Get The App

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન, વડાપ્રધાન મોદી, યોગી અને મોહન ભાગવતે કરી પૂજા-અર્ચના

રામમંદિરના પ્રાંગણમાં બોલિવૂડ, ક્રિકેટ, રાજકારણ, ઉદ્યોગ એમ તમામ ક્ષેત્રના આમંત્રિત મહેમાનો પહોંચી ચૂક્યા છે

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન, વડાપ્રધાન મોદી, યોગી અને મોહન ભાગવતે કરી પૂજા-અર્ચના 1 - image

Ram Mandir News | ઉત્તરપ્રદેશના અયોધ્યામાં બનેલા દિવ્ય અને ભવ્ય રામ મંદિરમાં પ્રભુ શ્રી રામના બાળ સ્વરુપ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને આરએસએસના વડા મોહન ભાગવતની ઉપસ્થિતિમાં અનુષ્ઠાન પૂર્ણ થયું. આ તમામ યજમાનોએ રામલલાની આરતી ઉતારી હતી.

વડાપ્રધાન મોદીએ કરી પૂજા-અર્ચના

રામ મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લીધો હતો. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા-અર્ચના કરી હતી. તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા.

વડાપ્રધાન મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન, વડાપ્રધાન મોદી, યોગી અને મોહન ભાગવતે કરી પૂજા-અર્ચના 2 - image

'અલૌકિક ક્ષણ...', પ્રાણ પ્રતિષ્ઠા પહેલા બોલ્યા વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર લખ્યું હતું કે, અયોધ્યા ધામમાં શ્રી રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની અલૌકિક ક્ષણ સૌ કોઈને ભાવ-વિભોર કરનાર છે. આ દિવ્ય કાર્યક્રમનો ભાગ બનવું મારું પરમ સૌભાગ્ય છે. જય સિયારામ.

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન, વડાપ્રધાન મોદી, યોગી અને મોહન ભાગવતે કરી પૂજા-અર્ચના 3 - image

વડાપ્રધાન મોદી, મોહન ભાગવત, યોગી અને આનંદીબેન મંદિરમાં ઉપસ્થિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર પરિસર પહોંચ્યા છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને મુખ્યમંત્રી યોગીએ તેમનું સ્વાગત કર્યું. હવે પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. 12:30 વાગ્યે પ્રાણ પ્રતિષ્ઠાની પ્રક્રિયા શરૂ થઈ જશે. રામમંદિરના પ્રાંગણમાં બોલિવૂડ, ક્રિકેટ, રાજકારણ, ઉદ્યોગ એમ તમામ ક્ષેત્રના આમંત્રિત મહેમાનો પહોંચી ચૂક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત સંત સમાજ અને વિશેષ અતિથિઓની હાજરીમાં રામલલાના શ્રીવિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠાનું ઐતિહાસિક અનુષ્ઠાન આજે સંપન્ન થશે. અયોધ્યા નગરીને હજારો ક્વિંટલ ફૂલ અને લાઈટો વડે કોઈ દુલ્હનની જેમ શણગારાઈ છે. 

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન, વડાપ્રધાન મોદી, યોગી અને મોહન ભાગવતે કરી પૂજા-અર્ચના 4 - image

84 સેકન્ડનું હતું શુભ મુહૂર્ત 

આજે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનું ખૂબ જ ટૂંકા ગાળાનું શુભ મુહૂર્ત હતું, જેમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. તેમાં કાશીના જ્યોતિષાચાર્ય પંડીત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે જે મુહૂર્તની પસંદગી કરાઈ હતી. આ શુભ મુહૂર્ત માત્ર 84 સેકન્ડનું હશે જે 12.29 મિનિટ 8 સેકન્ડથી 12.30 મિનિટ 32 સેકન્ડનું જ હતું.

121 આચાર્યોના માર્ગદર્શન હેઠળ થઈ પ્રાણ પ્રતિષ્ઠા 

આ પ્રાણ પ્રતિષ્ઠામાં 121 આચાર્યો હતા, જેમણે મહોત્સવની તમામ વિધિઓનું સંચાલન કર્યું. વારાણસીના ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ તમામ પ્રક્રિયાઓનું નિરીક્ષણ, સંકલન અને માર્ગદર્શન કર્યું અને કાશીના લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય આચાર્ય હતા. આ ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.



Google NewsGoogle News