Get The App

જો તમે પહેલીવાર મત આપવા જઈ રહ્યા છો, તો આ બાબતોને અવશ્ય ધ્યાનમાં લો

Updated: Apr 26th, 2024


Google NewsGoogle News
જો  તમે પહેલીવાર મત આપવા જઈ રહ્યા છો, તો આ બાબતોને અવશ્ય ધ્યાનમાં લો 1 - image


First Time Voter: ભારતની 18મી લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે પૂર્ણ થયું છે. 543 બેઠકો માટેની લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં પૂર્ણ થશે. જેનો પ્રથમ તબક્કો 19 એપ્રિલે પૂર્ણ થયો હતો. 

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી થવાની છે. રાજ્યમાં એવા ઘણા મતદારો છે જેઓ લોકસભાની ચૂંટણીમાં પહેલીવાર વોટ આપવા જશે. આવી સ્થિતિમાં, કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ...

આ બાબતોને ધ્યાનમાં લો

જ્યારે તમે મતદાન કરવા માટે મતદાન મથક પર જઈ રહ્યા છો. તો સૌ પ્રથમ તમારું નામ મતદાર યાદીમાં છે તેની ખાતરી કરો. કારણ કે જો તમારું નામ મતદાર યાદીમાં નહીં હોય તો તમે મતદાન કરી શકશો નહીં. 

જો તમે પહેલીવાર મતદાન કરવા જઈ રહ્યા છો, તો કદાચ તમને ખબર નહીં હોય કે મતદાન કરવા માટે ઓળખ કાર્ડ હોવું જરૂરી છે.

યુવાનોમાં પ્રથમ વખત મતદાન કરવાનો ઉત્સાહ અનેરો હોય છે. અને જો તમે પોલિંગ બૂથ પર જાઓ અને વોટિંગ દરમિયાન વીડિયો કે સેલ્ફી લેવાનું શરૂ કરો તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કારણ કે આ કામ ગેરકાયદેસર છે.

પ્રત્યેક નાગરિકનો મત ગુપ્ત અને મૂલ્યવાન છે. જેથી આચાર સંહિતાના નિયમોને આધિન મતદાન કરવું.


Google NewsGoogle News