Lok Sabha Elections 2024: ભાજપની ત્રીજી યાદીમાં આ દિગ્ગજોના પત્તા કપાવવાની પ્રબળ શક્યતા
દિલ્હીમાં આજે ભાજપ કોર કમિટીની બેઠક, ઘણા ઉમેદવારોના નામ પર ચર્ચા થવાની સંભાવના
Uttar Pradesh Lok Sabha Election 2024 : ભાજપે ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠકોમાંથી 51 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. આજે દિલ્હીમાં ભાજપ કોર કમિટીની બેઠકમાં ત્રીજી યાદી (BJP Third Candidates List) માટે ઉત્તર પ્રદેશની બાકીની 25 બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર થવાની સંભાવના છે.
ઉત્તર પ્રદેશની આ બેઠકો માટે મંથન
ભાજપની બેઠકમાં ઉત્તર પ્રદેશની જે બેઠકો માટે ચર્ચા થવાની છે, તેમાં મુરાદાબાદ, અલીગઢ, કાનપુર, મછલી શહેર, ગાઝીપુર, બલિયા, બહરાઇચ, ભદોહી, દેવરિયા, મૈનપુરી, ગોંડા, કૌશાંબી, રાયબરેલી, પ્રયાગરાજ, કૈસરગંજ, ગાઝિયાબાદ, મેરઠ, હાથરસ, ફિરોઝાબાદ, પીલીભીત, બરેલી, સુલતાન, બદાયૂં અને ફૂલપુર જેવી બેઠકો સામેલ છે.
આ નેતાઓની ટિકિટ કપાવાની શક્યતા
ભાજપ કોર કમિટીની બેઠકમાં ઘણા નામો પર ચર્ચા થવાની છે, જેમાં ઘણા નેતાઓની ટિકિટ કપાઈ શકે છે. મીડિયા અહેવાલો તેમાં મેનકા ગાંધી (Maneka Gandhi), વરુણ ગાંધી (Varun Gandhi), જનરલ બી.કે.સિંહ, રમાપતિ રામ ત્રિપાઠી, બ્રિજ ભૂષણ શરણ સિંહ (Brij Bhushan Sharan Singh), સંઘમિત્રા મૌર્ય, સત્યદેવ પચૌરી અને સંતોષ ગંગવાર જેવા મોટા નામ સામેલ છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
ભાજપે સહયોગી દળોને આપી આ બેઠકો
ભાજપે ગઠબંધન પક્ષોને પાંચ બેઠકો આપી છે. જેમાં રાષ્ટ્રીય લોકદળને બિઝનૌર અને બાગપતની બેઠક જ્યારે સુહેલદેવ ભારતીય સમાજવાદી પાર્ટીને ઘોસી બેઠક અને અપના દળ (એસ)ને મિર્જાપુર અને રાબર્ટ્સગંજની બેઠક આપી છે.