તો આ તારીખ પછી તમારું PAN CARD બંધ થઈ જશે, જાણી લો મોદી સરકારની સૂચના
" જે અનિવાર્ય છે, તે આવશ્યક છે. મોડું ન કરો, આજે જ જોડી લો."
IMAGE; Twitter |
ઇન્કમ ટેક્સ રીટર્ન (ITR) ફાઈલ કરવાનું હોય કે પછી બેન્કમાં મોટી રકમના ટ્રાન્ઝેક્શન કરવાના હોય તે બધા માટે પાન કાર્ડ હોવું જરૂરી છે. આ ઉપરાંત પણ બીજા ફાયનાન્શિયલ કામ માટે પણ પાન કાર્ડ હોવું અનિવાર્ય છે. આધાર કાર્ડનો ઉપયોગ ઓળખ પત્ર (ID કાર્ડ ) તરીકે થાય છે. ઇન્કમ ટેક્સ વિભાગે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 નક્કી કરી છે.
આયકર વિભાગ તરફથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, "આયકર અધિનિયમ, 1961 અનુસાર જેને છૂટ આપવામાં આવેલી છે તેના સિવાય દરેક પાન કાર્ડ ધારકોએ 31 માર્ચ 2023 પહેલા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવું અનિવાર્ય છે. જે ધારકો તેમના આધાર કાર્ડ સાથે પાન કાર્ડને આ સમય અવધી પહેલા નહી જોડે તેમના પાન કાર્ડ 1 એપ્રિલ 2023થી બંધ થઈ જશે.
આ અંગે આયકર વિભાગે કરદાતાઓને કહ્યું હતું કે, " જે અનિવાર્ય છે તે આવશ્યક છે. મોડું ન કરો, આજે જ જોડી લો" નાણા વિભાગની મેં 2017 માં બહાર પાડવામાં આવેલી અધિસુચનાના અનુસાર 'છૂટ શ્રેણી'માં આવતા આસામ, જમ્મુ-કાશ્મીર અને મેઘાલય રાજ્યના લોકોનો સમાવેશ થાય છે. આ સિવાય દરેક બીન ભારતીય અને 80 વર્ષથી વધુ ઉમરના લોકોનો આ છૂટ શ્રેણીમાં સમાવેશ થાય છે.
કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ(CBDT)એ ગત 30 માર્ચે જાહેર કરેલા પરિપત્રમાં કહ્યું હતું કે એક વાર જો પાન કાર્ડ બંધ થઈ જશે તો તેના માટે આયકર વિભાગના અધિનિયમ અંતર્ગત પરિણામો માટે જે તે વ્યક્તિ પોતે જવાબદાર રહેશે. આ પરિપત્ર અનુસાર નિષ્ક્રિય પાનનો ઉપયોગ આયકર રીટર્ન ફાઈલ પણ થઈ શકશે નહિ.
ઓનલાઈન કેવી રીતે કરશો લિંક :
- સૌથી પહેલા ઇન્કમ ટેક્સની વેબસાઈટ પર જાઓ
- ત્યારબાદ તેમાં આધાર કાર્ડમાં હોય તે મુજબ નામ, પાન નંબર અને આધાર નંબર દાખલ કરો
- આધાર કાર્ડમાં લખેલ જન્મ વર્ષ પર ટીક કરો
- હવે લિંક આધાર બટન પર ક્લિક કરો
- હવે તમારું પાન આધારથી લિંક થઈ જશે