Get The App

PM મોદી, રાહુલ ગાંધી કે અખિલેશ? લોકસભા ચૂંટણીમાં કયા નેતાએ કેટલો ખર્ચ કર્યો, જુઓ ચૂંટણી પંચનો રિપોર્ટ

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
PM મોદી, રાહુલ ગાંધી કે અખિલેશ? લોકસભા ચૂંટણીમાં કયા નેતાએ કેટલો ખર્ચ કર્યો, જુઓ ચૂંટણી પંચનો રિપોર્ટ 1 - image


All Party Campaign Expenses in Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી-2024માં ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી (PM Narendra Modi), કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી (Rahul Gandhi), સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અખિલેશ યાદવ (Akhilesh Yadav) સહિતના ઉમેદવારો પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો, તે અંગેની વિગતો સામે આવી છે. મળતા અહેવાલો મુજબ વિવિધ પક્ષોએ ચૂંટણીમાં ઉમેદવારો પર કરેલા ખર્ચની વિગતો ચૂંટણી પંચને સોંપી છે. અત્યાર સુધીમાં ભાજપ, કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી (SP), તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને કેટલાક અન્ય પક્ષોએ પોતાના ચૂંટણી ખર્ચની વિગતો જાહેર કરી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી વિગતો દર્શાવે છે કે, તમામ પક્ષોએ પોતાના મુખ્ય ઉમેદવારના પ્રચાર માટે કેટલી રકમ ખર્ચ કરી. તો જોઈએ કયા પક્ષોએ પોતાના મુખ્ય ઉમેદવાર માટે કેટલીક રકમ ખર્ચ કરી?

કોંગ્રેસે રાહુલ ગાંધીના પ્રચાર માટે કેટલો ખર્ચ કર્યો?

કોંગ્રેસે (Congress) રાહુલ ગાંધીના પ્રચાર માટે વાયનાડ લોકસભા બેઠક માટે 70 લાખ રૂપિયા અને રાયબરેલી બેઠક માટે 70 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. આમ પાર્ટીએ રાહુલ ગાંધીના પ્રચાર માટે કુલ એક કરોડ 40 રૂપિયા ખર્ચ કર્યા છે.

કોંગ્રેસે સૌથી વધુ મંડી બેઠક પરના ઉમેદવારને ફંડ આપ્યું

કોંગ્રેસે સૌથી વધુ 87 લાખ રૂપિયા ચૂંટણી ફંડ મંડી બેઠક પરના ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહને આપ્યું હતું, જોકે તેઓ હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરના ભાજપ ઉમેદવાર કંગના રનૌત સામે હારી ગયા હતા. આ ઉપરાંત કોંગ્રેસે આસામની ધુબરી બેઠક પરના સાંસદ રકીબુલ હસનને રૂપિયા 75 લાખ ફંડ આપ્યું હતું.

કોંગ્રેસના અન્ય નેતાઓ પાછળ કરેલો ખર્ચ

કોંગ્રેસના અન્ય ઉમેદવારોની વાત કરીએ તો, કેરાલાની અલપ્પુઝા બેઠક પરથી કે.સી.વેણુગોપાલ, ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરના કિશોરી લાલ શર્મા, પંજાબની આનંદપુર સાહિબ બેઠક પરના વિજય ઈંદર સિંગલા અને તમિલનાડુની વિરુધનગર બેઠક પરના મણિક્કમ ટૈગોરને પાર્ટી તરફથી 70-70 લાખ રૂપિયા ફંડ મળ્યું હતું. જ્યારે દિગ્વિજય સિંહ, અનુપૂર્ણા સિંહ, યશસ્વિની સહાય જેવા નેતાઓને 50 લાખ રૂપિયા ખર્ચ અપાયો હતો.

PM મોદી, રાહુલ ગાંધી કે અખિલેશ? લોકસભા ચૂંટણીમાં કયા નેતાએ કેટલો ખર્ચ કર્યો, જુઓ ચૂંટણી પંચનો રિપોર્ટ 2 - image

ભાજપના કયા ઉમેદવારને કેટલું ફંડ અપાયું

ભાજપ (BJP)ના ઉત્તર પ્રદેશની વારણસી બેઠક પરના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ચૂંટણી પ્રચાર માટે 50 લાખ રૂપિયાનું ફંડ ફાળવ્યું હતું. જ્યારે મંડી બેઠક પરની ભાજપ ઉમેદવાર અને બોલિવૂડ અભિનેત્રી કંગના રણોતના ચૂંટણી પ્રચાર પાછળ 50 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો. આ ઉપરાંત સૌથી ચર્ચાસ્પદ બેઠક અયોધ્યા પરના ભાજપ ઉમેદવાર લલ્લૂ સિંહના ચૂંટણી પ્રચાર માટે ભાજપે 20 લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો, જોકે લલ્લૂ સિંહ સમાજવાદી પાર્ટીના ઉમેદવાર અવધેશ પ્રસાદ સામે હારી ગયા હતા.

PM મોદી, રાહુલ ગાંધી કે અખિલેશ? લોકસભા ચૂંટણીમાં કયા નેતાએ કેટલો ખર્ચ કર્યો, જુઓ ચૂંટણી પંચનો રિપોર્ટ 3 - image

સમાજવાદી પાર્ટીના ખર્ચની વિગતો

સમાજવાદી પાર્ટીની વાત કરીએ તો, પાર્ટીએ કનૌજ બેઠક પરના ઉમેદવાર અખિલેશ યાદવના ચૂંટણી ખર્ચ માટે 60 લાખ રૂપિયા ફાળવ્યા હતા. જ્યારે મૈનપુરી બેઠકના ઉમેદવાર ડિંપલ યાદવને 72 લાખ રૂપિયા, ફિરોજાબાદ બેઠકના અક્ષય યાદવને 25 લાખ રૂપિયા, આજમગઢના ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવને 20 લાખ રૂપિયા, ફૈજાબાદના ઉમેદવાર અવધેશ પ્રસાદને 20 લાખ રૂપિયા, મુરાદાબાદના ઉમેદવાર રૂચી વીરાને 10 લાખ રૂપિયા ચૂંટણી પ્રચાર માટે ફાળવ્યા હતા. જ્યારે પાર્ટીએ શિવપાલ યાદવના પુત્ર આદિત્ય યાદવને કોઈ રકમ ફાળવી ન હતી.

PM મોદી, રાહુલ ગાંધી કે અખિલેશ? લોકસભા ચૂંટણીમાં કયા નેતાએ કેટલો ખર્ચ કર્યો, જુઓ ચૂંટણી પંચનો રિપોર્ટ 4 - image

આમ આદમી પાર્ટીના ખર્ચની વિગતો

આમ આદમી પાર્ટી (AAP)એ પોતાના મુખ્ય ઉમેદવારોના ચૂંટણી પ્રચાર પાછળ કરેલા ખર્ચની વિગતોની વાત કરીએ તો પાર્ટીએ ગુજરાતની ભરૂચ બેઠક પરના ઉમેદવાર ચૈતર વસાવાને સૌથી વધુ 30 લાખ રૂપિયા, પૂર્વ દિલ્હી પરના ઉમેદવાર કુલદીપ કુમારને 21 લાખ રૂપિયા, નવી દિલ્હી બેઠક પરના ઉમેદવાર સોમનાથ ભારતીને 9 લાખ રૂપિયા ફાળવ્યા હતા. જ્યારે પાર્ટીએ પંજાબ અને હરિયાણામાં કોઈપણ ઉમેદવારોને નાણાંકીય સહાય પુરી પાડી ન હતી.

PM મોદી, રાહુલ ગાંધી કે અખિલેશ? લોકસભા ચૂંટણીમાં કયા નેતાએ કેટલો ખર્ચ કર્યો, જુઓ ચૂંટણી પંચનો રિપોર્ટ 5 - image

ટીએમસીએ ખર્ચ કરેલી રકમની વિગત

તૃણમૂલ કોંગ્રેસે (TMC) પશ્ચિમ બંગાળની તમામ 48 બેઠકો પર ઉતારેલા પ્રત્યે ઉમેદવારો પાછળ 75-75 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. આમ TMCએ લોકસભા ચૂંટણીમાં કુલ 36 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.

AIMIM માત્ર ઓવૈસીને ફાળવ્યું ‘ચૂંટણી પ્રચાર ફંડ’

અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીને (AIMIM) ચૂંટણી પંચને ખર્ચની વિગતો સોંપી છે. આ વિગતો મુજબ પાર્ટીએ દેશભરમાં માત્ર 14 ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પાર્ટીના મહાસચિવ અહમદ પાશા કાદરીએ કહ્યું કે, પાર્ટીએ અસદુદ્દીન ઓવૈસીને ચૂંટણી પ્રચાર માટે બે ભાગમાં કુલ 52 લાખ રૂપિયાનું ફંડ આપ્યું હતું. જ્યારે અન્ય ઉમેદવારોને કોઈપણ નાણાંકીય સહાય કરવામાં આવી ન હતી.

BSPના કોઈપણ ઉમેદવારને ફંડ નહીં

બહુજન સમાજ પાર્ટી (BSP)એ ઉત્તર પ્રદેશની કુલ 80 લોકસભા બેઠક પર ઉમેદવારો ઉતાર્યા હતા. આ ઉપરાંત પાર્ટીએ મધ્યપ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ ઉમેદવાર ઉતાર્યા હતા. જોકે પાર્ટીએ કોઈપણ ઉમેદવારને ફંડ આપ્યું ન હતું.

PM મોદી, રાહુલ ગાંધી કે અખિલેશ? લોકસભા ચૂંટણીમાં કયા નેતાએ કેટલો ખર્ચ કર્યો, જુઓ ચૂંટણી પંચનો રિપોર્ટ 6 - image


Google NewsGoogle News