લિકર પોલિસી કેસ : એક તરફ EDના સવાલો તો એક તરફ ગોવા, ક્યાં જશે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ?

અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગોવામાં રોકાશે

અગાઉ કેજરીવાલ EDના સમન્સને ગેરકાયદેસર ગણાવીને હાજર થયા ન હતા

Updated: Jan 18th, 2024


Google NewsGoogle News
લિકર પોલિસી કેસ : એક તરફ EDના સવાલો તો એક તરફ ગોવા, ક્યાં જશે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ? 1 - image


liquor policy case : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) કથિત લિકર પોલીસી કેસમાં (liquor policy case) ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સમન્સની અવગણના કરી શકે છે. EDના ચોથા સમન્સને અવગણીને આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનરે ગોવા જવાની યોજના બનાવી છે. 

અમે કાયદા પ્રમાણે કામ કરીશું : અરવિંદ કેજરીવાલ

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના કાર્યાલયના એક અધિકારીએ જણાવ્યું કે, 'તેમના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ અરવિંદ કેજરીવાલ આજે ગોવા જવા રવાના થવાના છે.' આ ઉપરાંત અધિકારીએ એમ પણ ઉમેર્યું હતું કે મુખ્યમંત્રી હોવા ઉપરાંત, તેઓ આમ આદમી પાર્ટીના વડા પણ છે. તેઓ આગામી ત્રણ દિવસ સુધી ગોવામાં લોકસભા ચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓની સમીક્ષા કરશે. બુધવારે એક કાર્યક્રમ બાદ જ્યારે અરવિંદ કેજરીવાલને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું અને કહ્યું હતું કે, 'અમે કાયદા પ્રમાણે કામ કરીશું.' 

કેજરીવાલ ગોવામાં ત્રણ દિવસ રોકાશે

અરવિંદ કેજરીવાલ 18, 19 અને 20 જાન્યુઆરીએ એટલે કે ત્રણ દિવસ ગોવામાં રોકાશે અને ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને મળશે. આ સાથે સૂત્રોમાંથી મળતા અહેવાલ મુજબ તેઓ કોઈ જાહેર રેલીને પણ સંબોધિત કરી શકે છે. આ અગાઉ  ઈડીએ કેજરીવાલને 3 જાન્યુઆરીએ હાજર થવા માટે ત્રીજું સમન્સ મોકલ્યું હતું, પરંતુ તેમણે EDના સમન્સને ગેરકાયદેસર ગણાવીને હાજર થયા ન હતા. અને કેજરીવાલે ઈડીને એક પત્ર પણ મોકલ્યો હતો.

લિકર પોલિસી કેસ : એક તરફ EDના સવાલો તો એક તરફ ગોવા, ક્યાં જશે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ? 2 - image


Google NewsGoogle News