Instant Loan એપ્સ પર મૂકાશે 'પ્રતિબંધ', સરકારે ગૂગલ-એપલને આપ્યો આદેશ, RBI જાહેર કરશે યાદી

સરકારે આ નિર્ણય આવી લોન એપ્સ દ્વારા લોકો સાથે થઈ રહેલી ઠગાઈ-છેતરપિંડીને ધ્યાનમાં રાખીને લીધો

સરકારે ગૂગલ-એપલને કહ્યું કે અસુરક્ષિત એપ્લિકેશન કે ગેરકાયદે એપ સ્ટોર પર લિસ્ટ ન કરે

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
Instant Loan એપ્સ પર મૂકાશે 'પ્રતિબંધ', સરકારે ગૂગલ-એપલને આપ્યો આદેશ, RBI જાહેર કરશે યાદી 1 - image

જો તમને પણ તાત્કાલિક લોન આપનારા એપ્સથી પરેશાની હોય તો તમારા માટે આ મોટા સમાચાર છે. ભારતમાં તમામ પ્રકારની ઈન્સ્ટન્ટ લોન એપ્સ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે. સરકારે આ મામલે ગૂગલ અને એપલને આદેશ આપી દીધો છે. સરકારે આ નિર્ણય આવી લોન એપ્સ દ્વારા લોકો સાથે થઈ રહેલી ઠગાઈ-છેતરપિંડીને ધ્યાનમાં રાખીને લીધો છે. 

સરકાર કરી રહી છે આ કામગીરી 

કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આજે  Google Play Store અને Apple App Store બંને પર અનેક એપ્લિકેશન છે જેનો ભારતીયો દ્વારા ઉપયોગ કરાય છે. અમે એપ્લિકેશનના એક સેટને ટ્રેક કરી રહ્યા છીએ જે લોન એપ્લિકેશન છે. 

સરકારે એડવાઈઝરી જાહેર કરી 

તેમણે આગળ કહ્યું કે અમે Google અને  Apple બંનેને એક એડવાઈઝરી જાહેર કરી છે કે તેઓ અસુરક્ષિત એપ્લિકેશન કે ગેરકાયદે એપ સ્ટોર પર લિસ્ટ ન કરે. તમામ ડિજિટલ નાગરિકો માટે ઈન્ટરનેટને સુરક્ષિત અને વિશ્વસનીય બનાવી રાખવું અમારી સરકારનું મિશન અને ઉદ્દેશ્ય છે. 

RBI સાથે યોજાશે બેઠક 

રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે આ એપ્સને સંપૂર્ણપણે ખતમ કરવા માટે આરબીઆઈ સાથે જલદીથી જલદી બેઠક યોજાશે અને એક યાદી બનાવાશે. એ યાદી આવ્યા બાદ ફક્ત એ જ એપ ઈન્સ્ટન્ટ લોન આપી શકશે જે એ યાદીમાં સામેલ રહેશે. તેના માટે એક માપદંડ નક્કી કરાશે. 


Google NewsGoogle News