Get The App

કોંગ્રેસના એક નેતાને છોડીને દરેકને ભાજપમાં લાવી દઈશ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાનું નિવેદન

આસામના કરીમગંજમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા કોંગ્રેસ પર ગર્જ્યા

કોંગ્રેસના લોકો કોંગ્રેસમાં રહેશે કે નહીં તે પણ શંકાસ્પદ, જીતનારા નેતાઓ ભાજપ સાથે ગઠબંધન કરશે : સરમા

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
કોંગ્રેસના એક નેતાને છોડીને દરેકને ભાજપમાં લાવી દઈશ, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વાનું નિવેદન 1 - image


Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ મોટાભાગના પક્ષોના નેતાઓ સક્રિય જોવા મળી રહ્યા છે, ત્યારે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (Assam CM Himanta Biswa Sarma)એ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થવા માંગે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને મત આપવાનો કોઈ અર્થ નથી. કોંગ્રેસની ટિકિટ પર જે ઉમેદવારો ચૂંટણી જીતશે, તેઓ ભાજપમાં સામેલ થઈ જશે.

કોંગ્રેસના લોકો કોંગ્રેસમાં રહેશે કે નહીં, તે પણ શંકાસ્પદ : સરમા

આસામના કરીમગંજમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી સરમાએ એવા સંકેત આપ્યો છે કે, ‘કોંગ્રેસ (Congress)ના એક ઉમેદવારને છોડીને અન્ય તમામ ઉમેદવારોને BJPમાં લાવી શકીએ છીએ. કોંગ્રેસના લોકો કોંગ્રેસમાં રહેશે કે નહીં, તે પણ શંકાસ્પદ છે. કારણ કે દરેક વ્યક્તિ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવા માંગે છે.’ તેમણે દાવો કર્યો કે, કરીમગંજ બેઠક પરના ભાજપના ઉમેદવાર એક લાખથી વધુ મતોના અંતરે જીતશે.

જીતનારા નેતાઓ ભાજપ સાથે ગઠબંધન કરશે : આસામ મુખ્યમંત્રી

તેમણે કહ્યું કે, ચૂંટણી જીતનારા નેતાઓ ભાજપ સાથે ગઠબંધન કરશે. કોંગ્રેસ ઉમેદવારોની નિષ્ઠા પર સવાલ ઉઠાવતા તેમણે સંકેત આપ્યો કે, મોટાભાગના કોંગ્રેસ ઉમેદવારો ભાજપમાં જોડાવા માંગે છે. તેમણે વિશ્વાસ સાથે કહ્યું કે, કોંગ્રેસના એક નેતાને છોડીને તમામને ભાજપમાં સામેલ કરવા મનાવી શકે છે. જોકે તે એક નેતા કોણ છે, તે અંગે સરમાએ કોઈપણ ઉલ્લેખ કર્યો નથી. આ ઉપરાંત તેમણે કોંગ્રેસને મત આપવાના મહત્વ પર પણ સવાલ ઉઠાવ્યો છે.


Google NewsGoogle News