Get The App

ચૂંટણી પંચનો આદેશ, 118 મતદાન કેન્દ્ર પરના EVM તપાસાશે, જુઓ રાજ્યો અને બેઠકોની યાદી

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
ECI EVM Checking Seat List


Lok Sabha Election Result 2024 EVM Controversy : લોકસભા ચૂંટણીમાં કેટલીક બેઠકો પર કથિત ગેરરીતિ થઈ હોવાની અરજીઓ બાદ ચૂંટણી પંચે કડક નિર્દેશો બહાર પાડ્યા છે. મતદાન દરમિયાન ઈવીએમમાં ગડબડ કરાઈ હોવાની આઠ ફરિયાદો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે 92 મતદાન કેન્દ્ર પરના ઈવીએમની તપાસ કરવાના આદેશ આપી દીધા છે.

આ છ રાજ્યોની આઠ બેઠક પરના EVM ચકાસાશે

મળતા અહેવાલો મુજબ ચૂંટણી પંચને છ રાજ્યોની આઠ લોકસભા બેઠકોની ચૂંટણી દરમિયાન ઈવીએમમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળી છે. આ આઠ બેઠકોમાં હરિયાણા (Haryana) અને તમિલનાડુ (Tamil Nadu)ની બે-બે બેઠકો સામેલ છે. જ્યારે છત્તીસગઢ (Chhattisgarh), મહારાષ્ટ્ર (Maharashtra), તેલંગાણા (Telangana) અને આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ની એક-એક બેઠક સામેલ છે.

આઠ બેઠકોમાંથી ભાજપે ત્રણ અને કોંગ્રેસની બે જીતી

ચૂંટણી પંચે (Election Commission) જે આઠ બેઠકો પરના ઈવીએમ તપાસવાનો આદેશ આપ્યો છે, તેમાંથી ભાજપે (BJP) ત્રણ બેઠકો અને કોંગ્રેસે (Congress) બે બેઠકો જીતી છે. આ ઉપરાંત બાકીની ત્રણ બેઠકો અન્ય પક્ષોએ જીતી છે.

92 મતદાન કેન્દ્ર પરના ઈવીએમની તપાસ કરાશે

ચૂંટણી પંચ દ્વારા જણાવાયું છે કે, લોકસભા ચૂંટણી-2024માં ઈવીએમમાં ગેરરીતિ થઈ હોવાની આઠ ફરિયાદો મલી છે, જેમાં ઈવીએમની મેમરી અને માઈક્રો કંટ્રોલરની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ચૂંટણી પંચ હવે આ આઠ બેઠકો પરના 92 મતદાન કેન્દ્ર પર ઉપયોગમાં લેવાયેલા ઈવીએમની તપાસ કરશે.

વિધાનસભા ચૂંટણીમાં પણ ગેરરીતિની ફરિયાદ

આ ઉપરાંત ચૂંટણી પંચે આંધ્ર પ્રદેશ અને ઓડિશાની ત્રણ વિધાનસભા બેઠકોના ઈવીએમની પણ તપાસ કરવાના આદેશ આપ્યા છે. પંચે કહ્યું કે, આ બંને રાજ્યોના 26 મતદાન મથકો પરના ઈવીએમની તપાસ કરવામાં આવશે.

ચૂંટણી પંચે કુલ 118 મતદાન કેન્દ્રો પરના EVMની તપાસ કરવા આપ્યો આદેશ

ચૂંટણી પંચનો આદેશ, 118 મતદાન કેન્દ્ર પરના EVM તપાસાશે, જુઓ રાજ્યો અને બેઠકોની યાદી 2 - image


Google NewsGoogle News