બારામતીના રાજકારણમાં કોઈ મોટો ટ્વિસ્ટ આવશે ? અજીત પવારના ઘરે પહોંચ્યા બહેન સુપ્રિયા સુલે
Image: NCP Twitter
Baramati Lok Sabha Election 2024: લોકસભા
ચૂંટણીના ત્રીજા તબક્કામાં બારામતી સીટ પર મતદાન ચાલી રહ્યું છે. બારામતી લોકસભા
સીટ પરથી શરદ પવાર જૂથના ઉમેદવાર સુપ્રિયા સુલે કાટેવાડીમાં અજિત પવારના ઘરે
પહોંચ્યા છે. અજિત પવાર અને તેમની માતા કાટેવાડીમાં છે, સુપ્રિયા સુલે તેમને મળવા એકલા
કાટેવાડી ગયા છે. આ મુલાકાતે બારામતીના રાજકારણમાં એક મોટો વળાંક આવ્યો.
બારામતીમાં સુપ્રિયા સુલે અને સુનેત્રા પવાર વચ્ચે મુકાબલો છે.
આ દિગ્ગજોએ મહારાષ્ટ્રમાં મતદાન કર્યું
વહેલી સવારે મતદાન કરનારાઓમાં રાજ્યના નાયબ
મુખ્ય મંત્રી અજિત પવાર, તેમની પત્ની સુનેત્રા પવાર, જેઓ બારામતીથી એનસીપીના ઉમેદવાર છે અને
તેમની માતા આશા પવાર હતા. તેમણે પુણે જિલ્લાના બારામતી લોકસભા મતવિસ્તારના મતદાન
મથક પર પોતાનો મત આપ્યો હતો.
સુનેત્રા પવાર વર્તમાન સાંસદ સુપ્રિયા સુલે
બારામતીથી ચૂંટણી લડી રહ્યા છે. બારામતી લોકસભા મતવિસ્તાર પરંપરાગત રીતે શરદ પવાર
અને તેમની પુત્રી સુપ્રિયા સુલેનો ગઢ રહ્યો છે
NCP
(SP)ના વડા શરદ પવાર, તેમની પત્ની પ્રતિભા, પુત્રી સુપ્રિયા
સુલે અને તેમનો પરિવાર, ધારાસભ્ય રોહિત પવાર અને તેમના પરિવારે પણ બારામતીમાં મતદાન કર્યું
હતું. આ સિવાય રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખે લાતુરમાં મતદાન કર્યું, જ્યારે
કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ સિંધુદુર્ગમાં પોતાનો મત આપ્યો.
રિતેશ દેશમુખ કોંગ્રેસના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિલાસરાવ દેશમુખના પુત્ર છે. રાણે રત્નાગીરી-સિંધુદુર્ગ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. અગ્રણી ઉમેદવારોમાં કોલ્હાપુરમાં કોંગ્રેસના રાજવી પરિવારના શાહુ છત્રપતિ અને સાતારામાં ભાજપના ઉદયનરાજે ભોસલેનો પણ સમાવેશ થાય છે.
શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે 2009થી બારામતીમાં સતત જીતી રહી છે. સુલેના હરીફ સુનેત્રા પવાર રાજકારણમાં પ્રમાણમાં નવા છે. શરદ પવારથી અલગ થયા બાદ અજિત જૂથને NCP પાર્ટી અને સિમ્બોલ મળી ગયું છે. આ પછી શરદ પવાર નવા ચૂંટણી સિમ્બોલ અને પાર્ટી સાથે મેદાનમાં છે.