Get The App

સીટ શેરિંગ માટે ઉદ્ધવ-શરદ પવાર વચ્ચેની બેઠક સમાપ્ત, સંજય રાઉતે કહ્યું- ‘કાલે જાહેર કરીશું ઉમેદવારોની યાદી’

સીટ શેરિંગની ચર્ચા માટે ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત, શરદ પવાર વચ્ચે માતોશ્રીમાં બેઠક યોજાઈ

બેઠક બાદ સંજય રાઉતે કહ્યું, અમે કાલે 15-16 બેઠકો પરના ઉમેદવારો નામ જાહેર કરીશું

Updated: Mar 25th, 2024


Google NewsGoogle News
સીટ શેરિંગ માટે ઉદ્ધવ-શરદ પવાર વચ્ચેની બેઠક સમાપ્ત, સંજય રાઉતે કહ્યું- ‘કાલે જાહેર કરીશું ઉમેદવારોની યાદી’ 1 - image


Lok Sabha Elections 2024 : મહારાષ્ટ્રમાં હજુ પણ ભાજપ, એકનાથ શિંદે, અજિત પવાર વચ્ચે સીટ શેરિંગનો મુદ્દો ઉકેલાયો નથી, ત્યારે શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) આવતીકાલે ઉમદેવારોની પ્રથમ યાદી (Shiv Sena UBT Candidate List) જાહેર કરશે. સીટ શેરિંગ મુદ્દે આજે ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને શરદ પવાર (Sharad Pawar) વચ્ચે માતોશ્રીમાં બેઠક યોજાઈ હતી. બેઠક બાદ પાર્ટીના નેતા સંજય રાઉતે (Sanjay Raut) કહ્યું કે, ‘મહા વિકાસ આઘાડી (MVA) ગઠબંધનના સાથી પક્ષ શિવસેના યુબીટીના ઉમેદવારોની યાદીમાં 16 નામ હશે.

શિવસેના આવતીકાલે જાહેર કરશે યાદી

સંજય રાઉતે કહ્યું કે, શિવસેના યુબીટીની પ્રથમ યાદી આવતીકાલે 26 માર્ચે જાહે કરાશે. અમે કાલે 15-16 બેઠકો પરના ઉમેદવારો નામ જાહેર કરીશું. એમવીએના અન્ય સાથી પક્ષ શરદ પવારે હજુ સુધી ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી નથી. જ્યારે ગઠબંધનમાં સામેલ કોંગ્રેસે કેટલીક બેઠકો પર ઉમેદવાર જાહેર કરી દીધા છે. એમવીએ ‘ઈન્ડિયા ગઠબંધન’માં પણ સામેલ છે. 

ઉદ્ધવ-શરદ પવાર વચ્ચે માતોશ્રીમાં યોજાઈ બેઠક

લોકસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે મહા વિકાસ આઘાડી ગઠબંધનમાં હજુ સુધી સમજૂતી થઈ નથી, ત્યારે એનસીપી વડા શરદ પવારે સોમવારે ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મહારાષ્ટ્ર એકમના એનસીપી પ્રમુખ જયંત પાટિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ નેતાઓ વચ્ચે માતોશ્રીમાં બેઠક યોજાઈ હતી, જેમાં શિવસેના યુબીટી સાંસદ સંજય રાઉત પણ ઉપસ્થિત હતા.

કોંગ્રેસ આ બેઠકો પર ચૂંટણી લડશે

મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા બેઠકો છે, જે 80 બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશ બાદ સૌથી વધુ બેઠકો મામલે બીજા ક્રમાંકે છે. કોંગ્રેસ મહારાષ્ટ્રમાં 16 લોકસભા બેઠકો પર ચૂંટણી લડશે, જેમાં નાદુરબાર, ધુલે, ગઢચિરૌલી, ચંદ્રપુર, નાંદેડ, મુંબઈ ઉત્તર મધ્ય, સોલાપુર, નાગપુર, પુણે, લાતૂર, જાલના, અકોલા, અમરાવતી, ભંડારા ગોંદિયા, કોલ્હાપુર, રામટેક બેઠક સામેલ છે.


Google NewsGoogle News