લોકસભામાં BJP સાંસદે ધમકી-અપશબ્દો બોલતા હોબાળો, આ 2 નેતા પણ હસતા રહ્યા, વિપક્ષનો પારો સાતમા આસમાને

સંસદના ઈતિહાસમાં ભાગ્યે જ બોલાયા હોય તેવા શબ્દો બોલનાર ભાજપ સાંસદ સામે કાર્યવાહી કરવાની વિપક્ષની માંગ

જયરામ રમેશે વિવાદાસ્પદ નિવેદન વખતે હસી રહેલા ભાજપના 2 દિગ્ગજ નેતાઓ પર કર્યા આકરા પ્રહાર

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
લોકસભામાં BJP સાંસદે ધમકી-અપશબ્દો બોલતા હોબાળો, આ 2 નેતા પણ હસતા રહ્યા, વિપક્ષનો પારો સાતમા આસમાને 1 - image

નવી દિલ્હી, તા.22 સપ્ટેમ્બર-2023, શુક્રવાર

લોકસભામાં આજે ભાજપ સાંસદે વિવાદાસ્પદ નિવેદન આપી મોટો વિવાદ સર્જ્યો છે, એટલું જ નહીં તેમની પાછળ બેઠેલા ભાજપના 2 દિગ્ગજ નેતાઓ પણ વિવાદાસ્પદ નિવેદન પર હસતા જોવા મળતા વિપક્ષનો પારો સાતમા આસમાને પહોંચી ગયો છે. ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ ધમકી સાથે અપશબ્દો બોલતા વિપક્ષે ભાજપ પર હલ્લાબોલ કરી દીધું છે. કોંગ્રેસથી લઈને TMC અને AAPએ બિધૂડીનો આકરો વિરોધ કરી ભાજપને આડે હાથ લીધું છે... તમામ વિપક્ષી સાંસદોએ લોકસભા સ્પીકરને રમેશ બિધૂડી સામે આકરી કાર્યવાહી કરવા માંગ કરી છે.

BJP સાંસદ રમેશ બિધૂડી શું બોલ્યા ?

લોકસભાની કાર્યવાહી દરમિયાન ભાજપ સાંસદ રમેશ બિધૂડીએ બહુજન સમાજવાદી પાર્ટી (BSP)ના સાંસદ દાનિશ અલીને ધમકી સાથે અપશબ્દો બોલ્યા... બિધૂડી સંસદના ઈતિહાસમાં ભાગ્યે જ બોલાયા હોય તેવા શબ્દો બોલ્યા... તેમણે દાનિસ અલીને ઉગ્રવાદી પણ કહ્યા.... ઉપરાંત કેટલાક એવા શબ્દો પણ બોલ્યા, જે અમે તમને જણાવી શકતા નથી....

બિધૂડીના નિવેદન પર વિપક્ષનો ગુસ્સો સાતમા આસમાને

ભાજપ સાંસદ રમેશ બિધૂડીના નિવેદન મામલે વિપક્ષનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે અને ભાજપને ઘેરવાનું શરૂ કરી દીધું છે... જયરામ રમેશ, મનોજ ઝાથી લઈને પ્રિયંકા ચતુર્વેદી જેવા નેતાઓએ ભાજપ પર હલ્લાબોલ શરૂ કરી દીધું છે... તેમણે રમેશ બિધુરી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

બિધૂડીના વિવાદાસ્પદ નિવેદન પર 2 દિગ્ગજ નેતા હસતા રહ્યા

દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે રમેશ બિધૂડી ઉપરાંત ભાજપના 2 દિગ્ગજ નેતાઓ પર આકરા પ્રહારો કર્યા છે. જ્યારે રમેશ બિધૂડી લોકસભામાં વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યા હતા, ત્યારે ભાજપના 2 દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદ અને ડૉ.હર્ષવર્ધન હસતા જોવા મળ્યા હતા, જેને લઈને જયરામ રમેશે આકરી ટીકા કરી છે.




બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News