Get The App

સિંહનું નામ અકબર અને સિંહણનું નામ સીતા, બંગાળમાં બંનેને સાથે રખાતા VHPએ વાંધો ઉઠાવ્યો

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
સિંહનું નામ અકબર અને સિંહણનું નામ સીતા, બંગાળમાં બંનેને સાથે રખાતા VHPએ વાંધો ઉઠાવ્યો 1 - image


Lion Name Sita : કલકત્તા હાઈકોર્ટ મંગળવાર (20 ફેબ્રુઆરી)એ વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ની બંગાળ શાખા તરફથી દાખલ સિંહ અને સિંહણના નામોથી સંબંધિત અરજી પર સુનાવણી કરશે. સિલીગુડીના સફારી પાર્કમાં કથિત રીતે અકબર નામના સિંહને સીતા નામની સિંહણની સાથે રાખવાને લઈને પશ્ચિમ બંગાળ વન વિભાગ સામે વાંધો ઉઠાવ્યો છે.

લાઈવ લૉના રિપોર્ટ અનુસાર, 16 ફેબ્રુઆરીએ આ મામલો જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યના પીઠની સામે લવાયો હતો. આ મામલે રાજ્યના વન વિભાગના અધિકારીઓ અને સફારી પાર્કના નિદેશકને પક્ષકાર બનાવાયા છે.

ત્રિપુરાથી લવાયા હતા સિંહ અને સિંહણ

રિપોર્ટ અનુસાર, સિંહ અને સિંહણને હાલમાં જ ત્રિપુરાના સિપાહીજલા જૂલોજિકલ પાર્કથી લવાયા હતા. વન વિભાગના અધિકારીઓનો દાવો છે કે તેમણે સિંહ અને સિંહણનું નામ નથી બદલ્યું. આ નામ બંને પ્રાણીોના સફારી પાર્કમાં આવતા પહેલા જ અપાયા હતા.

આ સમગ્ર વિવાદ અકબર અને સીતા નામના કારણે છે. અકબર ભારતમાં મુગલ સામ્રાજ્યનો એક મુસ્લિમ રાજા હતો, જ્યારે સીતા હિન્દુ મહાકાવ્ય રામાયણના અનુસાર, ભગવાન રામના પત્ની હતા. વિશ્વ હિન્દુ પરિષદે આરોપ લગાવ્યો છે કે આ સિંહ અને સિંહણનું નામકરણ રાજ્યના વન વિભાગે કર્યું.

VHPએ નામ બદલવાની કરી અપીલ

VHPએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે, સફારી પાર્કમાં અકબર નામના સિંહની સાથે સીતા નામની સિંહણને રાખવી હિન્દુ ધર્મનું અપમાન હશે અને હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડશે. તેમણે અપીલ કરી છે કે, સિંહણનું નામ બદલવામાં આવે.

VHP પ્રવક્તા વિનોદ બંસલે 'X' પર પોસ્ટ કરી કહ્યું કે, 'સિલીગુડીના બંગાળ સફારી પાર્કમાં જે સિંહ-સિંહણને પ્રજનન હેતુ લવાયા છે, તેમનું નામ અકબર અને સીતા છે. અંતે આ કોના મગજની ઉપજ છે, તેની તપાસ તો થવી જોઈએ. સાથે જ તેમનું નામ પણ તાત્કાલિક બદલવામાં આવે. આ સંબંધિત અધિકારીઓએ હિન્દુ જન-ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટે માફી માંગવી જોઈએ.'


Google NewsGoogle News