નવી પાર્ટી, નવો સિમ્બોલ અને છતાં ઈન્દિરા ગાંધીને બહુમતી, જાણો પહેલી મધ્યસ્થ ચૂંટણીનો રસપ્રદ ઈતિહાસ
Image Twitter |
General Election 1971 : દેશમાં 18મી લોકસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે, પરંતુ શું તમે જાણો છો કે દેશની 5મી સામાન્ય ચૂંટણી ઘણી બાબતોમાં સંપૂર્ણપણે અલગ હતી. દેશની સામે અનેક પડકારો ઊભા હતા. એ સમયે જ્યારે દેશે પહેલી મધ્યસત્ર ચૂંટણીઓ જોઈ. તો વિશ્વએ પણ ઈન્દિરા ગાંધીની શક્તિ જોઈ હતી. 1972માં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ એક વર્ષ પહેલા એટલે કે 1971માં મધ્યસત્ર ચૂંટણી યોજવી પડી.
આ ચૂંટણી પહેલા સત્તાધારી કોંગ્રેસમાં ભાગલા પડી ગયા હતા. જવાહરલાલ નેહરુના નજીકના મિત્રોએ તેમની પુત્રી ઈન્દિરા ગાંધી સામે બળવો કર્યો અને નવી પાર્ટી બનાવી લીધી. ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ-આરની રચના થઈ અને મોરારજી દેસાઈના નેતૃત્વમાં કોંગ્રેસ-ઓ ની રચના કરવામાં આવી. પક્ષના વરિષ્ઠ નેતાઓના આ વ્યવહારના કારણે ઇન્દિરા ગાંધીએ કોમ્યુનિસ્ટ પાર્ટીઓનો ટેકો લઈને સરકારને બચાવી, પરંતુ મધ્યસત્ર ચૂંટણી યોજવાનો નિર્ણય પણ કરી લીધો.
પાકિસ્તાનને બે ભાગમાં વહેંચીને કમજોર દેશ બનાવ્યો
1971ની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધી દેશમાં એક શક્તિ તરીકે ઉભરી આવ્યા હતા, જ્યારે તેમણે ચોથી સામાન્ય ચૂંટણીમાં પણ મજબૂત દસ્તક આપી દીધી હતી. આ જ વર્ષે ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે દુનિયા સામે આવ્યું. જેને ઈન્દિરા ગાંધીની કૂટનીતિક સફળતા તરીકે જોવામાં આવી, કારણ કે આઝાદીના બે દાયકા પછી તેમણે પાકિસ્તાનને બે ભાગમાં વહેંચી અને એક નબળો દેશ બનાવી દીધો હતો.
તે સમયથી તૂટેલા પાકિસ્તાન ગમે તેટલી ગર્જના કરે, છૂપાઈને ગમે તેટલીવાર હુમલો કરી શકે, પરંતુ તેને આગળ આવીને લડવાની હિંમત નથી કરી શકતું. હવે તો દેશને નાની-મોટી દરેક વસ્તુઓની જરુર પડતી હોય છે. સામાન્ય નાગરિકો પણ ચર્ચા કરવા લાગ્યા છે કે ભારત સાથે ટકરાવાનો મતલબ વિનાશ થવો. મોદી સરકારે પણ પોતાના કાર્યકાળ દરમિયાન સમયાંતરે અલગ-અલગ રીતે પડચો બતાવી દીધો છે.
ઈન્દિરાનું જોરદાર કમબેક, 352 બેઠકો જીતી
ઈન્દિરા ગાંધી માટે આ રસ્તો સરળ નહોતો. તે અનેક મુશ્કેલીઓ વચ્ચે કઠિન નિર્ણયો લેવામાં ક્યારેય ખચકાતી નહોતી. તેનો ફાયદો તેમને સામાન્ય ચૂંટણીઓમાં મળ્યો અને તેમના નેતૃત્વમાં બીજી વખત લડવામાં આવેલી ચૂંટણીમાં તેમણે ઐતિહાસિક જીત નોંધાવી. તેઓ 352 બેઠકો જીતવામાં સફળ રહ્યા. 1967ની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે તેના ઈતિહાસમાં સૌથી ઓછી 283 બેઠકો મળી હતી. તેમના વિરોધી વરિષ્ટ નેતાઓવાળી પાર્ટી કોંગ્રેસ-ઓને વર્ષ 1971ની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. તેમને માત્ર 16 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
આ ચૂંટણીમાં દેશમાં પહેલીવાર ગઠબંધનની રાજનીતિ શરૂ થઈ હતી, જેને ઈન્દિરા ગાંધીએ જોરદાર હાર આપી. જ્યારે 1967ની ચૂંટણીમાં વિરોધ પક્ષો પાસે 150થી વધુ બેઠકો હતી, ભાગીદારીમાં લડ્યા બાદ આ સંખ્યા 50 સુધી પણ પહોંચી ન હતી. આ ગઠબંધનમાં કોંગ્રેસ-ઓ, જનસંઘ, સ્વતંત્ર પાર્ટી સહિત અન્ય કેટલાક પક્ષો હતા. ગઠબંધનનું નામ એનડીએફ એટલે કે (NDF)નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ હતું, ગઠબંધન (Congress-R)કોંગ્રેસ-આર એટલે કે ઈન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યું હતું, પરંતુ તમિલનાડુમાં તેણે ડીએમકે સાથે અને કેરળમાં સીપીઆઈ સાથે જોડાણ કર્યું હતું.
તેઓ કહે છે કે - ઈન્દિરા હટાવો, ઈન્દિરા કહેતા હતા- ગરીબી હટાવો
તે સમયે દેશમાં ખૂબ ગરીબી હતી. લોકો ભૂખે મરી રહ્યા હતાં, દુકાળની પરિસ્થિતિ સર્જાઈ હતી. વિપક્ષ ઈન્દિરાને હટાવોના નારા લગાવી રહ્યા હતા, ત્યારે ઈન્દિરા ગાંધીએ નારો આપ્યો કે તેઓ કહે છે ઈન્દિરા હટાવો, હું કહું છું ગરીબી હટાવો. આ નારો ક્લિક થયો અને વિપક્ષને કારમી હારનો સામનો કરવો પડ્યો. વિપક્ષો ઈચ્છતા ન હોવા છતાં ઈન્દિરાનું નામ લેતા રહ્યા અને ઈન્દિરા દેશમાંથી ગરીબી હટાવવાની વાત કરતા રહ્યા.
— MOHANRAO G (@MOHANRAOG15) March 24, 2024
આ ચૂંટણીમાં તેમણે આશરે 300થી વધુ નાની-મોટી રેલીઓ અને શેરી સભાઓ કરી હતી. તેમની વાતો સીધી લોકોના હૃદયમાં પહોંચતી હતી. ઈન્દિરા ગાંધીએ આ ચૂંટણીમાં લગભગ 33 હજાર કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. 2 કરોડથી વધુ લોકો તેમને પોતાનો નેતા માનતા હતા. આ એ સમય હતો જ્યારે નેતાઓને સાંભળવા માટે લોકો સ્વયંભૂ રેલીઓમાં આવતા હતાં.
1971ની ચૂંટણી ઈન્દિરા માટે ખૂબ જ ખાસ હતી
ઈન્દિરા ગાંધી માટે 1971ની મધ્યસત્ર ચૂંટણી ખૂબ જ ખાસ હતી. કારણ કે તે સમયે તેઓ અનેક પડકારોથી ઘેરાયેલા હતા. તેમની જ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ વર્ષ 1969માં વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. તેને ઉતાવળમાં બીજી પાર્ટી બનાવવી પડી. જ્યારે સરકાર લઘુમતીમાં આવી ત્યારે તેણે કમ્યુનિસ્ટ પાર્ટીનો ટેકો લેવો પડ્યો.
કોંગ્રેસ નવા ચૂંટણી સિમ્બોલ સાથે મેદાનમાં ઉતરી
પહેલીવાર નવી રચાયેલી કોંગ્રેસ-આર નવા ચૂંટણી સિમ્બોલ સાથે મેદાનમાં ઉતરી છે. આ નવા ચૂંટણી સિમ્બોલમાં ગાયનું દૂધ પીતું વાછરડું હતું. કોઈ પણ નવા ચૂંટણી સિમ્બોલ પર સામાન્ય ચૂંટણી જીતવી સરળ નથી, પરંતુ ઈન્દિરા ગાંધી પાસે અન્ય બીજો કોઈ વિકલ્પ નહોતો. અંદરથી લઈને બહાર સુધી ઘેરાયેલા હોવા છતાં તેઓ લડ્યા અને મજબૂત રીતે વિજય મેળવ્યો, આટલું જ નહીં, પરંતુ કોંગ્રેસ-ઓ (Congress-O)ને ધોળા દિવસે તારા બતાવ્યાં.
ઈન્દિરા ગાંધી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા
18 માર્ચ, 1971ના રોજ ઈન્દિરા ગાંધીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. 26 માર્ચ 1971ના રોજ પાકિસ્તાનથી અલગ થઈને બાંગ્લાદેશ બન્યું. ચૂંટણી પહેલા ઈન્દિરા ગાંધીએ પ્રિવી પર્સ પર સ્ટ્રોક કર્યો ત્યારે તો બેંકોના રાષ્ટ્રીયકરણને મજબૂત કરવા માટેનો નિર્ણય લેવામાં જરાય પીછેહટ ન કરી. અહીં જ્યારે શપથ વિધિની તૈયારઓ ચાલી રહી હતી ત્યારે બાંગ્લાદેશનો જન્મ થયો હતો. ઈન્દિરાની લોકપ્રિયતા વધારવામાં આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે દુનિયા ઈન્દિરા તરફ આશાભરી નજરે જોવા લાગી. તેમણે આયર્ન લેડી, દુર્ગા અને બીજા અન્ય કેટલાક ખિતાબ મળ્યા હતા.