Get The App

જાણો, લોકસભાની પ્રથમ ચૂંટણીથી લઈને અત્યાર સુધી કેટલા પક્ષોએ રાષ્ટ્રીય દરજ્જો ગુમાવ્યો...

પ્રથમ લોકસભા ચૂંટણીમાં 14 પક્ષોએ ભાગ લીધો હતો, તેમાંથી હાલમાં માત્ર કોંગ્રેસ જ રાષ્ટ્રીય પક્ષ તરીકે યથાવત્

2019માં નબળા દેખાવ બાદ તૃણમુલ કોંગ્રેસ, એનસીપી અને ભાકપાનો દરજ્જો છીનવી લેવાયો હતો

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
જાણો, લોકસભાની પ્રથમ ચૂંટણીથી લઈને અત્યાર સુધી કેટલા પક્ષોએ રાષ્ટ્રીય દરજ્જો ગુમાવ્યો... 1 - image


Lok Sabha Election 2024 : ભારતમાં રાષ્ટ્રીય પક્ષોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. 1952માં થયેલ ચૂંટણીમાં 14 રાષ્ટ્રીય પાર્ટીઓ મેદાનમાં હતી જ્યારે 2024 દરમિયાન ચૂંટણી મેદાનમાં રાષ્ટ્રીય સ્તરની માત્ર છ પાર્ટી મેદાનમાં હશે. જેમાં આમ આદમી પાર્ટી અને નેશનલ પીપલ્સ પાર્ટી જેવા બે નવા પક્ષો સામેલ છે. કોંગ્રેસ જ એક એવો પક્ષ છે જે સામાન્ય ચૂંટણીથી લઈને અત્યાર સુધી તમામ ચૂંટણીમાં પોતાનું રાષ્ટ્રીય સ્વરૂપ યથાવત રાખી શકી છે. છેલ્લા 72 વર્ષમાં 33 જેટલા પક્ષોએ રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો ગુમાવ્યો છે તેમજ ડઝન જેટલા પક્ષોનું અસ્તિત્વ જ રહ્યું નથી.

પ્રથમ લોકસભા ચૂંટણીમાં 14 પક્ષોએ ભાગ લીધો હતો

પ્રથમ લોકસભા ચૂંટણીમાં 14 પક્ષોએ ભાગ લીધો હતો તેમાંથી માત્ર કોંગ્રેસ (Congress) જ રાષ્ટ્રીય પક્ષ તરીકે યથાવત છે. દ્વિતીય લોકસભા ચૂંટણીમાં ફક્ત ચાર જ રાષ્ટ્રીય પક્ષો કોંગ્રેસ, ભાકપા, ભારતીય જનસંઘ અને પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી મેદાનમાં હતી. જ્યારે 2024ની ચૂંટણીમાં છ રાષ્ટ્રીય પક્ષો મેદાનમાં છે જેમાં BJP, કોંગ્રેસ, BSP, માકપા, AAP અને NPPનો સમાવેશ થાય છે. 2004 અને 2014ની ચૂંટણી દરમિયાન છ રાષ્ટ્રીય પક્ષો હતા જેમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને ભાકપા સામેલ હતા. 2009 અને 2019ની ચૂંટણીમાં સાત રાષ્ટ્રીય પક્ષ હતા. 2019 લોકસભા ચૂંટણી દરમિયાન તૃણમુલ કોંગ્રેસ (TMC)ને રાષ્ટ્રીય દરજ્જો મળ્યો હતો પરંતુ ચૂંટણી નબળા દેખાવ બાદ તૃણમુલ કોંગ્રેસ, NCP અને ભાકપાનો રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો છીનવી લેવાયો હતો. વર્ષ 2009ની ચૂંટણી દરમિયાન લાલુપ્રસાદ યાદવની RJD પણ રાષ્ટ્રીય પક્ષ હતી પરંતુ બાદમાં તે દરરજો બચાવી શક્યા નહોતા. 

બસપા 1998ની લોકસભાની ચૂંટણી પહેલીવાર રાષ્ટ્રીય પક્ષ તરીકે લડી હતી

1999 અને 1998ની લોકસભા ચૂંટણીમાં સાત રાષ્ટ્રીય પક્ષો મેદાનમાં હતા. 1999માં ભાજપ, કોંગ્રેસ, બસપા, CPI, CPI(M), જનતા દળ યુનાઈટેડ અને જનતા દળ સેક્યુલરનો સમાવેશ થતો હતો. જ્યારે 1998માં ભાજપ, કોંગ્રેસ, BSP, CPI, CPI(M), જનતા દળ અને સમતા પાર્ટીનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. બસપા 1998ની લોકસભાની ચૂંટણી પહેલીવાર રાષ્ટ્રીય પક્ષ તરીકે લડી હતી.1996ની ચૂંટણીમાં આઠ રાષ્ટ્રીય પક્ષો હતા, જેમાં એનડી તિવારીની ઓલ ઈન્ડિયા ઈન્દિરા કોંગ્રેસ (તિવારી) અને સમતા પાર્ટીનો સમાવેશ થાય છે. જોકે આ પક્ષો હવે અસ્તિત્વ ધરાવતા નથી.

1984માં ભાજપ પ્રથમ વખત રાષ્ટ્રીય પક્ષ 

1991ની લોકસભા ચૂંટણીમાં નવ રાષ્ટ્રીય પક્ષ હતા. જેમાં જનતા દળ સમાજવાદી, જનતા પાર્ટી, લોકદળ, ઇન્ડિયન કોંગ્રેસ સોશ્યલિસ્ટ શરતચંદ્ર સિન્હાના પક્ષનું અસ્તિત્વ જ ખતમ થઇ ગયું. આજ સ્થિતિ 1989માં ચૂંટણી લડનાર જનતા પાર્ટી જેપી અને લોકદળ બહુગુણાની થઇ હતી. 1984ની   ચૂંટણી પછી, રાષ્ટ્રીય પક્ષ ભારતીય કોંગ્રેસ સમાજવાદીનું અસ્તિત્વ ખતમ થઇ ગયું હતું. આ ચૂંટણીમાં ભાજપ પહેલીવાર રાષ્ટ્રીય પાર્ટી બન્યો હતો. 1980ની ચૂંટણી લડેલા છ રાષ્ટ્રીય પક્ષોમાંથી કોંગ્રેસ U અને જનતા પાર્ટી સેક્યુલર (O) હવે અસ્તિત્વમાં નથી. 

1977ની ચૂંટણીઓ પછી કોંગ્રેસ સંગઠન (કોંગ્રેસ-ઓ) એ તેનો રાષ્ટ્રીય દરજ્જો ગુમાવ્યો હતો. ભારતીય જનસંઘ, સંયુક્ત સમાજવાદી પક્ષ, સ્વતંત્ર પક્ષ અને પ્રજા સમાજવાદી પક્ષ 1971ની ચૂંટણીમાં રાષ્ટ્રીય પક્ષ તરીકે લડ્યા હતા તેમણે પોતાનો દરજ્જો ગુમાવી દીધો હતો.1967ની સામાન્ય ચૂંટણીમાં સાત રાષ્ટ્રીય પક્ષો અને 1962ની ચૂંટણીમાં છ રાષ્ટ્રીય પક્ષો મેદાનમાં હતા.


Google NewsGoogle News