Get The App

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી લોકસભા ચૂંટણી માટે તૈયાર! સીટ વહેંચણીની આ ફોર્મ્યૂલા પર બધા સહમત

જોકે આ મામલે હવે ઔપચારિક જાહેરાત જ થવાની બાકી છે.

ચર્ચા લગભગ ફાઈનલ થઇ ગઇ છે. જલદી જાહેરાત કરીશું : સંજય રાઉત

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી લોકસભા ચૂંટણી માટે તૈયાર! સીટ વહેંચણીની આ ફોર્મ્યૂલા પર બધા સહમત 1 - image


Lok Sabha Election 2024: જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ I.N.D.I.A. ગઠબંધનમાં રાજકીય પક્ષોની તૈયારીઓ ઝડપથી આગળ વધી રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીને લઈને પણ મોટા સમાચાર આવ્યા છે. માહિતી અનુસાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સીટ વહેંચણીને લઈને ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી, પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી અને કોંગ્રેસ વચ્ચે સમજૂતી થઇ ચૂકી છે.

કોણ કેટલી બેઠકો પરથી લડશે? 

અહેવાલો અનુસાર ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના 20 સીટો પર જોકે કોંગ્રેસ 18 તથા શરદ પવારની એનસીપી 10 બેઠકો પર લોકસભા ચૂંટણીમાં પોત પોતાના ઉમેદવારોને મેદાને ઉતારવા સહમત થઈ ગયા છે. જોકે આ મામલે હવે ઔપચારિક જાહેરાત જ થવાની બાકી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મહાવિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે સીટ શેરિંગ અંગે ચર્ચા લગભગ ફાઈનલ થઇ ગઇ છે. જલદી જાહેરાત કરીશું. પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન અઘાડી અમારા માટે મહત્ત્વપૂર્ણ છે. તેના વગર સીટ શેરિંગ શક્ય નથી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકો છે.

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી લોકસભા ચૂંટણી માટે તૈયાર! સીટ વહેંચણીની આ ફોર્મ્યૂલા પર બધા સહમત 2 - image


Google NewsGoogle News