Get The App

બેંકોનું રાષ્ટ્રીયકરણ, હરિત ક્રાંતિ જેવા પગલાં લેનાર દિગ્ગજ નેતા ચૂંટણી હારતાં ડિપ્રેશનમાં સરી ગયા હતા

47 વર્ષ પહેલા 20 માર્ચ 1977ના રોજ જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે તે એકાએક ભાંગી પડ્યા હતા

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
બેંકોનું રાષ્ટ્રીયકરણ, હરિત ક્રાંતિ જેવા પગલાં લેનાર દિગ્ગજ નેતા ચૂંટણી હારતાં ડિપ્રેશનમાં સરી ગયા હતા 1 - image

image : Wikipedia 



Lok Sabha Elections 2024 | લોકસભા ચૂંટણી 2024ના રાજકીય ગરમાવા વચ્ચે દેશની છઠ્ઠી લોકસભા ચૂંટણીની વાત કરીએ, જે 1977માં યોજાઈ હતી અને આ ચૂંટણીઓમાં ઈન્દિરા ગાંધી ખરાબ રીતે હારી ગયા હતા. જનતા દળનું 'ઈન્દિરા હટાવો, દેશ બચાવો' નો સૂત્ર સફળ રહ્યું હતું. ઈન્દિરા ગાંધી એટલી ખરાબ રીતે હારી ગયા કે તેઓ તેમની રાયબરેલી બેઠક પણ બચાવી શક્યા નહીં. તે અહીંથી 55 હજાર મતોથી હાર્યા હતા. 47 વર્ષ પહેલા 20 માર્ચ 1977ના રોજ જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે ઈન્દિરા ગાંધી એકાએક ભાંગી પડ્યા હતા. 

તેમણે 4 દિવસ પોતાને રૂમમાં કેદ કરી લીધા હતા... 

ત્યારે સફદરજંગ રોડ પર સન્નાટો પ્રસરી ગયો હતો. ઈન્દિરા ગાંધીએ પોતાને રૂમમાં કેદ કરી લીધા હતા. તે 4 દિવસ સુધી રૂમમાં બંધ રહ્યા. તે ડિપ્રેશનમાં સરી ગયા હતા. ન તો કોઈને મળ્યા, ન કોઈની સાથે વાત કરી. ચૂંટણીની હાર તે પચાવી શકી રહ્યા નહોતા. તે  પીડામાં હતા, પરંતુ કોઈને કહી શકતા ન હતા. બંને પુત્રવધૂ, સોનિયા ગાંધી અને મેનકા ગાંધી અને પૌત્ર-પૌત્રી રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મિત્ર સુમન દુબેના ઘરે મોકલી દીધા. તેમને સંજય ગાંધીની ચિંતા હતી.

ઇન્દિરા ગાંધીએ સંજયના નામની ગેરંટી માંગી હતી

એક મીડિયા હાઉસના જાણીતા પત્રકારે તેમના પુસ્તક 'હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઈડ'માં આ ખુલાસા કર્યા છે. તે લખે છે કે 22 માર્ચે ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે  પોતાનું રાજીનામું કાર્યવાહક રાષ્ટ્રપતી બી.ડી. જત્તીને સોંપ્યું અને જ્યારે તેઓ રાજીનામું આપી રહ્યા હતા ત્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ જત્તીના પત્ની સંગમા રડવા લાગ્યા હતા. ઓપરેશન બ્લુ સ્ટાર અને 1975માં લાદવામાં આવેલી ઈમરજન્સીને કારણે ઈન્દિરા ગાંધીની કારકિર્દીનો અંત આવ્યો. રાષ્ટ્રપતિએ રાજીનામું ધરાવતું પરબિડીયું હાથમાં લીધું પણ ખોલ્યું નહીં.

લોકો ઈચ્છતા હતા કે ઈન્દિરા વડાપ્રધાન પદે જળવાઈ રહે... 

બેંકોનું રાષ્ટ્રીયકરણ અને હરિત ક્રાંતિ સહિત  અનેક મહત્ત્વપૂર્ણ પગલાં લેનાર  ઈન્દિરા ગાંધીના સમર્થકો ઈચ્છતા હતા કે તેઓ હોદ્દા પર જળવાઈ રહે, પરંતુ ઈન્દિરા ગાંધી તે દિવસે જેટલા શાંત હતા તેટલા ક્યારેય ન હતા. તેમની અંદર એક યુદ્ધ ચાલી રહ્યું હતું. જ્યારે જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈ તેમને મળવા આવ્યા ત્યારે તેમણે ઈન્દિરા ગાંધીને ખાતરી આપી હતી કે તેમના પરિવારને કોઈ નુકસાન નહીં થાય, જેના જવાબમાં ઈન્દિરાએ કહ્યું કે હવે હું થાકી ગઈ છું. હું નિવૃત્તિ લઈ રહી છું, બાકીનું જીવન પહાડોમાં મારી પુત્રવધૂ અને પૌત્રો સાથે વિતાવીશ. બસ ખાતરી આપો કે સંજયને કંઈ નહીં થાય.

બેંકોનું રાષ્ટ્રીયકરણ, હરિત ક્રાંતિ જેવા પગલાં લેનાર દિગ્ગજ નેતા ચૂંટણી હારતાં ડિપ્રેશનમાં સરી ગયા હતા 2 - image


Google NewsGoogle News