લિવ ઈન રિલેશનશીપ ભારતીય સંસ્કૃતિ માટે 'કલંક' : હાઈકોર્ટ

Updated: May 8th, 2024


Google NewsGoogle News
લિવ ઈન રિલેશનશીપ ભારતીય સંસ્કૃતિ માટે 'કલંક' : હાઈકોર્ટ 1 - image

Image: Freepik

Live In Relationship:  છત્તીસગઢ હાઈકોર્ટે લિવ ઈન રિલેશનશીપને લઈને મહત્વનો નિર્ણય સંભળાવતા કોર્ટે લિવ ઈન રિલેશનશીપને ‘કલંક’ ગણાવ્યું છે. કોર્ટે કહ્યું છે કે આ ભારતીય સંસ્કૃતિનું અપમાન છે. હાઈકોર્ટે તેની ટિપ્પણીમાં કહ્યું કે, આ પશ્ચિમી દેશ દ્વારા લાવવામાં આવેલ વિચારસરણી છે, જે ભારતીય રિવાજોની સામાન્ય અપેક્ષાઓથી વિરુદ્ધ છે. છત્તીસગઢ હાઈકોર્ટે દંતેવાડા સાથે જોડાયેલા એક કેસમાં આ નિર્ણય આપ્યો છે.

જસ્ટિસ ગૌતમ ભાદુરી અને સંજય એસ અગ્રવાલની ડબલ બેન્ચે લિવ ઈન રિલેશનશીપમાંથી જન્મેલા બાળકની કસ્ટડીના મામલામાં કડક ટિપ્પણી કરી હતી. પિતાએ બાળકની કસ્ટડીને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ જ કેસની સુનાવણી બાદ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. 

આકરી ટીપ્પણી કરતાં કોર્ટે કહ્યું હતું કે, સમાજના કેટલાક વર્ગોમાં અપનાવવામાં આવેલ લિવ ઈન રિલેશનશીપ હજુ પણ ભારતીય સંસ્કૃતિમાં કલંક સમાન છે, કારણ કે લિવ ઈન રિલેશનશીપ એક આયાતી ખ્યાલ છે. તે  ભારતીય રિવાજની સામાન્ય અપેક્ષાઓથી વિરુદ્ધ છે.

કોર્ટે કહ્યું કે, વિવાહિત વ્યક્તિ માટે લિવ ઈન રિલેશનશીપમાંથી બહાર આવવું ખૂબ જ સરળ છે. આવા કિસ્સાઓમાં, કોર્ટ આ ત્રાસદાયક લિવ ઈન રિલેશનશીપમાંથી બચી ગયેલી વ્યક્તિ અને તે સંબંધમાંથી જન્મેલા બાળકોની દુર્દશા પ્રત્યે આંખો બંધ કરી શકતી નથી. કોર્ટે આ સંબંધને ભારતીય માન્યતાઓ વિરુદ્ધ ગણાવ્યો છે.



Google NewsGoogle News