કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, ગુરુગ્રામથી રાજ બબ્બરને આપી ટિકિટ

Updated: Apr 30th, 2024

Google NewsGoogle News
કોંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી, ગુરુગ્રામથી રાજ બબ્બરને આપી ટિકિટ 1 - image

Lok Sabha Elections 2024: લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે ચાર ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં અભિનેતા રાજ બબ્બરને હરિયાણાની ગુરુગ્રામ લોકસભા બેઠકથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે હિમાચલ પ્રદેશની કાંગરા બેઠકથી આનંદ શર્માને ટિકિટ આપી છે. હિમાચલ પ્રદેશની હમીરપુર બેઠકથી સતપાલ રાયજાદાને મેદાને ઉતાર્યા છે અને મુંબઈ નોર્થ બેઠકથી ભૂષણ પાટીલના નામની જાહેરાત કરવામાં આવી છે.

અનુરાગ ઠાકુર સામે સતપાલ રાયજાદા ચૂંટણી લડશે

હિમાચલ પ્રદેશની કાંગરા લોકસભા બેઠકથી આનંદ શર્માને ભાજપના ઉમેદવાર ડો.રાજીવ ભારદ્વાજ સામે ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. આનંદ શર્માને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. જ્યારે હિમાચલ પ્રદેશની હમીરપુર બેકથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સામે સતપાલ રાયજાદાને મેદાનમાં ઉતાર્યા છે. વર્ષ 2022માં સતપાલ રાયજાદા ભાજપના સતપાલ સિંહ સત્તી સામે ચૂંટણી હારી ગયા હતા. અનુરાગ ઠાકુર સતત ચાર વખત હમીરપુરથી ચૂંટણી જીત્યા છે, આ બેઠક જીતવી કોંગ્રેસ અને રાયજાદા માટે પણ મોટો પડકાર છે.

રાજ બબ્બર સતત બે લોકસભા ચૂંટણી હાર્યા

ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે છેલ્લી બે લોકસભા ચૂંટણી ઉત્તર પ્રદેશની ફતેહપુર સીકરી બેઠકથી લડી હતી. બંને વખત તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે કોંગ્રેસ તેમને હરિયાણાની ગુરુગ્રામ બેઠકથી ટિરિટ આપી છે. જ્યારે ગુરુગ્રામ બેઠકથી ભાજપના ઉમેદવાર રાવ ઈન્દ્રજીત મેદાને છે.