ગૂગલનુ કંઈ સાંભળતા નહીં, કર્ણાટકના ગામમાં લોકોએ કેમ લગાવ્યા આવા પોસ્ટર?
નવી મુંબઇ,તા. 19 માર્ચ 2024, મંગળવાર
Google Map એ વિશ્વની સૌથી લોકપ્રિય ડિજિટલ મેપ સર્વિસ છે પરંતુ તે ઘણીવાર જૂના ડેટા અથવા GPS સમસ્યાઓના લોકો રસ્તામા ખોવાઈ જાય છે. ક્યારેક ગુગલ મેપ જવાનુ ક્યા હોય અને પહોંચાડી બીજી જગ્યાએ દે છે. આવી જ સ્થિતિને હાલમાં જ કર્ણાટકના કોડાગુમાં ગુગલ મેપને લગતું પોસ્ટર ચર્ચામાં આવ્યું હતું. અહીંના સ્થાનિક લોકોએ બહારથી આવતા લોકોની મદદ માટે એક રોડ પર બોર્ડ લગાવ્યું છે. તેના પર લખેલું છે - ગૂગલ ખોટું છે, આ ક્લબ મહિન્દ્રા રિસોર્ટનો રસ્તો નથી.
કોડાગુ કનેક્ટના X હેન્ડલ દ્વારા સાઈનબોર્ડની તસવીર શેર કરવામાં આવી હતી. આ સાઈનબોર્ડ સ્થાનિક ગ્રામવાસીઓ દ્વારા લગાવવામાં આવ્યું હતું.
લોકોએ આ પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરી અને ગુગલ દ્વારા ખોટા દિશા-નિર્દેશો આપવાના કિસ્સા કહેવા લાગ્યા. જો કે, ઘણા લોકોએ એમ પણ કહ્યું કે, ડેટા દરરોજ અપડેટ કરી શકાતો નથી. ગૂગલ ફ્રી છે, જો ના હોય તો તેનો ઉપયોગ ન કરો, તે એટલી મોટી સમસ્યા નથી.
છેલ્લા ઘણા વર્ષોમાં ગૂગલ મેપને કારણે ઘણા લોકો ખોવાઈ જવાના કિસ્સા સામે આવ્યા છે. આમાંથી ઘણા લોકો મોટી મુશ્કેલીમાં પણ ફસાયેલા છે.