Get The App

Lok Sabha Elections 2024 : પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા થયું વોટિંગ, જાણો ક્યાં કેટલું થયું મતદાન

Updated: Apr 19th, 2024


Google NewsGoogle News
Lok Sabha Elections 2024 : પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા થયું વોટિંગ, જાણો ક્યાં કેટલું થયું મતદાન 1 - image


Lok Sabha Elections 2024: આજે લોકસભા ચૂંટણી 2024ના પહેલા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે. પહેલા તબક્કાની 102 બેઠકો પર સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 59.71 ટકા મતદાન થયું છે. આ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં 1600થી વધુ ઉમેદવાર મેદાને છે. આ તબક્કામાં 9 કેન્દ્રીય મંત્રી, બે પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલનું ભાગ્ય EVMમાં કેદ થયું છે. મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું છે.

સૌથી વધુ અને સૌથી ઓછું ક્યાં થયું મતદાન?

સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 77.57 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું બિહારમાં 46.32 ટકા મતદાન થયું છે. 

• છ વાગ્યા સુધીના મતદાનના આંકડા

Lok Sabha Elections 2024 : પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા થયું વોટિંગ, જાણો ક્યાં કેટલું થયું મતદાન 2 - image

બંગાળમાં 77.57 ટકા અને બિહારમાં 46.32 ટકા મતદાન

પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધી 77.57% મતદાન નોંધાયું છે. જે આજે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયેલા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૌથી વધુ મતદાન છે.

આસામમાં ઈવીએમના 150 સંપૂર્ણ સેટ બદલવા પડ્યાં 

આસામમાં પાંચ લોકસભા બેઠકો પર ઇવીએમમાં ખામીના કારણે 150 જેટલાં ઈવીએમના સંપૂર્ણ સેટ બદલવાની ફરજ પડી હતી. અલગ અલગ ઈવીએમની વીવીપેટ તથા બેલેટ એકમો સહિત 400થી વધુ ઉપકરણોને પણ ખામીને લીધે બદલવામાં આવ્યા હતા. ચૂંટણી વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મોટાભાગની ખામીઓ મોક પોલિંગ દરમિયાન જોવા મળી હતી. જે વાસ્તવિક મતદાનથી 90 મિનિટ પહેલા શરૂ કરાયું હતું. વાસ્તવિક મતદાન શરૂ થયા બાદ સમગ્ર સેટ સાથે 6 ઈવીએમ બદલવામાં આવ્યા હતા. જ્યારે જુદા જુદા મતદાન કેન્દ્રો પર વધુ 40 વીવીપેટ બદલવામાં આવ્યા હતા. 

મણિપુરમાં પાંચ મતદાન મથકો પર મતદાન અટકાવાયું

મણિપુરમાં કુલ 5 બૂથ પર મતદાન અટકાવવામાં આવ્યું છે. જેમાં ઇમ્ફાલ પૂર્વમાં 2 અને ઇમ્ફાલ પશ્ચિમમાં 3 મતદાન મથકો સામેલ છે. અહીં લોકો દ્વારા ગેરરીતિનો આક્ષેપ કરાતાં હોબાળો મચ્યો હતો. પોલિંગ ઓફિસરે આ જાણકારી આપી છે.

1 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન? 

અત્યાર સુધીમાં એટલે કે 1 વાગ્યા સુધીમાં સૌથી વધુ મતદાન ત્રિપુરામાં 53.04% નોંધાયું હતું. જ્યારે સૌથી ઓછું મતદાન 29.91% લક્ષદ્વીપમાં નોંધાયું હતું. જ્યારે બીજી બાજુ અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટે 37.53% તથા સિક્કિમમાં 36.88% મતદાન નોંધાયું હતું. 

મણિપુરમાં બની ફાયરિંગની ઘટના 

બીજી બાજુ મણિપુરમાં ઈનર મણિપુર તથા આઉટર મણિપુર એમ બે મતવિસ્તારોમાં શુક્રવારે મતદાન યોજાયું હતું. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના આ મતદાન વખતે કેટલાક અજાણ્યાં તત્વોએ કેટલાક રાઉન્ડ ફાયરિંગ કરીને અરાજકતા ફેલાવી હતી. આ ઘટના થામનપોકપી ખાતે બની હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે મોટી ઘટના, બ્લાસ્ટમાં CRPF અધિકારી ઈજાગ્રસ્ત 

લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન એક મોટી ઘટના સામે આવી હતી. અહીં છત્તીસગઢના બસ્તરની લોકસભા બેઠક પર મતદાન વખતે જ બીજાપુર જિલ્લામાં નક્સલીઓ દ્વારા આઈઆઈડી વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે આ વિસ્ફોટમાં સીઆરપીએફના અધિકારી ઘાયલ થયા હતા.

વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમગેએ આપ્યો મત

વિશ્વની સૌથી ઠીંગણી મહિલા જ્યોતિ આમગેએ મહારાષ્ટ્રના નાગપુરમાં પોતાનો મત આપ્યો છે. આ સાથે તેમણે મતદારોને મતદાન કરવાની અપીલ પણ કરી. 

• 11 વાગ્યા સુધીમાં સૌથી ઓછું મતદાન લક્ષદ્વીપમાં જ્યારે સૌથી વધુ ત્રિપુરામાં 

• મતદાન કરવા આવેલા લોકોની તસવીરો

Lok Sabha Elections 2024 : પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા થયું વોટિંગ, જાણો ક્યાં કેટલું થયું મતદાન 3 - image

પશ્ચિમ બંગાળમાં પોલિંગ બૂથ પર પથ્થરમારો

પશ્ચિમ બંગાળના કૂચ બિહારમાં પથ્થરબાજીનો મામલો સામે આવ્યો છે. અહીં ચાંદમારી સ્થિત મતદાન કેન્દ્રની સામે પથ્થરમારો કરવામાં આવ્યો છે.

• 21 રાજ્યોમાં 9 વાગ્યા સુધી કેટલું મતદાન થયું? 

1. પશ્ચિમ બંગાળ- 15.9%

2. મધ્ય પ્રદેશ- 14.12%

3. ત્રિપુરા- 13.62%

4. મેઘાલય-12.96%

5. ઉત્તર પ્રદેશ-12.22%

6. છત્તીસગઢ-12.02%

7. આસામ- 11.15%

8. રાજસ્થાન- 10.67%

9. જમ્મુ અને કાશ્મીર-10.43%

10. ઉત્તરાખંડ- 10.41%

11. મિઝોરમ-9.36%

12. બિહાર- 9.23%

13. આંદામાન-8.64%

14. તમિલનાડુ- 8.21%

15. નાગાલેન્ડ-7.79%

16. મણિપુર-7.63%

17. પુડુચેરી- 7.49%

18. મહારાષ્ટ્ર- 6.98%

19. સિક્કિમ-6.63%

20 લક્ષદ્વીપ-5.59%

21. અરુણાચલ પ્રદેશ – 4.95%

 કેટલા ઉમેદવારો મેદાનમાં?

પહેલા તબક્કાના મતદાનમાં 1625 ઉમેદવારો મેદાનમાં છે. તેમજ કેન્દ્રના 8 મંત્રીઓના નસીબ ઈવીએમમાં લોક થશે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન સાથે અરૂણાચલ પ્રદેશ (60 બેઠકો) અને સિક્કિમ (32 બેઠકો)માં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે. પ્રથમ તબક્કામાં 8 કેન્દ્રીય પ્રધાનો, 2 ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. 

પ્રથમ તબક્કામાં 16 કરોડથી વધુ મતદારો

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં 16.63 કરોડથી વધુ મતદારો છે. જેમાં 8.4 કરોડ પુરૂષ અને 8.23 ​​કરોડ મહિલા મતદારો છે. તેમાંથી 35.67 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમ વખત મતદાન કરશે. જ્યારે 20 થી 29 વર્ષની વયજૂથના મતદારોની સંખ્યા 3.51 કરોડ છે. આ માટે 1.87 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવ્યા છે.


   

Lok Sabha Elections 2024 : પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા થયું વોટિંગ, જાણો ક્યાં કેટલું થયું મતદાન 4 - image


Google NewsGoogle News