કંગના રણૌત સામે રાજ પરિવારના સભ્યને ચૂંટણી લડાવાનો પ્લાન, કોંગ્રેસેે મનામણાંના પ્રયાસ શરૂ કર્યા

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
કંગના રણૌત સામે રાજ પરિવારના સભ્યને ચૂંટણી લડાવાનો પ્લાન, કોંગ્રેસેે મનામણાંના પ્રયાસ શરૂ કર્યા 1 - image


Lok Sabha Elections 2024 : કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ ચૂંટણી લડવાનો ઈનકાર કરી ચૂક્યા છે તેમ છતાં કોંગ્રેસનું ટોચનું નેતૃત્વ તેમને મંડીથી લોકસભા ચૂંટણી લડાવાની તૈયારી કરી રહ્યું છે. હાઈકમાન તરફથી હાથ ધરાયેલા સરવેમાં પ્રતિભાનું નામ સૌથી આગળ છે. 

નારાજગી દૂર કરવા મનામણાના પ્રયાસો શરૂ 

સોમવારે ઉપમુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીના નેતૃત્વમાં રચાયેલી રાજકીય બાબતોની પેટાસમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભાજપના મિશન લોટસને નિષ્ફળ બનાવવા ચર્ચા કરાઈ હતી. પ્રતિભા સિંહની નારાજગી દૂર કરવા વરિષ્ઠ નેતાઓએ મંત્રણા કરી હતી. ઉપમુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ પ્રદેશ અધ્યક્ષ સાથે પણ વાત કરી છે. 

કોંગ્રેસ માટે જરૂરી છે કે પ્રતિભા સિંહ ચૂંટણી લડે 

માહિતી અનુસાર કોંગ્રેસનું એવું માનવું છે કે તાજેતરના બળવા બાદ એકજૂટતાનો મેસેજ આપવા માટે એ જરૂરી છે કે પ્રતિભા સિંહ ચૂંટણી લડે. ઉપમુખ્યમંત્રી સહિત પેટાસમિતિમાં સામેલ મંત્રી હર્ષવર્ધન ચૌહાણ તથા જગત સિંહ નેગી દ્વારા મનામણાના પ્રયાસો કરાતા પ્રતિભા સિંહ જો ચૂંટણી લડવા તૈયાર થઈ જાય તો મંડી બેઠક પર રાજ પરિવાર વિરુદ્ધ બોલિવૂડ અભિનેત્રી વચ્ચે જંગ જોવા મળી શકે છે. 



Google NewsGoogle News