Lok Sabha Elections 2024 : સાત તબક્કામાં ક્યારે, કયા રાજ્યમાં થશે મતદાન? જુઓ સમગ્ર કાર્યક્રમ
ગુજરાતમાં માત્ર એક જ તબક્કામાં તમામ બેઠકો પર થશે મતદાન
ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં મતદાન
Lok Sabha Election Date : ચૂંટણી પંચે આજે દેશમાં લોકસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરવા ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અને પેટા-ચૂંટણીની પણ તારીખનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. દેશમાં 19 એપ્રિલથી શરૂ થનાર મતદાન કુલ સાત તબક્કમાં યોજાશે, જ્યારે ચાર જૂને પરિણામ જાહેર કરાશે. આ ઉપરાંત ચૂંટણી પંચના જણાવ્યા મુજબ આ વખતે મતદારોની સંખ્યાની સાથે સાથે યુવા મતદારોની પણ સંખ્યામાં વધારો થયો છે.
જાણો કયા રાજ્યોમાં કેટલી બેઠકો અને કયા તબક્કામાં યોજાશે ચૂંટણી
- પ્રથમ તબક્કામાં 102 બેઠક પર 19 એપ્રિલ : તમિલનાડુ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, મણિપુર, ત્રિપુરા, અંદમાન નિકોબાર, લક્ષ્યદ્વીપ, પોંડિચેરી, મહારાષ્ટ્ર, બિહાર, આસામ, પશ્ચિમ બંગાળ
- બીજા તબક્કામાં 89 બેઠકો પર 26 એપ્રિલ : કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, મણિપુર
- ત્રીજા તબક્કામાં 94 બેઠકો પર 07 મે : ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, બિહાર, અસમ, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, દાદરા અને નગર હવેલી, ગોવા
- ચોથા તબક્કામાં 96 બેઠકો પર 13 મે : આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડિશા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર
- પાંચમા તબક્કામાં 49 બેઠકો પર 20 મે : મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદાખ
- છઠ્ઠા તબક્કામાં 57 બેઠકો પર 25 મે : ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, દિલ્હી
- સાતમાં તબક્કામાં 57 બેઠકો પર 01 જૂન : ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, ચંદીગઢ, પંજાબ, હિમાચલ પ્રદેશ
- દેશમાં લોકસભા ચૂંટણી પરિણામોની સાથે વિધાનસભાની ચૂંટણી પણ પરિણામ જાહેર થશે.
ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી
1... આંધ્રપ્રદેશમાં ચોથા તબક્કામાં વિધાનસભાની ચૂંટણી માટે 13 મેના રોજ મતદાન યોજાશે. 18 એપ્રિલે નામાંકન પ્રક્રિયા, ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 25 માર્ચ, ઉમેદવારીપત્ર પરત ખેંચવાની તારીખ 29 એપ્રિલ રહેશે, ચોથી જૂને પરિણામ જાહેર થશે.
2... સિક્કીમ વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન યોજાશે. 20 માર્ચે નામાંકન પ્રક્રિયા, ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ, ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ 30 માર્ચ રહેશે, ચોથી જૂને પરિણામ જાહેર થશે.
3... અરૂણાચલ પ્રદેશ વિધાનસભાની પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે ચૂંટણી યોજાશે, જેમાં 20 માર્ચે નામાંકન પ્રક્રિયા હાથ ધરાશે. જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ, જ્યારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ 30 માર્ચ રહેશે.
4... દેશભરમાં લોકસભા ચૂંટણીનું સાત તબક્કામાં મતદાન યોજાવાનું છે, ત્યારે ઓડિશા વિધાનસભાની ચૂંટણી ચાર તબક્કામાં યોજાશે, રાજ્યમાં ચોથા તબક્કામાં 13 મે, પાંચમાં તબક્કામાં 20 મે, છઠ્ઠા તબક્કામાં 25 મે અને સાતમાં તબક્કામાં પહેલી જૂને મતદાન યોજાશે.
આજથી જ આચારસંહિતા લાગુ
ચૂંટણીની તારીખો જાહેર થવાની સાથે જ આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે. આ વખતે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કર્યો છે. આ પહેલા 2004માં 29 ફેબ્રુઆરી, 2009માં 2 માર્ચ અને 2014માં પાંચ માર્ચે અને 2019માં 10 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. આ સાથે આજથી જ આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના નેતૃત્વમાં NDA ગઠબંધન અને વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A. વચ્ચે જોરદાર જંગ જામવાનો છે. વડાપ્રધાન મોદીએ ભાજપ માટે 'અબ કી બાર 400 પાર' નું લક્ષ્ય રાખ્યું છે ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી સાથીઓએ પણ ત્રીજી વખત લોકસભામાં વડાપ્રધાન મોદીના વિજય રથને રોકવાની તૈયારી કરી લીધી છે.
ગુજરાતની 26 બેઠકો પર 7 મેએ મતદાન
ગુજરાતમાં સાતમી મેના રોજ લોકસભાની 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે. આ ઉપરાંત ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી (Gujarat By Election Date) પણ સાતમી મેના રોજ જ મતદાન થશે. રાજ્યમાં 12 એપ્રિલે નોટિફિકેશન જાહેર થશે, ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ નિર્ધારીત કરાઈ છે. રાજ્યની ચૂંટણીઓના પરિણામો ચોથી જૂને જાહેર થશે.
96.88 કરોડ મતદારો
આ વખતની ચૂંટણીમાં દેશમાં કુલ 96.88 કરોડ મતદારો રજિસ્ટર્ડ (Total Voters Registered) થયા છે, જેમાં પુરુષ મતદારો 49.72 કરોડ, મહિલા મતદારો 47.15 કરોડ, થર્ડ જેન્ડર 48044, 18 વર્ષથી ઓછી વયના મતદારો 1.84 કરોડ, 20 થી 29 ઓછી વયના મતદારો 19.74 કરોડ, વિકલાંગ મતદારો 88.35 લાખ, 80થી વધુ વયના મતદારો 1.85 કરોડ, 100થી વધુ વયના 2.38 લાખ મતદારો રજિસ્ટર્ડ થયા છે.
કુલ 543 બેઠકો પર યોજાશે લોકસભા ચૂંટણી
- 1. આંધ્ર પ્રદેશ - 42
- 2. અરુણાચલ પ્રદેશ - 02
- 3. આસામ - 14
- 4. બિહાર - 40
- 5. છત્તીસગઢ - 11
- 6. ગોવા- 02
- 7. ગુજરાત - 26
- 8. હરિયાણા - 10
- 9. હિમાચલ પ્રદેશ - 04
- 10. જમ્મુ અને કાશ્મીર - 6
- 11. ઝારખંડ - 14
- 12. કર્ણાટક - 28
- 13. કેરળ - 20
- 14. મધ્ય પ્રદેશ - 29
- 15. મહારાષ્ટ્ર - 48
- 16. મણિપુર - 02
- 17. મેઘાલય - 02
- 18. મિઝોરમ - 01
- 19. નાગાલેન્ડ - 01
- 20. ઓરિસ્સા - 21
- 21. પંજાબ - 13
- 22. રાજસ્થાન - 25
- 23. સિક્કિમ - 01
- 24. તમિલનાડુ - 39
- 25. ત્રિપુરા - 02
- 26. ઉત્તરાખંડ - 05
- 27. ઉત્તર પ્રદેશ - 80
- 28. પશ્ચિમ બંગાળ - 42
- કેન્દ્રશાસિત પ્રદેશો
- 01. આંદામાન અને નિકોબાર ટાપુઓ - 01
- 02. ચંદીગઢ - 01
- 03. દાદરા અને નગર હવેલી - 01
- 04. દિલ્હી - 07
- 05. દમણ અને દીવ - 01
- 06. લક્ષદ્વીપ - 01
- 07. પુડુચેરી - 01