Get The App

'ક્યા હુઆ તેરા વાદા...', લાલુએ 10 વર્ષ જૂનો વાયદો યાદ અપાવી PM મોદી સામે સાધ્યું નિશાન

Updated: May 12th, 2024


Google NewsGoogle News
'ક્યા હુઆ તેરા વાદા...', લાલુએ 10 વર્ષ જૂનો વાયદો યાદ અપાવી PM મોદી સામે સાધ્યું નિશાન 1 - image


Image Source: Twitter

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી માટે તમામ પાર્ટીઓ જોરશોરથી પ્રચાર કરી રહી છે. રાજકીય પક્ષો પોતાના દરેક દાવ ખેલી રહ્યા છે. ચૂંટણી વાયદા અને વિવાદાસ્પદ નિવેદનો દ્વારા રાજકારણ ગરમાય રહ્યું છે. એકંદરે રાજકીય પીચ પર જોરશોરથી બેટિંગ ચાલી રહી છે. આ વચ્ચે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે અને તેમને 2014ના તેમના ભાષણમાં આપેલા વાયદાની યાદ અપાવી છે. આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે છેલ્લા ત્રણ તબક્કાના મતદાનમાં બિહારની જનતાએ ભાજપને રસ્તા પર લાવી દીધુ છે. 

ક્યા હુઆ તેરા વાદા......

લાલુ યાદવે રવિવારે ટ્વીટ કરતા કહ્યું કે, તમે 2014માં કહ્યું હતું કે, હું સુગર મિલ ખોલીશ અને આ મિલમાંથી બનેલી ખાંડની જ ચા પીઈશ. 10 વર્ષ વીતી ગયા, શું થયું તમારા વાયદાનું? જે વડાપ્રધાન પોતાના વચન મુજબ રાજ્યમાં એક નાની સુગર મિલ નથી ખોલાવી શકતા, જે વડાપ્રધાન વિશેષ રાજ્યના દરજ્જાથી લઈને 10 વર્ષોમાં પોતોના મોટા-મોટા વાયદામાંથી એક પણ વાયદો નથી પૂરો કરી શકતા, જે વડાપ્રધાન ભરેલા મંચ પરથી પોતાના જ સહયોગી પક્ષના મુખ્યમંત્રી દ્વારા હાથ જોડીને આજીજી કરવા છતાં પણ 100 વર્ષો જૂની અને ઐતિહાસિક પટના યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો પણ નથી આપી શક્યા. આવી સ્થિતિમાં વડાપ્રધાન રોડ તો શું ભલે ગલી-ગલી ફરીને નુક્કડ નાટક કરે, તેનાથી બિહારને શું ફાયદો થશે?

ત્રણ તબક્કામાં બિહારે રસ્તા પર લાવી જ દીધુ

લાલુ યાદવે આગળ લખ્યું, બિહારી બડબડાટ કરનાર નથી. બિહારના લોકો સારી રીતે જાણે છે કે બિહારમાંથી 40માંથી 39 સાંસદો લઈને બિહારના બદલે ગુજરાતમાં જ કર્યું અને તમામ રોકાણ માત્ર ગુજરાતમાં જ લઈ ગયા, જ્યારે બિહારમાં લાંબા સમયથી NDA સરકાર છે. ફરી 5 વર્ષ બાદ ચૂંટણી ટાણે બિહારની મુલાકાતે આવે છે. 3 તબક્કામાં બિહારે ભાજપને રસ્તા પર લાવી જ દીધુ છે હવે બાકી રહેલ 4 તબક્કામાં ગલી-ગલીમાં ઘુમાવી દેશ. આ બિહાર છે બિહાર.

તેજસ્વી યાદવ પણ પીએમ મોદી પર નિશાન સાધ્યુ

લાલુ યાદવે પીએમ મોદી પર એવા સમયે પ્રહારો કર્યા છે જ્યારે તેઓ આજે બિહારની રાજધાની પટનામાં એક વિશાળ રોડ શો કરવા જઈ રહ્યા છે. એટલું જ નહીં RJD નેતા તેજસ્વી યાદવ પણ પીએમ મોદીના બિહાર પ્રવાસ પર નિશાન સાધી રહ્યા છે. પીએમ મોદી આજથી બિહારના બે દિવસીય પ્રવાસ પર છે. પ્રથમ દિવસે સાંજે પટનામાં રોડ શો કરશે. બીજા દિવસે 13 મેના રોજ સવારે લગભગ 9:00 વાગ્યે પટના શહેર સ્થિત ગુરુદ્વારામાં જવાનો કાર્યક્રમ છે, જ્યાં તેઓ માથું ટેકવશે. પીએમની બિહાર મુલાકાત પર તેજસ્વીએ કહ્યું કે જો તેમના રૂટ પર પટના યુનિવર્સિટી નથી તો તેને ચોક્કસપણે સામેલ કરવી જોઈએ. કાકા (નીતીશ કુમાર)એ કહ્યું હતું કે, પટના યુનિવર્સિટીને સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો આપશે. કમ સે કમ મોદીજીએ તો 10 વર્ષમાં આટલું જ આપી દીધું હોત. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો તો દૂર, વિશેષ પેકેજની વાત તો દૂર, કમ સે કમ પટના યુનિવર્સિટીને જ કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપી દીધો હોત.

ભાજપ ડરી ગઈ છે

તેજસ્વીએ કહ્યું કે બિહારના ચૂંટણી પરિણામો અંગે ભાજપ ડરી ગઈ છે. જેના કારણે પીએમને બિહાર આવવું પડી રહ્યું છે. તેઓ ડરી ગયા છે કે બિહાર આ વખતે ચોંકાવનારા પરિણામો આપી રહ્યું છે. બિહાર મુદ્દાની વાત કરી રહ્યું છે. બિહાર પોતાનો અધિકાર અને હક માગી રહ્યું  છે અને વડાપ્રધાને જવાબ આપવો પડશે કે તેમણે 10 વર્ષ સુધી બિહાર સાથે સાવકુ વર્તન કેમ કર્યું?


Google NewsGoogle News