Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ

પ્રથમ તબક્કામાં 21 રાજ્યોમાં મતદાન યોજાશે

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાના મતદાન સાથે પેટાચૂંટણીનું પણ મતદાન

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News

Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ 1 - image

Lok Sabha Election 2024 : છેલ્લા ઘણા સમયથી જોવાતી રાહનો હવે અંત થયો. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લાં તબક્કાનું મતદાન થશે. આ સાથે જ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે એટલે કે ત્યારે દેશને ખબર પડી જશે કે દેશમાં એનડીએ સરકાર બનાવશે કે પછી I.N.D.I.A. ગઠબંધન? આ ચૂંટણીની જાહેરાતોમાં સૌથી મહત્ત્વપૂર્ણ એ છે કે ગુજરાતમાં 7 મેના રોજ લોકતંત્રનો પર્વ યોજાશે. તે દિવસે જ લોકસભાની 26 બેઠકો પર એક જ તબક્કામાં સાથે સાથે રાજ્યની કુલ 5 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી પર મતદાન થશે. 

આજથી જ આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી

આમ જોવામાં આવે તો આ વખતે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં વિલંબ કર્યો છે. આ પહેલા 2004માં 29 ફેબ્રુઆરી, 2009માં 2 માર્ચ અને 2014માં પાંચ માર્ચે અને 2019માં 10 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. આ સાથે આજથી જ આચારસહિંતા લાગૂ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષનું ગઠબંધન I.N.D.I.A. વચ્ચે જોરદાર જંગ જામવાનો છે. વડાપ્રધાન મોદીએ ભાજપ માટે 'અબ કી બાર 400 પાર' નું લક્ષ્ય રાખ્યું છે ત્યારે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી સાથીઓએ પણ ત્રીજી વખત લોકસભામાં વડાપ્રધાન મોદીના વિજય રથને રોકવાની તૈયારી કરી લીધી છે. 

Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ 2 - image

ચૂંટણી પંચની પત્રકાર પરિષદના મહત્ત્વના મુદ્દા 

•  ગુજરાતમાં 7 મેના રોજ લોકસભાની 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થશે. આ ઉપરાંત ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી પણ 7 મેના રોજ જ મતદાન થશે.

• ક્યાં તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન

- પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે.

- બીજા તબક્કામાં 26મી એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે.

- ત્રીજા તબક્કામાં 7મી મેએ 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે.

- ચોથા તબક્કામાં 13 મેએ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે.

- પાંચમા તબક્કામાં 20 મેએ 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે.

- છઠ્ઠા તબક્કામાં 25મી મેએ 7 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે.

- સાતમા તબક્કામાં 1 જૂને 8 રાજ્યોની 57 સીટો પર મતદાન થશે.

- પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવશે.

• જુઓ કયા રાજ્યમાં કેટલા દિવસ ચૂંટણી ચાલશે

Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ 3 - image

• ઓડિશાનો વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ 2024

Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ 4 - image

Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ 5 - image

• સિક્કિમની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ

Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ 6 - image

• અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ

Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ 7 - image

• આંધ્રપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી 2024

Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ 8 - image

આ રાજ્યોમાં પેટાચૂંટણી યોજાવાની છે.

Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ 9 - image

• ચૂંટણી પ્રચાર દરમિયાન પ્લમેટિંગ ડિસ્કર્સના ઈશ્યૂનો સામનો કરવા ચૂંટણી પંચ તૈયાર, રાજકીય પક્ષોને આપી મહત્ત્વપૂર્ણ સલાહ

Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ 10 - image

• કયા રાજ્યમાંથી કેટલા રૂપિયા જપ્ત કરાયા...જુઓ આંકડા

Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ 11 - image

  ફેક ન્યૂઝ અને ખોટી માહિતીઓથી ગેરમાર્ગે ન દોરાવા અપીલ

Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ 12 - image

• રાજકીય પક્ષોને ગાઈડલાઈન... 

- ચૂંટણી પ્રચારમાં બાળકોના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. 

- પ્રચાર મુદ્દા આધારિત હોય. 

- વ્યક્તિગત ટિપ્પણીઓ ન કરવામાં આવે 

- સોશિયલ મીડિયા પર રહેશે નજર 

- ફેક ન્યૂઝ ફેલાવશે તો કાર્યવાહી થશે 

- ચૂંટણી પ્રચારમાં મર્યાદાઓને ધ્યાનમાં રાખે 

- 2100 પર્યવેક્ષકોને તહેનાત કરાયા છે

• ગુજરાતમાં 802 કરોડ રૂપિયા જપ્ત કરાયા.

ટીવી અને સોશિયલ મીડિયા, હિસ્ટ્રીશીટર અને પૈસા વહેંચણી પર નજર રખાશે 

11 ચૂંટણીમાં 3400 કરોડ જપ્ત કરાયા

• દરેક જિલ્લામાં એક કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા

• સુવિધા પોર્ટલનો ઉપયોગ ટ્રાન્સપરન્સી જાળવવાનો પ્રયાસ કરાશે.

• મતદારોનો વિશ્વાસ સુનિશ્ચિત કરવામાં આવશે. હિંસા અસ્વીકાર્ય છે. જે કરશે તેને તાત્કાલિક સજા કરાશે. 

• ચૂંટણી પ્રક્રિયામાં બળપ્રયોગ અને ગુંડાગર્દીના અલોકશાહી પ્રભાવને રોકવા માટે અનેક ઉપાયો કરાયા છે.

• પારદર્દશક ચૂંટણી યોજવા માટે અને તમામ પડકારોને ઝિલવા ચૂંટણી પંચ આ 4M પર ધ્યાન આપશે

ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા ઉમેદવારોએ અખબારોમાં તેમની વિગતો પ્રકાશિત કરાવવી પડશે.

• કાગળનો ઉપયોગ લઘુતમ કરવામાં આવશે

• 85 વર્ષથી વધુ વયના મતદારોને ઘરેથી મતદાન કરવાની સુવિધા અપાશે.

બે વર્ષથી ચૂંટણીના આયોજન માટે તૈયારીઓ કરવામાં આવી રહી હતી

 દરેક બુથ પર પીવાનું પાણી, ટોયલેટની વ્યવસ્થા પણ હશે

12 રાજ્યોમાં પુરુષ કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ

• 82 લાખ મતદાતાઓ 85 વર્ષથી ઉપરના, જ્યારે 2.38 લાખ મતદાતા 100 વર્ષથી ઉપરના

આ વખતે 1.82 કરોડ મતદારો પહેલીવાર મતદાન કરશે.

10.5 લાખ પોલિંગ બૂથ હશે અને કુલ 1.5 કરોડ કર્મચારીઓ ચૂંટણીના કામમાં જોડાશે

આ વખતે દેશમાં 97 કરોડ મતદારો

02: 50 PM : કુલ મતદારો 

 96.88 કરોડ 

• પુરુષ મતદારો 49.72 કરોડ 

• મહિલા મતદારો 47.15 કરોડ 

• થર્ડ જેન્ડર 48044 

18 વર્ષથી ઓછી વયના મતદારો 

• 1.84 કરોડ 

• 20 થી 29 ઓછી વયના મતદારો 

• 19.74 કરોડ 

વિકલાંગ મતદારો

• 88.35 લાખ 

80થી વધુ વયના મતદારો 

• 1.85 કરોડ 

100થી વધુ વયના મતદારો 

• 2.38 લાખ   

2019 vs 2014ના મતદારોના ડેટાની તુલના

કુલ મતદારો 

• 2019માં 89.6 કરોડ 

• 2024માં 96.8 કરોડ

પુરુષ મતદારો 

• 2019માં 46.5 કરોડ 

• 2024માં 49.7 કરોડ  

મહિલા મતદારો 

• 2019માં 43.1 કરોડ 

• 2024માં 47.1 કરોડ

જેન્ડર રેશિયો 

• 948 

02: 25 PM :  ત્રણેય ચૂંટણી કમિશનરોની બેઠક, થોડીવારમાં જ પ્રેસ કોન્ફરન્સ શરૂ થશે

હાલમાં ચૂંટણી પંચની બેઠક ચાલી રહી છે. સીઈસી અને ચૂંટણી કમિશનર અંતિમ ડ્રાફ્ટ પર અંતિમ નિર્ણય લેશે. આ પછી પ્રેસ કોન્ફરન્સ થશે. 

02:10 PM : YSRCPએ લોકસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની જાહેરાત કરી

Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ 13 - image

Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ 14 - image

02:05 PM : 97 કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

આ ચૂંટણીમાં લગભગ 97 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. દેશભરમાં 12 લાખથી વધુ મતદાન મથકો બનાવવામાં આવશે. પંચના જણાવ્યાનુસાર, મતદાર યાદીમાં 18 થી 29 વર્ષની વયજૂથના બે કરોડ નવા મતદારો ઉમેરવામાં આવ્યા છે.

ઈવીએમ દ્વારા જ ચૂંટણી થશે

સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ના કામકાજમાં અનિયમિતતાનો આક્ષેપ કરતી અરજી પર વિચાર કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે કહ્યું કે, આ કોર્ટે પહેલાથી જ ઘણી વખત તેની તપાસ કરી છે અને ઈવીએમ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર વિચાર કર્યો છે. બેન્ચે અરજદારને પૂછ્યું કે, અમે કેટલી અરજીઓ પર વિચાર કરીશું? હાલમાં જ અમે VVPAT સંબંધિત અરજી પર વિચાર કર્યો હતો. અમે ધારણાઓ પર ચાલી ન શકીએ. દરેક પદ્ધતિના પોતાના હકારાત્મક અને નકારાત્મક મુદ્દાઓ હોય છે. અમે આર્ટિકલ 32 હેઠળ આના પર વિચાર કરી શકતા નથી. જસ્ટિસ ખન્નાએ કહ્યું કે કોર્ટે 10થી વધુ વખત આ મુદ્દાની તપાસ કરી છે.

અગાઉ સામાન્ય ચૂંટણી સાત અને નવ તબક્કામાં યોજાઈ હતી

2019ની લોકસભા ચૂંટણીની તારીખો 10 માર્ચે જાહેર કરવામાં આવી હતી. 11 એપ્રિલથી 19 મે વચ્ચે સાત તબક્કામાં મતદાન થયું હતું, જ્યારે મતગણતરી 23 મેના રોજ થઈ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં સાત તબક્કામાં મતદાન થયું હતું. જ્યારે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક જ તબક્કામાં મતદાન થયું હતું. 2014માં 5 માર્ચે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી. 7 એપ્રિલથી 12 મે સુધી 9 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીનું પરિણામ 16 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.

2019ની ચૂંટણીના શું હતા પરિણામો 

2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 2014ની સરખામણીમાં મોટી જીત હાંસલ કરી હતી. 2014માં ભાજપે 282 બેઠકો જીતી હતી જ્યારે 2019માં 303 બેઠકો મેળવી હતી. જ્યારે NDAને 353 બેઠકો મળી હતી. ભાજપને 37.7 ટકાથી વધુ વોટ મળ્યા હતા, જ્યારે NDAને 45 ટકા વોટ મળ્યા હતા. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસ માત્ર 52 બેઠકો જીતી શકી હતી. ઉલ્લેખનીય છે કે 543 સભ્યોની લોકસભામાં ભાજપ બહુમતી 272ના આંકડાથી ખૂબ આગળ હતું. આ જીત સાથે પાર્ટીએ સતત બીજી વખત સરકાર બનાવી હતી. આ સિવાય દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)ને 24 બેઠકો મળી હતી. YSRCP અને TMC 22-22 બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા.

કુલ 543 બેઠકો પર યોજાશે ચૂંટણી

1. આંધ્ર પ્રદેશ - 42

2. અરુણાચલ પ્રદેશ - 02

3. આસામ - 14

4. બિહાર - 40

5. છત્તીસગઢ - 11

6. ગોવા- 02

7. ગુજરાત - 26

8. હરિયાણા - 10

9. હિમાચલ પ્રદેશ - 04

10. જમ્મુ અને કાશ્મીર - 6

11. ઝારખંડ - 14

12. કર્ણાટક - 28

13. કેરળ - 20

14. મધ્ય પ્રદેશ - 29

15. મહારાષ્ટ્ર - 48

16. મણિપુર - 02

17. મેઘાલય - 02

18. મિઝોરમ - 01

19. નાગાલેન્ડ - 01

20. ઓરિસ્સા - 21

21. પંજાબ - 13

22. રાજસ્થાન - 25

23. સિક્કિમ - 01

24. તમિલનાડુ - 39

25. ત્રિપુરા - 02

26. ઉત્તરાખંડ - 05

27. ઉત્તર પ્રદેશ - 80

28. પશ્ચિમ બંગાળ - 42

કેન્દ્રશાસિત પ્રદેશો

01. આંદામાન અને નિકોબાર ટાપુઓ - 01

02. ચંદીગઢ - 01

03. દાદરા અને નગર હવેલી - 01

04. દિલ્હી - 07

05. દમણ અને દીવ - 01

06. લક્ષદ્વીપ - 01

07. પુડુચેરી - 01

Lok Sabha Election Date : લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને, 19 એપ્રિલથી મતદાન સાત તબક્કામાં, ગુજરાતમાં 7મેએ વોટિંગ 15 - image

  


Google NewsGoogle News