સ્થાનિક રાજકીય પક્ષોને લ્હાણી! કુલ 1541 કરોડનું ફંડ મળ્યું, સૌથી વધુ બીઆરએસને: ADRનો રિપોર્ટ

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
EX CM Of Telangana K Chandrashekar Raoduring Party Workers Meeting At The BRS Bhavan
Image : IANS (file pic)

ADR Report on Local Parties Received Fund: વિવિધ રાજ્યોના સ્થાનિક પક્ષોને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન મળેલા ફંડનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. જે મુજબ સૌથી વધુ ફંડ મેળવનારા સ્થાનિક પક્ષોમાં ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) સૌથી ટોચના સ્થાને છે, બીઆરએસને આ સમયગાળા દરમિયાન 737.69 કરોડ રૂપિયાનું ફંડ મળ્યું છે, જે સ્થાનિક પક્ષોને મળેલા કુલ ફંડનું 42.38 ટકા છે. કે. ચંદ્રશેખર રાવ (K. Chandrashekar Rao) દ્વારા સ્થાપિત બીઆરએસએ ગયા વર્ષે જ તેલંગાણા (Telangana)માં સત્તા ગુમાવવી પડી હતી.

નાણાકીય વર્ષ 2022-23માં 20 પક્ષોની આવક વધી

એડીઆર નામની સંસ્થા દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ મુજબ બીઆરએસ બાદ તૃણમુલ (TMC)ને 333.457 કરોડ (19.16 ટકા), DMKને 214.353 કરોડ (12.32 ટકા)ની આવક થઈ હતી. ટોચના પાંચ સ્થાનિક પક્ષોની કુલ આવક કે ફંડની રકમ 1541.328 કરોડ રૂપિયા છે. નાણાકીય વર્ષ 2021-22થી સરખામણીએ નાણાકીય વર્ષ 2022-23માં 39માંથી 20 પક્ષોની આવક વધી છે. જ્યારે 17 પક્ષોએ કહ્યું છે કે તેની આવક કે ફંડમાં ઘટાડો થયો છે. 37 પક્ષોની કુલ આવક નાણાકીય વર્ષ 2021-22માં 1721.189 કરોડ રૂપિયા હતી, જેમાં 10.746 કરોડનો વધારો થયો.

આ પણ વાંચો : 2041 સુધીમાં અમારું રાજ્ય મુસ્લિમ બહુમત ધરાવતું રાજ્ય બની જશે: ભાજપના દિગ્ગજ ચિંતિત 

ખર્ચ કરવામાં બીજા ક્રમે YSR કોંગ્રેસ

સ્થાનિક પક્ષો દ્વારા કરાયેલા ખર્ચાની વિગતો પણ આપવામાં આવી છે, જે મુજબ ટોચની સૌથી વધુ ખર્ચ કરનારી પાર્ટીઓમાં પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમુલે 181.18 કરોડ રૂપિયાનું ફંડ ખર્ચ કર્યું છે. ખર્ચ કરવામાં બીજા ક્રમે YSR કોંગ્રેસ છે જેણે 79.32 કરોડનો ખર્ચો કર્યો છે. બીઆરએસએ 57.47 કરોડ ખર્ચ કર્યો હતો. તેવી જ રીતે ડીએમકેએ 52.62 કરોડ, સમાજવાદી પાર્ટી (SP)એ 31.41 કરોડનો ખર્ચ કર્યો છે. ચૂંટણી પંચે રાજકીય પક્ષોને પોતાના ખર્ચા અને ફંડની વિગતો આપવા માટે 31 ઓક્ટોબર, 2023 સુધીનો સમય ફાળવ્યો હતો. જેમાંથી માત્ર 16 પક્ષોએ જ સમયસર પોતાનો રિપોર્ટ જમા કરાવ્યો હતો.

આ પણ વાંચો : ભાજપે આ દિગ્ગજ નેતાને કહી દીધું- ગુજરાતનો આ મોટો હોદ્દો તમે જાળવી રાખો, ડિસેમ્બર પછી વિચારીએ 

સ્થાનિક રાજકીય પક્ષોને લ્હાણી! કુલ 1541 કરોડનું ફંડ મળ્યું, સૌથી વધુ બીઆરએસને: ADRનો રિપોર્ટ 2 - image


Google NewsGoogle News