Get The App

લોકસભા ચૂંટણી : ગુજરાતમાં 59.49 ટકા મતદાન નોંધાયું, 10 વર્ષમાં સૌથી ઓછું

Updated: May 8th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી : ગુજરાતમાં 59.49 ટકા મતદાન નોંધાયું, 10 વર્ષમાં સૌથી ઓછું 1 - image


Lok Sabha Elections 2024: આજે ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક સહિત 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ 93 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. ગુજરાતની 25, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની 7, બિહારની 5, બંગાળ તેમજ આસામની 4-4 અને ગોવાની 2 બેઠકો પર મતદાન યોજાયું હતું. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. શાંતિપૂર્ણ રીતે ત્રીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે.

ELECTIONS UPDATES :

ગુજરાતની 25 લોકસભા બેઠક પર સરોરાશ 59.49 ટકા મતદાન નોંધાયું

ગત લોકસભા ચૂંટણી 2019ની સરખામણીએ આ વખતે ગુજરાતમાં ઓછું મતદાન થયું છે. લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં 59.49 ટકા જેટલું મતદાન થયું છે. જેમાં સૌથી વધુ મતદાન વલસાડમાં 72.24 ટકા અને સૌથી ઓછું અમરેલીમાં 49.22 ટકા નોંધાયું હતું. મહત્વનું છે કે ગત બે ટર્મ 2014 (63.66 ટકા) અને 2019 (64.12 ટકા) એટલે કે 10 વર્ષમાં સૌથી ઓછું મતદાન આ વખતે ગુજરાતમાં નોંધાયું છે. 

બેઠક2019ની ટકાવારી2024ની ટકાવારી
ગાંધીનગર65.5755.65%
કચ્છ (SC)58.22%55.05%
બનાસકાંઠા64.69%68.44%
પાટણ61.98%57.88%
અમદાવાદ પશ્ચિમ (SC)60.37%54.43%
રાજકોટ63.15%59.60%
પોરબંદર56.79%51.79%
જામનગર60.70%57.17%
આણંદ66.79%63.96%
ખેડા60.68%57.43%
પંચમહાલ61.73%58.65%
દાહોદ (ST)66.18%58.66%
ભરૂચ73.21%68.75%
બારડોલી (ST)73.57%64.59%
નવસારી66.10%59.66%
સાબરકાંઠા67.24%63.04%
અમદાવાદ પૂર્વ61.32%54.04%
ભાવનગર58.41%52.01%
વડોદરા67.8661.33%
છોટા ઉદેપુર73.44%67.78%
વલસાડ75.21%72.24%
જૂનાગઢ60.74%58.80%
સુરેન્દ્રનગર57.85%54.45%
મહેસાણા65.37%59.04%
અમરેલી55.75%49.22%
કુલ : 25 બેઠક64.12%59.49%


ગુજરાતની પાંચ વિધાનસભાની બેઠક પર સરેરાશ મતદાન

ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં સૌથી ઓછું માણાવદર બેઠક પર અને સૌથી વધુ વાઘોડિયા બેઠક પર મતદાન થયું હતું.


બેઠકસરેરાશ મતદાનની
ટકાવારી
વિજાપુર59.47%
ખંભાત59.90%
પોરબંદર57.78%
વાઘોડિયા70.20%
માણાવદર53.93%


ત્રીજા તબક્કામાં 11 રાજ્યોમાં સરેરાશ મતદાન

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં દેશની 93 બેઠકો પર મતદાન થયું હતું. આ બેઠકો પર સરેરાશ 61 ટકા જેટલું મતદાન થયું છે. આસામમાં સૌથી વધુ 73 અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 62 ટકા વોટિંગ થયું છે.

બેઠકસરેરાશ મતદાનની ટકાવારી
આસામ75.30%
બિહાર56.55%
છત્તીસગઢ67.16%
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ65.23%
ગોવા74.43%
ગુજરાત56.86%
કર્ણાટક68.69%
મધ્યપ્રદેશ63.36%
મહારાષ્ટ્ર54.98%
ઉત્તર પ્રદેશ57.34%
પશ્ચિમ બંગાળ73.93%


ઉનાના બાણેજમાં 100 ટકા મતદાન

ગીર સોમનાથ જિલ્લાના ઉના વિધાનસભા બેઠક પર સો ટકા મતદાન થયું છે. મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નંબર ત્રણમાં એક માત્ર મતદાર હરીદાસ બાપુએ મતદાન કરતા જ સો ટકા મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે દર ચૂંટણીમાં આ બુથ પર સો ટકા મતદાન થાય છે.

આ પણ વાંચો : PM મોદી, આનંદીબેન પટેલ, રૂપાલા, શક્તિસિંહ, ધાનાણી સહિતના ભાજપ-કોંગ્રેસના દિગ્ગજોએ કર્યું મતદાન

અમદાવાદમાં ગરમીના કારણે બપોરે મતદાન મથક સૂમસામ

હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતમાં મંગળવારે આકરી ગરમી પડી હતી. તો અમદાવાદમાં યલો એલર્ટ અપાયું હતું. આકરી ગરમી વચ્ચે અમદાવાદમાં મતદાન થયું હતું. જોકે, બપોરના સમયે ગરમીના કારણે મતદાન મથક સૂમસામ જોવા મળ્યા હતા.

તાપીમાં યુવકે અનોખા અંદાજમાં કર્યું મતદાન

બારડોલી લોકસભા બેઠકમાં આવતા સોનગઢ નગરમાં રાહુલ સોની નામનો યુવક વરરાજાનો ડ્રેસ પહેરીને ઢોલ નગારા સાથે ઘોડા પર સવાર થઈને મતદાન કરવા પહોંચ્યો હતો. રાહુલ નામના યુવકે આ રીતે લોકશાહીના પર્વની અનોખી ઉજવણી કરી હતી. હાલ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

લોકસભા ચૂંટણી : ગુજરાતમાં 59.49 ટકા મતદાન નોંધાયું, 10 વર્ષમાં સૌથી ઓછું 2 - image

સાંસદ પૂનમબેન માડમે પરિવાર સહિત કર્યું મતદાન

જામનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ પૂનમબેન માડમે આજે નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા મતદાન મથક પરથી પોતાના પરિવારજનો સાથે મતદાન કર્યું હતું. સાંસદ પૂનમબેન માડમની સાથે તેમના માતા દીનાબેન કે જેઓ ઉત્સાહભેર મતદાનની પ્રક્રિયામાં જોડાયા હતા. અને વ્હીલચેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત પૂનમબેન માડમના ભાભી શીતલબેન સહિતના અન્ય પરિવારજનો પણ મતદાનની પ્રક્રિયામાં જોડાયા હતા.

લોકસભા ચૂંટણી : ગુજરાતમાં 59.49 ટકા મતદાન નોંધાયું, 10 વર્ષમાં સૌથી ઓછું 3 - image

રિવાબા જાડેજાએ જામનગરમાં કર્યું મતદાન

ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નિ અને જામનગર 78 વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજાએ પંચવટી વિસ્તારમાં આવેલા મતદાન મથક પર મતદાન કર્યું હતું. આ સાથે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું હતું. જામનગરમાંથી ભાજપના વર્તમાન સાંસદ પૂનમબેન માડમ કોંગ્રેસના જેપી મારવિયા સામે ચૂંટણી લડી રહ્યા છે. 

લોકસભા ચૂંટણી : ગુજરાતમાં 59.49 ટકા મતદાન નોંધાયું, 10 વર્ષમાં સૌથી ઓછું 4 - image

આ પણ વાંચો : જામનગરમાં કોંગ્રેસ-ભાજપના દિગ્ગજો સહિત સાધુ-સંતોએ મતદાન કર્યું

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોરબંદરમાં કર્યું મતદાન

કેન્દ્રીય આરોગ્ય મંત્રી અને પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પોરબંદરની હનોલ પ્રાથમિક શાળાના બૂથ નંબર 12 પર મતદાન કર્યું હતું. કોંગ્રેસે આ બેઠક પરથી લલિત વસોયાને મેદાનમાં ઉતાર્યા છે.


ગુજરાતમાં આ મતદાન મથક પર ઈવીએમમાં ખામી સર્જાઈ

ગુજરાતમાં 25 લોકસભા અને પાંચ વિધાનસભા માટે મંગળવારે વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું. ત્યારે અનેક જગ્યાએ ઈવીએમમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં મોરબીમાં કન્યા છાત્રાલયમાં ઈવીએમ મશીન બગડતા મતદાન અટક્યું હતું. આ ઉપરાંત વડોદરાના સાવલીના કરચીયા ગામમાં બે મતદાન મથક પૈકી એક બૂથ પર ઈવીએમમાં ખામી સર્જાઈ હતી. આ સિવાય નવસારીમાં બૂથ નંબર નવ અને ભાવનગરમાં બૂથ નંબર 225 પર ઈવીએમમાં ખામી સર્જાતા મતદાન અટક્યું હતું.

રામભાઈ મોકરિયાની તબિયત લથડી

રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની તબિયત લથડી હતી. રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને મળવા રાજકોટથી અમરેલી જતા હતા તે દરમિયાન રસ્તામાં તેમની તબિયલ લથડી હતી. જેથી રામભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખાસે ખસેડવામાં આવ્યા હતા. 

• ગુજરાતના દિગ્ગજ નેતાઓએ પરિવાર સાથે કર્યું મતદાન


ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે કુલ મતદારોની સંખ્યા 4 કરોડથી વધુ

ગુજરાતની 26 લોકસભા બેઠકમાં કુલ મતદારોની સંખ્યા 4.97 કરોડ થવા જાય છે પરંતુ સુરત બેઠકને બાદ કરતાં 25 બેઠકોમાં મતદારોની સંખ્યા 4.80 કરોડ જેટલી થવા જાય છે. રાજ્યની કઈ લોકસભા બેઠકમાં કેટલા મતદારો છે તેની વિગતો આ પ્રમાણે છે.

લોકસભા ચૂંટણી : ગુજરાતમાં 59.49 ટકા મતદાન નોંધાયું, 10 વર્ષમાં સૌથી ઓછું 5 - image

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ કર્ણાટકમાં પોતાનો મત આપ્યો

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કલબુર્ગીના ગુંડુગુર્થી ગામમાં મતદાન મથક પર મતદાન કર્યું હતું. કાલેબુર્ગી બેઠક પરથી કોંગ્રેસે રાધાકૃષ્ણને અને ભાજપે ઉમેશજી જાધવને મેદાનમાં ઉતાર્યા છે.

આ પણ વાંચો : ભાજપના 6, કોંગ્રેસના 5 ઉમેદવારો પોતાને જ વોટ નહીં આપી શકે

સી.આર. પાટીલે પરિવાર સાથે કર્યું મતદાન

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર સી.આર.પાટીલે પરિવાર સાથે સુરતના ખાતે ભટાર વિસ્તારમાં બુનિયાદી શાળામાં મતદાન કર્યું હતું.

લોકસભા ચૂંટણી : ગુજરાતમાં 59.49 ટકા મતદાન નોંધાયું, 10 વર્ષમાં સૌથી ઓછું 6 - image

વડોદરા જિલ્લામાં પ્રથમ બે કલાકમાં 10 ટકા જેટલું મતદાન

વડોદરા શહેર અને જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ સવારે 7:00 વાગ્યાથી શરૂ થયો હતો. બપોરની આગ ઝરતી ગરમીમાં મતદાન કરવાના બદલે ઠંડા પહોરે સવારે મતદાન કરવા માટે મોટી સંખ્યામાં મતદારો બહાર નીકળ્યા હતા. પ્રથમ બે કલાકમાં 10 ટકા જેટલું મતદાન થયું હતું. વડોદરા લોકસભાની બેઠક માટે શહેર વિસ્તારના મતદાન મથકે મોટી સંખ્યામાં મતદારોની ભીડ જણાઈ હતી અનેક સતાયુ મતદારો પણ મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા હતા. મતદાન દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. શહેરમાં કેટલીક જગ્યાએ મોક ટેસ્ટ દરમિયાન ઇવીએમ ખોટો વાયા હોવા અંગેની ફરિયાદો બાદ ઇવીએમ બદલવામાં આવ્યા હતા અને ત્યારબાદ શાંતિ પૂર્વક મતદાન શરૂ થયું હતું. 

શરદ પવારે કર્યું મતદાન

NCPCP-SCPના વડા શરદ પવારે બારામતી બેઠક પર મતદાન કર્યું. મતદાન કર્યા બાદ બારામતીમાં મતદાન મથક છોડીને જતા રહ્યા. NCP-SCPએ બારામતી બેઠક પરથી સુપ્રિયા સુલેને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે NCPએ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારના પત્ની સુનેત્રા પવારને બારામતીથી મેદાનમાં ઉતાર્યા છે.

પશ્ચિમ બંગાળમાં મતદાન વચ્ચે હોબાળો 

પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદમાં લોકસભા ચૂંટણીના મતદાન વચ્ચે કોંગ્રેસ નેતાના ઘરે ક્રૂડ બોમ્બ ઝીંકાયાનો મામલો સામે આવ્યો હતો. અહીં ભાજપ અને કોંગ્રેસ તથા તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો બાખડી પડ્યા હતા.

લોકસભા ચૂંટણી : ગુજરાતમાં 59.49 ટકા મતદાન નોંધાયું, 10 વર્ષમાં સૌથી ઓછું 7 - image

ગૃહમંત્રી અમિત શાહે કર્યું મતદાન 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદી સાથે મતદાન વખતે હાજરી આપ્યા બાદ તેઓ પોતે પણ મતદાન કરવા પહોંચ્યા હતા. તેમણે આ દરમિયાન ભગવાન શંકરની પૂજા પણ કરી હતી.

ગુજરાતના નાણાંત્રી કનુ દેસાઈ સહ પરિવાર સાથે કર્યું મતદાન

વલસાડ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાજ્ય નાણામંત્રી કનુ દેસાઈએ સહ પરિવાર વાપીના મતદાન મથકથી કર્યું મતદાન. આ સાથે તેમણે રાજ્યના તમામ મતદારોને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી હતી. ત્યારે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન મથકે પહોંચ્યા હતા જેમાં સૌથી વધુ મહિલાઓ મતદાન મથકે મતદાન કરવા પહોંચી હતી વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન મથક પર જોવા મળ્યા હતા. ત્યારે આજરોજ અઢાર લાખ કરતાં વધુ મતદાતાઓ 2006 જેટલા બુથ ઉપર વલસાડ ડાંગ બેઠક પર મતદાન કરશે..

આ પણ વાંચો : ગુજરાતનું અનોખું મતદાન કેન્દ્ર, થીમ ખીજડિયા પક્ષી અભ્યારણ્યની

વડોદરામાં કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટકાયા

વડોદરા બેઠક પર આજે સવારથી શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું તે દરમિયાન કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટકાયાના કિસ્સા પણ બન્યા હતા. જેને કારણે 10 થી 15 મિનિટ મતદાન રોકવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.  વડોદરાના વડી વિસ્તારમાં આવેલી વિક્રમ સારાભાઈ પ્રાથમિક શાળાના રૂમ નંબર 203માં ઇવીએમ ખોટકાયું હતું. જેની જાણ મતદાન મથકના કર્મચારીએ ઉચ્ચ અધિકારીને કરી હતી. જો કે તાત્કાલિક મતદાન અટકાવીને ફરી ઈવીએમ મશીન બદલીને ફરીથી મતદાન શરુ થયું હતું. ઉલ્લેખનીય છે કે ઈવીએમ ખોડવાતા દસ મિનિટ મતદાન અટકાવવામાં આવ્યું હતું.

ચૈતર વાસાવાએ કર્યું મતદાન

ભરૂચ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ બંને પત્નીને સાથે લઈ જઈને મતદાન કર્યું હતું.

લોકસભા ચૂંટણી : ગુજરાતમાં 59.49 ટકા મતદાન નોંધાયું, 10 વર્ષમાં સૌથી ઓછું 8 - image

પરેશ ધાનાણીએ મતદાન કર્યું

રાજકોટ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ માદરે વતન અમરેલીમાં મતદાન કર્યું.

અનંત પટેલે કર્યું મતદાન

વલસાડ ડાંગ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલએ મતદાન કર્યું હતું. તેમણે પહેલા ઉનાઈ માતાના મંદિરે પૂજા કરી હતી અને પછી મતદાન કરવા પહોંચ્યા હતા.

લોકસભા ચૂંટણી : ગુજરાતમાં 59.49 ટકા મતદાન નોંધાયું, 10 વર્ષમાં સૌથી ઓછું 9 - image

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું મતદાન

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની શીલજ પ્રાથમિક શાળા ખાતે કર્યું મતદાન.

અજિત પવારે પોતાનો મત આપ્યો

NCP નેતા અજિત પવાર અને તેમના પત્ની સુનેત્રા પવારે મતદાન કર્યું હતું. નોંધનીય છે કે સુનેત્રા બારામતી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે ચૂંટણી લડી રહ્યા છે.

ગુજરાતમાં ઈવીએમ ખરાબ થયાની ફરિયાદ

ગુજરાતમાં ત્રીજા તબક્કાના મતદાન વચ્ચે અમદાવાદ, ભાવનગરમાં કેટલીક જગ્યાએ ઈવીએમ ખરાબ થયાની ફરિયાદોથી મતદારોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે મતદાન કર્યું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે મતદાન કર્યું અમદાવાદની શીલજ પ્રાથમિક શાળામાં મતદાન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કર્યું મતદાન 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા 2024ની ચૂંટણી માટે આજે અમદાવાદમાં મતદાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન મથક તરીકે નિયુક્ત કરાયેલી અમદાવાદની નિશાન ઉચ્ચતર માધ્યમિક શાળામાં પોતાનો મત આપ્યો છે.

આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થયું

લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાની શરુ થઈ ગયું છે. આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, 17.24 કરોડ મતદારો આજે મતદાન કરી રહ્યા છે.

• મતદાન કરવા જઇ રહ્યા છો તો જોઈ લો આ દસ્તાવેજની જરૂર પડશે, આ રહી સંપૂર્ણ યાદી

લોકસભા ચૂંટણી : ગુજરાતમાં 59.49 ટકા મતદાન નોંધાયું, 10 વર્ષમાં સૌથી ઓછું 10 - image

ગુજરાતની 25 લોકસભા અને 5 વિધાનસભા બેઠકો પર મતદાન

આજે ગુજરાતમાં લોકસભાની 26માંથી 25 બેઠકો પર મતદાન થયું હતું. જ્યારે સુરત લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની બિનહરીફ જીત થઈ છે. આ ઉપરાંત ગુજરાતમાં લોકસભાની સાથે સાથે પાંચ વિધાનસભાની બેઠકો પર પણ આજે મતદાન થયું હતું. જેમાં ખંભાત, વિજાપુર,વાઘોડિયા, પોરબંદર અને માણાવદર બેઠકનો સમાવેશ થાય છે.

• ગુજરાતની 25 બેઠકની ફેક્ટશીટ, કુલ 4.97 કરોડ મતદાર, સૌથી વધુ વોટર્સ નવસારીમાં, અહીં સૌથી ઓછા

આ 10 કેન્દ્રીય મંત્રીઓનું ભાવિ EVMમાં કેદ થયું

અમિત શાહ, ગૃહમંત્રી (ગાંધીનગર બેઠક)

જ્યોતિરાદિત્ય સિંધિયા, નાગરિક ઉડ્ડયન મંત્રી (ગુના સીટ)

મનસુખ માંડવિયા, આરોગ્ય મંત્રી (પોરબંદર બેઠક)

નારાયણ રાણે, સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી (રત્નાગિરી સિંધુ દુર્ગ બેઠક)

એસપી સિંહ બઘેલ, કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી, (આગ્રા સીટ)

શ્રીપદ યેસો નાઈક, કેન્દ્રીય પ્રવાસન રાજ્ય મંત્રી, (ઉત્તર ગોવા)

પરશોત્તમ રૂપાલા, કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી, (રાજકોટ બેઠક)

દેવુસિંહ ચૌહાણ, સંચાર રાજ્ય મંત્રી (ખેડા બેઠક)

ભગવંત ખુબા, કેન્દ્રીય રાજ્ય મંત્રી (બિદર બેઠક)

પ્રહલાદ જોશી, કેન્દ્રીય મંત્રી (ધારવાડ બેઠક)

વડાપ્રધાન મોદીએ રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં મતદાન કર્યું હતું. મતદાન પહેલા તેમણે ટ્વીટ કરીને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતી સહિત અનેક ભાષામાં વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.

ત્રીજા તબક્કામાં પાંચ પૂર્વ સીએમ પણ મેદાનમાં

શિવરાજ સિંહ ચૌહાણ, મધ્યપ્રદેશના પૂર્વ સીએમ, લોકસભા બેઠક- વિદિશા, ભાજપ

દિગ્વિજય સિંહ, મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ, લોકસભા બેઠક- રાજગઢ, કોંગ્રેસ

નારાયણ રાણે, મહારાષ્ટ્રના પૂર્વ સીએમ, લોકસભા બેઠક- રત્નાગીરી-સિંધુદુર્ગ, ભાજપ

બસવરાજ બોમાઈ, કર્ણાટકના પૂર્વ સીએમ, લોકસભા બેઠક- હાવેરી, ભાજપ

જગદીશ શેટ્ટર, કર્ણાટકના પૂર્વ સીએમ, લોકસભા બેઠક- બેલગામ, ભાજપ

પરશોત્તમ રૂપાલા મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા

આજે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા અમરેલી ખાતે મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે પરશોત્તમ રૂપાલા આ ચૂંટણીમાં ચર્ચાના કેન્દ્રમાં રહ્યા છે.

ત્રીજા તબક્કામાં કુલ 1300થી વધુ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં

ત્રીજા તબક્કામાં કુલ 1351થી વધુ ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે, જેમાં 120 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જે મોટા નેતાઓ ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે તેમાં ગાંધીનગરથી અમિત શાહ, મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજગઢથી દિગ્વિજયસિંહ, મહારાષ્ટ્રના બારામતી બેઠક પરથી એનસીપી વડા શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલ અને તેની સામે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડી રહ્યા છે. 

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત આ નેતાઓ કર્યું મતદાન


લોકસભા ચૂંટણી : ગુજરાતમાં 59.49 ટકા મતદાન નોંધાયું, 10 વર્ષમાં સૌથી ઓછું 11 - image

ત્રીજા તબક્કામાં કુલ 1300થી વધુ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં

ત્રીજા તબક્કામાં કુલ 1351થી વધુ ઉમેદવારો ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે, જેમાં 120 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. જે મોટા નેતાઓ ત્રીજા તબક્કામાં ચૂંટણી લડી રહ્યા છે તેમાં ગાંધીનગરથી અમિત શાહ, મધ્ય પ્રદેશની વિદિશા બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજગઢથી દિગ્વિજયસિંહ, મહારાષ્ટ્રના બારામતી બેઠક પરથી એનસીપી વડા શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલ અને તેની સામે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારના પત્ની સુનેત્રા પવાર ચૂંટણી લડી રહ્યા છે. 

પ્રથમ બે તબક્કામાં મતોની સંખ્યામાં વધારો થયો

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક  ઓફ ઇન્ડિયા (SBI)ના અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કામાં મતદાન અંગે જોડાયેલી ચિંતાને નકામી ગણાવતા જણાવ્યું હતું કે નાખવામાં આવેલા મતોની તુલના કરવી તે મતદાન વિશ્લેષણની યોગ્ય પદ્ધતિ છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મુખ્ય અર્થશાસ્ત્રી સૌમ્ય કાંતિ ઘોષે જણાવ્યું હતું કે વાસ્તવમાં પ્રથમ બે તબક્કામાં નાખવામાં આવેલા મતોની સંખ્યામાં 0.4 ટકાનો વધારો થયો છે. ઘોષે એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે આ વખતે થઈ રહેલી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ બે તબક્કામાં ઘટેલા મતદાન અંગે ચાલતી ચર્ચા બિનજરુરી છે. વાસ્તવમાં નાખવામાં આવેલા મતોની કુલ સંખ્યાને માપવાની યોગ્ય પદ્ધતિ મતદારોની કુલ સંખ્યા છે. આમ અગાઉની ચૂંટણીના વોટરોની તુલનાએ આ વખતે વોટરોની વધેલી સંખ્યાની ટકાવારીના સંદર્ભમાં મતદાન કેટલું થયું તે જોવું જોઈએ. 

2019ની તુલનામાં 3.1 ટકા ઓછું મતદાન 

ચૂંટણીપંચ બાકીના કારણોમાં મતદાનની ટકાવારી વધારવામાં લાગેલું છે. 16મા નાણા પંચના સભ્ય ઘોષે જણાવ્યું હતું કે 2019ની તુલનામાં 3.1 ટકા ઓછું મતદાન છે. તેમણે જણાવ્યું કે ચૂંટણીના પછીના તબક્કામાં મતદાન વધી શકે છે. તેમા જે આકાર એટલે કે સ્થિર દર પછી ઝડપી વૃદ્ધિ જોવાશે. અહેવાલ મુજબ 2019માં થયેલા મતદાનમાં સાતેય તબક્કામાં ઘટાડો જોવા મળ્યો હતો. તે શરુઆતમાં 69.4 ટકા હતુ, અંતે 61.4 ટકા પર બંધ આવ્યુ હતુ. આ વખતે સ્થિતિ તેનાથી વિપરીત જોવા મળી શકે છે. પ્રથમ બે તબક્કામાં મતદાન થતાં બાકીના તબક્કાના મતદાનમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. 

આ પણ વાંચો : પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા થયું વોટિંગ, જાણો ક્યાં કેટલું થયું મતદાન

આ પણ વાંચો : બીજા તબક્કામાં 60.96 ટકા મતદાન થયું, જાણો ક્યાં કેટલું થયું મતદાન

લોકસભા ચૂંટણી : ગુજરાતમાં 59.49 ટકા મતદાન નોંધાયું, 10 વર્ષમાં સૌથી ઓછું 12 - image


Google NewsGoogle News