Get The App

મોદી સરકારની આ યોજનાથી લોકો ખૂબ નારાજ છે : પ્રશાંત કિશોરનો દાવો

Updated: May 22nd, 2024


Google NewsGoogle News
મોદી સરકારની આ યોજનાથી લોકો ખૂબ નારાજ છે : પ્રશાંત કિશોરનો દાવો 1 - image


Lok Sabha Elections 2024: લોકસભા 2024ની ચૂંટણી માટે પાંચ તબક્કાનું મતદાન થઈ ગયું છે. અને હવે ત્રણ તબક્કાનું મતદાન બાકી છે. ચૂંટણીનું પરિણામ ચોથી જૂને જાહેર થશે. ત્યારે લોકોને ખબર પડી જશે કે કોની સરકાર બનશે. આ વચ્ચે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant Kishor)એ મોદી સરકારની એક યોજના વિશે વાત કરતા દાવો કર્યો છે કે આ યોજનાથી લોકો ખૂબ જ નારાજ છે. 

લોકો ભાજપ પ્રત્યે નારાજ છે

પ્રશાંત કિશોરે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, 'મને લાગે છે કે ભાજપ ગત ચૂંટણીમાં જેટલી બેઠક મળી હતી એટલી જ બેઠકો કે તેનાથી થોડી વધુ મેળવવામાં સફળ થશે. આ ઉપરાંત પ્રશાંત કિશોરે એવા મુદ્દાઓ વિશે પણ વાત કરી જેના પર લોકો ભાજપ પ્રત્યે નારાજ છે.'

લોકો જ વિપક્ષની ભૂમિકા ભજવશે

પ્રશાંત કિશોરે વાતચીતમાં આગણ જણાવ્યું હતું કે, 'આગામી દિવસોમાં વિપક્ષની નબળી પડી રહેલી સ્થિતિ વચ્ચે લોકો જ વિપક્ષની ભૂમિકા ભજવશે. વર્ષ 2014-2019ની વચ્ચે લોકોએ ભૂમી અધિગ્રહણ બિલનો ઉગ્ર વિરોધ કર્યો હતો. સરકાર આ બાબતે વટહુકમ લાવતી રહી. પરંતુ અંતે સરકારને ઝૂકવું પડ્યું હતું. વડાપ્રધાન મોદીના પ્રથમ કાર્યકાળ દરમિયાન આ એકમાત્ર વિરોધ હતો. તો  2019-2024 વચ્ચે એટલે કે બીજા કાર્યકાળમાં સરકાર વધુ તાકાત સાથે બની, પરંતુ વિપક્ષના આંકડા પણ વધ્યા હતા.'


આ મુદ્દાઓ પર દેખાવો થશે

આ ઉપરાંત વધુમાં પ્રશાંત કિશોરના જણાવ્યા મુજબ 'મોદી સરકારને તેના બીજા કાર્યકાળમાં ત્રણ વખત લોકો સમક્ષ ઝૂકવું પડ્યું હતું. તેમાં કૃષિ કાયદો, CAA-NRCનો વિરોધ અને SC-ST એક્ટનો સમાવેશ થાય છે. કૃષિ કાયદાઓ પાછા ખેંચવા, CAA-NRC લાગુ કરવામાં વિલંબ તેમજ SC-ST એક્ટના કારણે પણ સરકારને 7-8 દિવસમાં પોતાના નિર્ણયો પાછા ખેંચવા પડ્યા હતા.' પ્રશાંત કિશોરે હવે પછીના કાર્યકાળ વિશે પણ આવી જ આગાહીઓ વ્યક્ત કરતાં કહ્યું હતું કે 'આવનારા સમયમાં આવા વધુ દેખાવો જોવા મળશે. તેમજ આગામી પાંચ વર્ષમાં ગ્રામીણ અર્થવ્યવસ્થા, જીએસટીથી થતા નુકસાન અને અનામત સંબંધિત બેરોજગારી સાથે જોડાયેલા મુદ્દાઓ પર દેખાવ જોવા મળશે.'

મોદી સરકારની આ યોજનાથી લોકો ખૂબ નારાજ છે : પ્રશાંત કિશોરનો દાવો 2 - image


Google NewsGoogle News