મિત્રો સાથે ગોવા ફરવા ગયેલા યુવકોને સ્થાનિક દુકાનદારોએ ઢોર માર માર્યો, એકનું મોત
Local shopkeepers beat up youths who went to Goa: નવા વર્ષની ઉજવણી કરવા ગોવા ગયેલા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. હકીકતમાં અહીં કથિત રીતે નશામાં ધૂત પ્રવાસીઓએ બીચ પર બનેલી ઝૂંપડીમાં જમવાનું માગ્યું હતું. એ પછી ઝૂંપડા માલિક અને પ્રવાસીઓ વચ્ચે કોઈ મુદ્દે ઝપાઝપી અને મારપીટ થઈ. આ મારપીટમાં આંધ્રપ્રદેશના રહેવાસી રવિ તેજા નામના પ્રવાસીનું મોત થયું હતું. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આંધ્રપ્રદેશના તાડેપલ્લીગુડેમનો રહેવાસી 30 વર્ષીય રવિ તેજા તેના 8 મિત્રો સાથે ગોવા ફરવા ગયો હતો. જેમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હતી. ગોવાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પ્રવાસીઓનું આ ગ્રુપ નશામાં હતું. આ ગ્રુપે બીચ પરની ઝૂંપડીમાં જમવાનું માગ્યું હતું. જમ્યા બાદ બંને પક્ષો વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થઈ હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે એક પ્રવાસીએ કથિત રીતે ઝૂંપડીમાં કામ કરતી એક મહિલા સામે અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને ત્યારબાદ થયેલી દલીલો થોડી જ વારમાં મારામારી પર આવી ગયા હતા.
માથા પર લાકડી વડે હુમલો કર્યો
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, એ પછી ઝૂંપડીમાં કામ કરતા એક વ્યક્તિએ રવિ તેજાના માથા પર લાકડાની ડંડાથી હુમલો કર્યો. જેના કારણે રવિ તેજાનું મોત નીપજ્યું હતું. ગોવા પોલીસે આ ઘટના અંગે જણાવ્યું કે, આ ઘટના ઉત્તર ગોવા જિલ્લાના કાલંગુટ વિસ્તારમાં બની છે. આ કેસમાં કલંગુટ પોલીસે 23 વર્ષીય કમલ સોનારની ધરપકડ કરી છે, જે એક ઝૂંપડીમાં કામ કરે છે અને તે નેપાળનો રહેવાસી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: કાસગંજ ચંદન ગુપ્તા હત્યાકાંડમાં NIA કોર્ટનો ચુકાદો, 28 દોષિતોને જન્મટીપની સજા ફટકારી
બિલને લઈને વિવાદ હતો
રવિ તેજાના પરિવારે આરોપ લગાવ્યો છે કે, બિલને લઈને તેનો રેસ્ટોરન્ટના માલિક સાથે વિવાદ થયો હતો. વિવાદ બાદ 14 જેટલા લોકોએ રવિ તેજાના ગ્રુપ પર કથિત રીતે હુમલો કર્યો હતો.હાલમાં રવિ તેજાના પરિવારે ન્યાયની માંગ કરી છે અને ગોવા સરકારને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.