ડેપ્યુટી સ્પીકર પદ માટે વિપક્ષની મોટી ગેમ, આ નામ સાંભળી ભાજપની થઈ જશે બોલતી બંધ
Awadhesh Prasad Can Be Opposition Deputy Speaker Candidate : એનડીએ દ્વારા લોકસભાના સ્પીકર પદે ઓમ બિરલાની પસંદગી કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ડેપ્યુટી સ્પીકર પદ ખાલી છે. મીડિયા અહેવાલો મુજબ વિપક્ષે ડેપ્યુટી સ્પીકર પદ માટે દલિત ચહેરાની પસંદગી કરી મોટી ગેમ રહી છે, જેના કારણે ભાજપ (BJP)ની બોલતી બંધ થઈ ગઈ છે. લોકસભામાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ દ્વારા દલિતોનો મુદ્દો જોરશોરથી ઉછાળાયો હતો. ભાજપ એવું કહી રહી હતી કે, દલિતોનું અનામત છીનવીને મુસ્લિમોને આપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે, ત્યારે ઈન્ડિ ગઠબંધ (INDIA Alliance)ને પણ ચૂંટણી બાદ મોટી ગેમ રમી ડેપ્યુટી સ્પીકર પદ માટે દલિત ચહેરાનું નામ આગળ ધર્યું છે.
આ પણ વાંચો : 5.5 કરોડના ખર્ચે બની રહેલો બ્રિજ ધરાશાયી, બિહાર બાદ ઝારખંડની ઘટના, પિલ્લર ધસી પડ્યા
અવધેશ પ્રસાદના નામ પર સર્વસંમતિ
મળતા અહેવાલો મુજબ ઈન્ડિ ગઠબંધને ડેપ્યુટી સ્પીકર પદ માટે સમાજવાદી પાર્ટીના નેતા અવધેશ પ્રસાદના નામ પર સર્વસંમતિ સાધી છે. એવું કહેવાય છે કે, વિપક્ષ ઉત્તર પ્રદેશની ફૈજાબાદ બેઠક પરના સાંસદ અવધેશ પ્રસાદને ડેપ્યુટી સ્પીકર પદ માટે મેદાનમાં ઉતારી શકે છે. ઉલ્લેખની છે કે, સ્પીકર પદની ચૂંટણી ટાણે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે મતભેદ જોવા મળ્યો હતો, જોકે હવે આ પદ માટે બંનેએ એક થઈને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.
સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશની ફૈજાબાદ બેઠક પરના સાંસદ અવધેશ પ્રસાદ |
આ પણ વાંચો : આજથી લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સૈન્ય વડાનું પદ સંભાળશે
બંધારણ શું કહે છે?
બંધારણીય રીતે ફરજિયાત હોવા છતાં 17મી લોકસભા ડેપ્યુટી સ્પીકર વગર ચલાવાઈ હતી. બંધારણની કલમ 93માં જણાવ્યા મુજબ લોકસભામાં ડેપ્યુટી સ્પીકર તરીકે વહેલામાં વહેલી તકે કોઈપણ સભ્યને પસંદગી કરવી ફરજીયાત છે. જોકે તેમાં કોઈ નિશ્ચિત સમયગાળાનો ઉલ્લેખ કરાયો નથી.
વિપક્ષની તૈયારી, સરકાર તરફથી કોઈ સંકેત નહીં
આ પદ માટે વિપક્ષે ભલે તૈયારીઓ શરૂ કરી હોય, પરંતુ સરકાર તરફથી આ પદ ભરવા માટે કોઈ સંકેત જોવા મળતા નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈન્ડિ ગઠબંધનની ત્રણ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ (Congress), TMC અને સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ના ટોચના નેતાઓએ ઉમેદવારની પસંદગી કરવા માટે સર્વસંમતિ સાધી અનૌપચારિક વાતચીત કરી છે.
આ પણ વાંચો : ભારતમાં આ નદી પર નિર્મિત ડેમ 2000 વર્ષ જૂનો, 1 હજાર ફૂટ લાંબો હોવા છતાં અડીખમ
અવધેશ પ્રસાદની જીત ભાજપના હિન્દુત્વ એજન્ડાની હારનું પ્રતિક
ઉલ્લેખનીય છે કે, ભાજપને જે બેઠકો જીતવાનો વિશ્વાસ હતો, તેમાંથી એક ફૈજાબાદમાંથી સપાના નેતા અવધેશ પ્રસાદની જીત થઈ છે. વિપક્ષના એક નેતાએ કહ્યું કે, ‘અવધેશ પ્રસાદની જીત ભાજપના હિન્દુત્વ એજન્ડાની હારનું પ્રતિક છે. તેઓ દલિત નેતા છે અને તેમની એક સમાન્ય બેઠક પરથી જીત રાજકારણના ઈતિહાસમાં અત્યંત મહત્વપૂર્ણ ક્ષણ હતી.’
આ પણ વાંચો : લદ્દાખની નદીમાં ટેન્ક સાથે કવાયત વખતે દુર્ઘટના : જેસીઓ સહિત પાંચ જવાનનાં મોત
ત્રણ જુલાઈ સુધી નિમણૂક નહીં થાય તો વિપક્ષ...
લોકસભામાં સ્પીકરપદે પસંદગી થયા બાદ હાલ ડેપ્યુટી સ્પીકર પદ માટે કમઠાણ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જો સરકાર સંસદનું પ્રથમ સત્ર સમાપ્ત થયા પહેલા ત્રણ જુલાઈએ ડેપ્યુટી સ્પીકર પદ ભરવા માટે કોઈ કાર્યવાહી નહીં કરે તો, વિપક્ષના નેતાઓ આ મુદ્દે લોકસભા અધ્યક્ષને પત્ર લખશે.
આ પણ વાંચો : સ્પેશ્યલ સ્ટેટસ અથવા વિશેષ પેકેજ આપો : નીતિશની કેન્દ્ર સમક્ષ માંગ