ચૌકીદારે પુરાવા વગર ખોટી જગ્યાએ હાથ નાખ્યો: અહમદ પટેલ

Updated: Apr 5th, 2019


Google NewsGoogle News
ચૌકીદારે પુરાવા વગર ખોટી જગ્યાએ હાથ નાખ્યો: અહમદ પટેલ 1 - image

નવી દિલ્હી, તા. 05 એપ્રિલ 2019, શુક્રવાર

કોંગ્રેસના સિનિયર નેતા અહમદ પટેલે વડાપ્રધાન મોદીના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે, ચૌકીદાર અને તેના ચેલાઓએ પુરાવા વગર ખોટી જગ્યાએ હાથ નાખ્યો છે. જનતા તેને પાઠ ભણાવીને રહેશે. અહમદ પટેલે ટ્વીટ કરીને કહ્યું કે, નોટબંધી અને રાફેલના દલાલ હવે બચી નહી શકે. તમે કહેવત સાંભળી હશે. એક ચોરને દરેક ચોર જ નજર આવે છે.

નોંધનીય છે કે, દેહરાદૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અગસ્ટાતા વેસ્ટલેન્ડ કેસમાં ધરપકડ કરવામાં આવેલા ક્રિશ્ચિયન મિશેલનો ઉલ્લેખ કરી અને આ ગોટાળામાં જોડાયેલી ચાર્જશીટમાં AP અને FAMનો ઉલ્લેખ કર્યો. જે બાદ કોંગ્રેસના નેતા અહમદ પટેલે ટ્વીટ કરી પોતાની પ્રતિક્રિયા આપી.

જ્યારે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીને સૌ કોઇ જાણે છે. ગટર લેવલનું રાજકારણ કરે છે. જેમ ગામડામાં મુખિયા બોલતા હોય તેમ બોલે છે. મ્યૂનિસિપાલિટી પોલીટીક્સ કરે છે. ન્યાયપલિકા છે તેમાં જાય અમે દોષિત હોઇએ તો કાર્યવાહી કરે.

Google NewsGoogle News