Get The App

રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં કંઈ બેઠક પરથી લડશે? કોંગ્રેસે CPIને આપ્યો જવાબ

લોકસભા ચૂંટણી અંગે ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ દળોનો સૌથી મોટો સવાલ સીટ શેયરિંગનો

CPIએ સીટ શેયરિંગની ચર્ચા વચ્ચે વાયનાડ બેઠક અંગે નિવેદન આપી કોંગ્રેસને ઝટકો આપ્યો

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
રાહુલ ગાંધી લોકસભા ચૂંટણીમાં કંઈ બેઠક પરથી લડશે? કોંગ્રેસે CPIને આપ્યો જવાબ 1 - image


Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીની તૈયારી વચ્ચે એવી ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કંઈ બેઠક પરથી ચૂંટણી લશે ? ત્યારે સૂત્રોએ જણાવ્યું છે કે, રાહુલ વાયનાડ બેઠક પરથી ફરી ચૂંટણી મેદાનમાં ઉતરશે. ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (CPI)એ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વાયનાડ બેઠક છોડવા કહ્યું હતું. 

વાયનાડ બેઠક મામલે કોંગ્રેસ અને સીપીઆઈ સામ સામે

રાહુલ ગાંધી (Rahul Gandhi) વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ઉત્તરપ્રદેશની અમેઠી (Amethi in Uttar Pradesh ) અને કેરળની વાયનાડ (Wayanad in Kerala) બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેઓ અમેઠીમાં હારી ગયા, પરંતુ વાયનાડમાં 4 લાખ કરતા વધુ મતોથી જીત નોંધાવી હતી. હવે આ વખતની ચૂંટણીમાં વાયનાડ બેઠક મામલે કોંગ્રેસ (Congress) અને CPI સામ સામે આવી ગયા છે, તો અમેઠી બેઠકમાં પણ સસ્પેન્સ યથાવત્ છે. કોંગ્રેસે અમેઠી મામલે હજુ સુધી વલણ સ્પષ્ટ કર્યું નથી. ગત ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની વાયનાડમાંથી જીત્યા હતા.

‘રાહુલ ગાંધી વાયનાડમાંથી જ ચૂંટણી લડશે’

કેરળ કોંગ્રેસના પ્રભારી તારિક અનવરે પણ નવેમ્બરમાં કહ્યું હતું કે, રાહુલ ગાંધી ફરી વાયનાડથી લોકસભા ચૂંટણી લડશે. તેમને વાયનાડના લોકો સાથે ખુબ લાગણી છે.

કેરળની લોકસભા બેઠકોની સ્થિતિ ?

2019માં કેરળમાં કુલ 20 લોકસભા બેઠકોમાંથી કોંગ્રેસના નેતૃત્વ હેઠળની UDFએ અલાપ્પુઝા સિવાય 19 બેઠકો જીતી હતી. ત્યારબાદ કોંગ્રેસની સહયોગી કેરળ કોંગ્રેસ (મણિ) પાર્ટી નોખી પડી ગયા બાદ હવે થૉમસ ચાજિકાદાન વામ લોકતાંત્રિક મોર્ચાના સાંસદ છે. ઉલ્લેખનિય છે કે, લોકસભા ચૂંટણી અંગે કોંગ્રેસ, TMC, DMK, આમ આદમી પાર્ટી ઉપરાંત ઘણા પક્ષો ધરાવતા ઈન્ડિયા ગઠબંધન (I.N.D.I.A. Alliance)માં સૌથી મોટો સવાલ સીટ શેયરિંગનો ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સીટ શેયરિંગની ચર્ચાઓ અને અહેવાલો સામે આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નિવેડો સામે આવ્યો છે.


Google NewsGoogle News