Get The App

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં પ્રતિષ્ઠાની લડાઈ, બે હાઈપ્રોફાઇલ બેઠકો પર દેશ જ નહીં દુનિયાની નજર

Updated: May 28th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં પ્રતિષ્ઠાની લડાઈ, બે હાઈપ્રોફાઇલ બેઠકો પર દેશ જ નહીં દુનિયાની નજર 1 - image


Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024ના અંતિમ તબક્કામાં વારાણસી અને ગોરખપુર સહિત કુલ 13 બેઠકો પર ચૂંટણી યોજાશે. છેલ્લા તબક્કાના 13 લોકસભા મતવિસ્તારોમાં આવતા 65 વિધાનસભા મતવિસ્તારોમાં ભાજપ અને તેના સહયોગીઓ પાસે 52 બેઠકો છે. સપા અને કોંગ્રેસના ખાતામાં માત્ર 12 બેઠકો છે. સપા અને કોંગ્રેસના ખાતામાં માત્ર 12 બેઠકો છે, જ્યારે બસપા પાસે આખા રાજ્યમાં જે એકમાત્ર બેઠક છે તે બલિયાની રસડા છે. ગોરખપુર, દેવરિયા, બાંસગાંવ અને રોબર્ટસગંજ લોકસભા બેઠકો એવી છે કે જ્યાંની તમામ પાંચ વિધાનસભા બેઠકો ભાજપ પાસે છે. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં બે હાઈપ્રોફાઇલ બેઠકો વારાણસી અને ગોરખપુર પર દેશ જ નહીં દુનિયાની નજર છે. 

પૂર્વાંચલની 13 બેઠકો પર 1 જૂનના રોજ મતદાન

પૂર્વાંચલની 13 બેઠકો પર 1 જૂનના રોજ મતદાન થશે. આ તબક્કામાં દેશ અને દુનિયાની નજર છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હેટ્રિક ફટકારવા વારાણસીથી મેદાનમાં ઉતર્યા છે. I.N.D.I.A.થી કોંગ્રેસના ઉમેદવાર અજય રાય સતત ચોથી વખત વારાણસી બેઠક પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. પાંચ વિધાનસભા બેઠકોમાંથી ચાર ભાજપ પાસે અને એક અપના દળ પાસે છે. આ જ તબક્કામાં ગોરખપુરમાં પણ ચૂંટણી છે. આ બેઠક 1989થી ગોરક્ષ પીઠની પાસે છે.

યોગી આદિત્યનાથ સતત પાંચ વખત રહ્યા સાંસદ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતે 1998થી 2014 સુધી સતત પાંચ વખત સાંસદ રહ્યા છે. માત્ર 2018ની પેટા ચૂંટણીમાં સપાએ ભાજપ પાસેથી આ બેઠક છીનવી લીધી હતી. આ ચૂંટણી યોગી આદિત્યનાથના મુખ્યમંત્રી બન્યા બાદ તેમના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર યોજાઈ હતી. પ્રવીણ નિષાદ અહીંથી પહેલીવાર સાંસદ બન્યા હતા. જો કે, 2019ની ચૂંટણીમાં તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા અને સંત કબીર નગરથી સાંસદ બન્યા હતા. અહીં ભાજપથી સતત બીજી વખત રવિન્દ્ર શુક્લા ઉર્ફે રવિ કિશન મેદાનમાં ઉતર્યા છે. તેમનો મુકાબલો સપાની કાજલ નિષાદ કરશે. 

આ લોકસભા મતવિસ્તારની પાંચેય વિધાનસભા બેઠકો પર કમળ ખીલ્યું છે. મહારાજગંજમાં પણ ભાજપના ઉમેદવાર પંકજ ચૌધરીએ હેટ્રિક માટે ઉતર્યા છે. કોંગ્રેસે અહીં ફરેંડાના ધારાસભ્ય વિરેન્દ્ર ચૌધરીને ટિકિટ આપી છે. અહીંની વિધાનસભા બેઠકોમાં ભાજપ પાસે ત્રણ, કોંગ્રેસ અને નિષાદ પાર્ટી પાસે એક-એક બેઠક છે. કુશીનગરથી ભાજપના ઉમેદવાર વિજય કુમાર દુબે અને સપાથી અજય પ્રતાપ સિંહ ચૂંટણી મેદાનમાં છે.

રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્ય પણ અહીં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. વિધાનસભા બેઠકોમાં ચારમાં ભાજપ અને એકમાં નિષાદ પાર્ટીનો કબજો છે. દેવરિયામાં ભાજપના શશાંક મણિ ત્રિપાઠી ચૂંટણી મેદાનમાં છે જ્યારે આ બેઠક પણ ગઠબંધનમાં કોંગ્રેસ પાસે છે. અહીંથી અખિલેશ પ્રતાપ સિંહ ચૂંટણી લડી રહ્યા છે. વર્ષ 2014 અને 2019માં પણ આ બેઠક ભાજપ પાસે જ હતી. આ બેઠક કમળ માટે એટલા માટે પણ મજબૂત છે કારણ કે અહીંની પાંચેય વિધાનસભા બેઠકો પર ભાજપનો કબજો છે.

બાંસગાંવ લોકસભા બેઠકનો રસપ્રદ જંગ 

બાંસગાંવ લોકસભા બેઠકની લડાઈ આ વખતે રસપ્રદ છે. અહીં ભાજપના કમલેશ પાસવાન સતત ત્રણ વખત જીત્યા બાદ ચોથી વખત મેદાનમાં છે. કોંગ્રેસે સદલ પ્રસાદને ટિકિટ આપી છે. સદલ પ્રસાદે 2019માં પણ બસપા અને સપા ગઠબંધનથી ચૂંટણી લડી હતી. આ બેઠક પણ ભાજપ માટે મજબૂત છે. અહીં પણ પાંચેય ધારાસભ્યો ભાજપના છે. ઘોષી બેઠક ભાજપે ગઠબંધન સાથી સુભાસપા (સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી)ને આપી છે. અહીંથી સુભાસપા પ્રમુખ ઓમ પ્રકાશ રાજભરના પુત્ર અરવિંદ રાજભર ચૂંટણી લડી રહ્યા છે.

સપાએ રાજીવ રાયને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. 2019માં બસપા જીતી હતી. બસપાએ બાલકૃષ્ણ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. પાંચ વિધાનસભા બેઠકોમાંથી સપા પાસે બે, ભાજપ, સુભાસપા અને બસપા પાસે એક-એક બેઠક છે. સલેમપુર બેઠક પરથી ભાજપના રવિન્દ્ર કુશવાહા હેટ્રિક ફટકારવા માટે ત્રીજી વખત મેદાનમાં ઉતાર્યા છે. સપાએ અહીં રમાશંકર રાજભરને ટિકિટ આપી છે. પાંચ વિધાનસભા બેઠકોમાંથી ભાજપ પાસે ત્રણ, સપા અને સુભાસપા પાસે એક-એક બેઠક છે. બલિયા બેઠક પરથી પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના પુત્ર નીરજ શેખર મેદાનમાં છે, ત્યારે સપાએ સનાતન પાંડે પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અહીં પાંચમાંથી ત્રણ બેઠકો સપા પાસે છે.

ભાજપ અને સુભાસપા પાસે એક-એક બેઠક છે. ગાઝીપુર બેઠકની ચૂંટણી પણ આ વખતે મહત્વની છે. મુખ્તાર અન્સારીના ભાઈ અફઝલ અન્સારી સપાની ટિકિટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ગત વખતે તેઓ અહીં બસપામાંથી સાંસદ બન્યા હતા. આ વખતે ભાજપે પારસ નાથ રાયને અને બસપાએ ઉમેશ સિંહને ટિકિટ આપી છે. અહીં, સપા પાસે ચાર બેઠકો પર ધારાસભ્યો છે જ્યારે સુભાસપા પાસે એક બેઠક છે. ચંદૌલીથી કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર નાથ પાંડે હેટ્રિક ફટકારવા માટે  ઉતર્યા છે. સપાએ વીરેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. પાંચેય બેઠકોમાંથી ચાર ભાજપ પાસે અને એક સપા પાસે છે. ભાજપે મિર્ઝાપુર અને રોબર્ટસગંજ લોકસભા બેઠકો તેના સહયોગી અપના દળ (એસ)ને આપી છે. મિર્ઝાપુરથી અનુપ્રિયા પટેલ પણ હેટ્રિક ફટકારવા માટે મેદાનમાં છે.

સપાએ ભાજપના ભદોહીના સાંસદ રમેશ બિંદને ટિકિટ આપી છે. અહીંની પાંચ વિધાનસભા બેઠકોમાંથી ભાજપ પાસે ત્રણ, અપના દળ અને નિષાદ પાર્ટી પાસે એક-એક બેઠક છે. રોબર્ટસગંજ બેઠક પર અપના દળે છાનબેના ધારાસભ્ય રિંકી કોલને ટિકિટ આપી છે. સપાએ ભાજપના પૂર્વ સાંસદ છોટેલાલ ખરવારને ઉમેદવાર બનાવ્યા છે. વર્ષ 2014માં ખરવાર ભાજપની ટિકિટ પરથી રોબર્ટસગંજથી ચૂંટણી જીત્યા હતા. અહીંની પાંચેય વિધાનસભાઓ પર ભાજપનો કબજો છે.


Google NewsGoogle News