‘...તો જ વોટ આપજો, નહીં તો ન આપતા’ કેજરીવાલે પંજાબથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી

કેન્દ્ર સરકાર, રાજ્યપાલ અને ભાજપવાળાઓ ભગવંત માનને રોજ પેરશાન કરી રહ્યા છે : અરવિંદ કેજરીવાલ

કેજરીવાલે પંજાબમાં કહ્યું, ‘જો તમે લોકસભાની 13 બેઠકો આપશો તો તે ભગવંત માનના 13 હાથ બની જશે’

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
‘...તો જ વોટ આપજો, નહીં તો ન આપતા’ કેજરીવાલે પંજાબથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી 1 - image


Lok Sabha Elections 2024 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Delhi CM Arvind Kejriwal) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને (Punjab CM Bhagwant Mann) પંજાબથી લોકસભા ચૂંટણી પ્રચાર (Election Campaign) અભિયાનની શરૂઆત કરી છે. કેજરીવાલે કહ્યું કે, ‘પંજાબના લોકોએ અમારા જેવા મામુલી લોકોને બે વર્ષ પહેલા ભારે બહુમતી સાથે જીતાડ્યા હતા. તે વખતે પંજાબ લોકોએ જાણીતા નેતા અને 25 વર્ષ સુધી ધારાસભ્ય રહેનારા નેતાઓને હરાવી ઈતિહાસ રચ્યો હતો. પંજાબની સરકાર રાત-દિવસ લોકોની સેવા કરી રહી છે. અમે બે વર્ષની સરકાર ચલાવ્યા બાદ અન્ય પાર્ટીઓ પણ કહી રહી છે કે, અમે 75 વર્ષમાં આવી સરકાર ક્યારે જોઈ નથી.’

આજે પંજાબમાં ચારેતરફ પોઝિટિવિટી છે : કેજરીવાલ

તેમણે કહ્યું કે, ‘મહેનતુ અને ઈમાનદાર સરકાર રોજબરોજ નવા નવા આઈડિયા લાવી કામ કરી રહી છે. એક સમય હતો, જ્યારે પંજાબમાં નેગેટિવિટી હતી. કાયદો અને વ્યવસ્થાની સમસ્યા હતી, મોંઘવારી હતી, ખેડૂતો અને વેપારીઓ પણ દુઃખી હતા. પંજાબમાં ચારેતરફ નેગેટિવિટી અને માત્ર નેગેટિવિટી જ હતી. આજે પંજાબમાં ચારેતરફ પોઝિટિવિટી છે, ઉદ્યોગપતિઓ પરત ફરી રહ્યા છે અને પંજાબમાં ઈન્ડસ્ટ્રી ખોલવા માંગે છે. પંજાબમાં અગાઉ 10 કલાક સુધી પાવર કાપ રહે તો હતો, હવે 24 કલાક વીજળી મળી રહી છે અને વીજળી મફત પણ થઈ ગઈ છે.’


‘મને મારા પરિવાર માટે બેઠકો જોઈતી નથી’

તેમણે વધુમાં કહ્યું કે, ‘લોકશાહીમાં સરકાર નોકર છે. જનતા જનાર્દન છે, જનતા ભગવાન છે અને અમે ભગવાનના ભક્ત છીએ. જે રીતે ભક્તો ભગવાન પાસેથી વધુ માંગે છે, તેવી રીતે અમે પણ પંજાબની જનતા પાસે માંગવા આવ્યા છીએ. પંજાબે 117માંથી 92 બેઠકો આપી, તે બદલ આભારી છીએ. લોકસભા ચૂંટણી આવી રહી છે, જેમાં પંજાબની 13 બેઠકો છે અને અમને આ બધી બેઠકો જોઈએ. મને મારા પરિવાર માટે બેઠકો જોઈતી નથી, પરંતુ આપના પરિવારને ખુશખુશાલ બનાવવા માટે જોઈએ છે.’

કેજરીવાલે કેન્દ્ર સરકાર લગાવ્યો ગંભીર આરોપ

કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કેજરીવાલે કહ્યું કે, ‘કેન્દ્ર સરકાર, રાજ્યપાલ અને ભાજપવાળાઓ ભગવંત માનને રોજ પેરશાન કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે પંજાબના હકના 8000 કરોડ રૂપિયા અટકાવી દીધા છે. પંજાબના રાજ્યપાલ તમામ કામોમાં અડચણો ઉભી કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે પંજાબની ઝાંખીને પણ રિજેક્ટ કરી દીધી હતી. સરદાર ભગત સિંહ, કરતાર સિંહ, લાલા લજપત રાયને રિજેક્ટ કરનારા કેન્દ્ર સરકારમાં બેઠેલા લોકો કોણ છે?

પંજાબમાં રોજબરોજ સરકાર પાડવાનો પ્રયાસ : કેજરીવાલ

તેમણે વધુમાં કહ્યું કે, ‘આજે પંજાબમાં રોજબરોજ સરકાર પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ભગવંત એકલા હાથે કેન્દ્ર સરકાર, BJP અને રાજ્યપાલ સામે લડી રહ્યા છે. શું તમે તેમને એકલા છોડી દેશો. તમે પોતાના પુત્રનો સાથ નહીં આપો? જો તમે 13 લોકસભા બેઠકો આપશો તો તે ભગવંત માનના 13 હાથ બની જશે અને સંસદમાં જઈને પંજાબ માટે લડશે. જ્યારે 26 જાન્યુઆરીએ પંજાબની ઝાંખી અટકાવાઈ ત્યારે ભાજપના સાંસદ શું કહી રહ્યા હતા? જો આમ આદમી પાર્ટીના 13 લોકસભા સાંસદો જીતાડી દેશો તો આ સાંસદો નાકમાં દમ લાવી દેશે.’


Google NewsGoogle News