી રાયબરેલી સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું છે.


Google NewsGoogle News